ઉનાળામાં બનાવો ઠંડું-ઠંડું તરબૂચનું મિલ્ક શેક, જાણો તેને બનાવવાની રીત.

તમે ક્યારેય ઉનાળામાં તરબૂચનું મિલ્કશેક ટ્રાઈ કર્યું છે? આ સરળ રેસિપીથી બનશે ટેસ્ટી મિલ્ક શેક.

ગરમીના દિવસો એટલે કે ઉનાળો શરુ થઇ ગયો છે, અને આ સમય એવો હોય છે જેમાં મોટાભાગના લોકોને ઠંડુ અને ગળ્યું પીવાનું મન થાય છે. કેમ ન હોય, તપતા તડકામાંથી આવ્યા પછી આપણું કંફર્ટ ફૂડ કોઈ ઠંડી વસ્તુ જ હોય છે. હવે બજારમાં મળતા બોટલ બંધ ગેસ વાળા કોલ્ડ્રીંક પીવા તો આરોગ્ય માટે ઘણા જ ખરાબ હોય છે, પણ આપણે ઘરે સ્વાદિષ્ટ મિલ્કશેક તો બનાવી જ શકીએ છીએ.

જ્યારે મિલ્કશેકની વાત આવે તો લોકો હંમેશા સ્ટ્રોબરી અને મેંગો શેક વિષે વિચારે છે, પણ આપણે આ વખતે તરબૂચનું મિલ્કશેક ટ્રાઈ કરીશું. તો આવો જાણીએ તરબૂચના સ્વાદિષ્ટ મિલ્કશેકની રેસિપી. તરબૂચ માંથી બનતા આ મિલ્કશેકને તમે દૂધ અને કંડેન્સ મિલ્ક બંનેની મદદથી બનાવી શકો છો. બસ રેસિપીમાં થોડો ફેરફાર કરવો પડશે.

જરૂરી સામગ્રી :

1 કપ તરબૂચના પીસ (બીજ વગરના)

¼ કપ કંડેન્સ મિલ્ક કે 2 કપ દૂધ

1.5 કપ પાણી (માત્ર કંડેન્સ મિલ્ક વાપરો તો)

½ વેનીલા એક્સટ્રેક્ટ (આ વિકલ્પ છે તમે ઇચ્છો તો વાપરી શકો.)

તમારી પસંદનું આઈસ્ક્રીમ

થોડા એવા બરફનાં ગાંગડા

સ્વાદમુજબ ખાંડ (જો દૂધનો ઉપયોગ કરી રહ્યા છો તો)

બનાવવાની રીત :

આ મિલ્કશેક બનાવવું ઘણું સરળ છે, પણ તેમાં તમારે એક વાતનું ધ્યાન રાખવું પડશે કે તરબૂચ તાજું કાપેલું હોવું જોઈએ અને કંડેન્સ મિલ્ક ઠંડું હોવું જોઈએ.

તરબૂચ જલ્દી બગડી જાય છે એટલા માટે જો તમે તેને વધુ સમય સુધી કાપીને રાખશો તો તે મિલ્કશેક પેટમાં ગેસ ઉત્પન્ન કરી શકે છે.

આમ આપણે કાચા દૂધનો ઉપયોગ નથી કરી રહ્યા કારણ કે તરબૂચ અને દૂધ એક સાથે મિક્સ કરવા યોગ્ય ઓપ્શન નથી માનવામાં આવતું. તેના બદલે તમે ધારો તો લો ફેટ યોગર્ટ નાખીને વોટરમેલન સ્મુદી બનાવી શકો છો.

તમે તરબૂચનું મિલ્કશેક બનાવવા માટે ઠંડા તરબૂચના પીસ, કંડેન્સ મિલ્ક, પાણી, વેનીલા એક્સટ્રેક્ટ (ઓપ્શનલ) એક ફૂડ પ્રોસેસરમાં કે મિક્સરમાં નાખો.

જો તમે દૂધનો ઉપયોગ કરવા માંગો છો તો ધ્યાન રાખશો કે, તે દૂધ ઉકાળેલુ અને ઠંડું કરેલું હોવું જોઈએ. એટલે દૂધને ઉકાળીને ઓછામાં ઓછું 4-5 કલાક ફ્રીઝમાં રાખી દો.

આ મિલ્કશેકને તમારી પસંદગીની કંસીસ્ટેન્સી મળવા સુધી બ્લેન્ડ કરો અને પછી ગ્લાસમાં આઈસ્ક્રીમ સાથે સર્વ કરો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.