પાયલટની વર્દી પહેરીને ફ્રી માં કરતો હતો યાત્રા, કર્નલની વર્દી પણ મળી, જાણો શું છે મામલો?

આજકાલ મીડિયા ઉપર તેમજ સોશિયલ મીડિયા પર પણ ઘણા બધા એવા કિસ્સાઓ પણ બહાર આવતા રહે છે, જેના વિષે આપણને વધુ જાણકારી હોતી નથી. તેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે જેના વિષે જાણીને આપણને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે, જે જાણીને આપણને ધૃણા પણ ઉપજે છે. આજે અમે તમને એક એવા કિસ્સા વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ જ તમને ખબર હશે, અને એના વિષે જાણીને તમે ચકિત થઈ શકો છો. આવો જાણીએ તે ઘટના અંગે.

આઈજીઆઈ એયરપોર્ટ પોલીસ સ્ટેશને દિલ્હીના ઈન્દિરા ગાંધી એયરપોર્ટ પરથી એક નકલી પાયલોટની ધરપકડ કરી છે. એયરપોર્ટ ઉપર પાયલોટોને મળતી સુવિધાઓની લાલચમાં તે વ્યક્તિ જર્મની લીફ્થાંસા એયરલાયન્સની વર્દી પહેરીને એયર એશિયાની ફ્લાઈટ દ્વારા કલકત્તા જવાની તૈયારીમાં હતો.

પોલીસને શરુઆતની તપાસમાં જાણવા મળ્યું કે, તે આરોપી કોર્પોરેટ ટ્રેનીંગ આપવાનું કામ કરે છે, અને કલકત્તામાં તેની ઓફીસ છે. એયરપોર્ટ પોલીસ ઉપાયુક્ત સંજય ભાટિયાએ જણાવ્યું કે, આરોપીની ઓળખ દિલ્હીના વસંત કુંજના રહેવાસી રાજન મહબુબાની (૪૮) તરીકે થઇ છે.

સોમવારે સાંજે લીફ્થાંસા જર્મન એયરલાયન્સના મુખ્ય સુરક્ષા અધિકારીને પોલીસે ફરિયાદ કરી હતી કે, એક માણસ લીફ્થાંસાના પાયલટનો યુનિફોર્મ પહેરીને નેમ પ્લેટ લગાવીને એયર એશિયાની ફ્લાઈટથી કલકત્તા જવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે એયરપોર્ટ ઉપર પાયલટને મળતી સુવિધાઓ પણ લેવાનો પ્રયાસ કરી રહ્યો છે.

અલગ અલગ યુનિફોર્મ પહેરીને ટીકટોક ઉપર પોતાનો વિડીયો નાખવાનો છે શોખ :

ફરિયાદ મળવાથી પોલીસે કેસ નોંધી આરોપીની ધરપકડ કરી લીધી. આરોપીને પુછપરછથી જાણવા મળ્યું કે, પાયલોટ ગણાવીને તે અત્યાર સુધી ૧૫ વખત પ્રવાસ કરી ચુક્યો છે.

તેણે જણાવ્યું કે, તેણે એયરપોર્ટ ઉપર પાયલટને મળતી સુવિધાનો ફાયદો ઉઠાવવા માટે નકલી યુનિફોર્મ પહેર્યો હતો. ઘણી વખત તેણે પોતાની સીટ અપગ્રેડ કરાવી અને તત્કાલ સુવિધાઓ સાથે સાથે વહેલામાં વહેલી તકે જવા માટે પાયલોટનો યુનિફોર્મ બનાવરાવી લીધો હતો.

પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે, તેણે પાયલટનો યુનિફોર્મ કલકત્તામાંથી બનાવરાવ્યો હતો. આરોપી પંજાબ યુનીવર્સીટીમાંથી સ્નાતક છે.

પુછપરછમાં આરોપીએ જણાવ્યું કે, તેણે અલગ અલગ યુનિફોર્મ પહેરીને ફોટો પડાવવા અને ટીકટોક ઉપર પોતાના વિડીયો નાખવાનો શોખ છે. પોલીસના જણાવ્યા મુજબ કર્નલની વર્દીમાં તેનો એક ફોટો મળ્યો છે. હાલમાં પોલીસ આરોપીની પુછપરછ કરી રહી છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.