ક્યારેય પણ આ વાતનું નહીં કરવું જોઈએ અભિમાન, તેના લીધે નથી મળી શકતું માન-સમ્માન.

શેઠ મજુરની મદદ કરવાની જગ્યાએ કરી રહ્યો હતો આ કામ, પછી રાજાએ શેઠ સાથે કર્યું એવું કામ કે…. કથા અનુસાર પહેલાના સમયમાં એક રાજા વેશ બદલીને પોતાની પ્રજાના હાલચાલ જાણવા માટે નગરમાં ફરી રહ્યા હતા. ત્યારે રાજાએ રસ્તામાં એક મોટો પથ્થર જોયો. આવતા જતા લોકોને તે પથ્થરને કારણે ઘણી તકલીફ થઇ રહી હતી, પરંતુ કોઈ પણ વ્યક્તિ તે પથ્થરને હટાવવાનો પ્રયત્ન કરી રહ્યા ન હતા.

રાજા પથ્થરથી થોડા દુર ઉભા રહી જોવા લાગ્યા કે, કોઈ તે પથ્થરને હટાવે છે કે નહિ. થોડી વાર પછી ત્યાં એક મજુર આવ્યો, તે આ પથ્થર પથ્થરને હટાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પણ એકલા મજુરથી તે પથ્થર ખસી રહ્યો ન હતો. અને કોઈ પણ વ્યક્તિ તેની મદદ કરી રહ્યા ન હતા. થોડી વાર પછી ત્યાં એક બીજો વ્યક્તિ આવ્યો, અને તે મજુરને પથ્થર હટાવી ન શકવાને કારણે વઢવા લાગ્યો.

આ જોઈને રાજા ત્યાં ગયા અને તે વ્યક્તિને કહ્યું કે, ભાઈ જો તમે પણ આ મજુરની મદદ કરશો તો તે પથ્થર હટાવી શકશે. આ સાંભળીને તે વ્યક્તિએ કહ્યું કે, હું શેઠ છું અને મારું કામ પથ્થર હટાવવાનું નથી.

શેઠની આ વાત સાંભળીને રાજા પોતે મજુર પાસે ગયા અને પથ્થર દુર કરવા માં તેની મદદ કરવા લાગ્યા. થોડી વારમાં તે પથ્થર રસ્તા પરથી દુર થઇ ગયો. ગરીબ મજુરે મદદ કરવા વાળા અજાણ્યા વ્યક્તિનો આભાર માન્યો.

પથ્થર હટાવ્યા પછી રાજાએ શેઠને કહ્યું કે, ભાઈ ભવિષ્યમાં ક્યારેય પણ તમારે કોઈ મજુરની જરૂરિયાત હોય તો રાજમહેલ આવી જજો. આ વાત સાંભળીને શેઠ ચક્તિ રહી ગયા. તેણે ધ્યાનથી જોયું તો તેને સમજાયું કે તેની સામે રાજા ઉભા છે.

રાજાને ઓળખતા જ મુખી તેમની માફી માંગવા લાગ્યો. પછી રાજાએ તેને કહ્યું કે, જો આપણે આપણા હોદ્દાનું અભિમાન કરીશું અને બીજાની મદદ નહિ કરીએ, તો ક્યારેય પણ આપણને માન સન્માન નહિ મળે. અભિમાન એક એવી ખરાબ ટેવ છે જે બધું બરબાદ કરી શકે છે.

રાજાની આ વાતો શેઠને સમજાઈ ગઈ અને તેણે ભવિષ્યમાં બીજાની મદદ કરવાનું વચન રાજાને આપ્યું. આ પ્રસંગનો ઉપદેશ એ છે કે, આપણે જરૂરિયાત મંદ લોકોને આપણા સામર્થ્ય મુજબ મદદ કરતા રહેવું જોઈએ. આપણા નાના એવા પ્રયત્નથી બીજાનું ભલું થઇ શકે, તો તે કામ તરત કરી દેવું જોઈએ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.