આ અઠવાડિયું આ 6 રાશિઓ પર થશે મહાલક્ષ્મીની કૃપા, થશે મોટો ધન લાભ, પ્રેમ જીવનમાં આવશે મિઠાસ

મેષ રાશિ :

આ અઠવાડિયે ઓફિસમાં માન-પ્રતિષ્ઠા વધશે. ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. પૈસાની બાબતે તમારે થોડું ધ્યાન આપવું પડશે. જ્યાં સુધી થઈ શકે, પૈસા સાથે સંબંધિત બધા મામલા પુરા કરી લો. પરિવારજનો સાથે ગેરસમજણને કારણે જે મનમોટાપ ચાલી રહી છે તે દૂર થઈ જશે. તમે અમુક નવા લોકો સાથે સંપર્કમાં આવી શકો છો, જેનાથી તમને ફાયદો થશે.

પ્રેમના વિષયમાં : આ અઠવાડિયે તમારા પ્રેમ જીવનમાં પ્રગાઢતા આવશે.

કરિયરના વિષયમાં : અમુક વિદ્યાર્થી માટે સમય થોડો નકારાત્મક થઈ શકે છે.

સ્વાસ્થ્યના વિષયમાં : પગમાં ઇજા અને તાવની સમસ્યા થઈ શકે છે.

વૃષભ રાશિ :

વિદ્યાર્થીઓ માટે પોતાને સારા સાબિત કરવા માટે આ સારું અઠવાડિયું છે. સિનેમા, ફેશન વગેરે સાથે જોડાયેલા લોકોને પોતાની પ્રતિભા દેખડવાનો અવસર મળશે. વ્યાપારીઓ માટે અમુક પ્રતિષ્ઠિત સોદા થઈ શકે છે. બીજાના મામલામાં દખલગીરી કરવાથી બચવું જોઈએ. નવી વસ્તુ શીખવા અને સમજવાના અવસર મળશે. નવો અનુભવ પણ મળી શકે છે. પરિવાર સાથે કયાંક ફરવાનો પ્લાન બનાવી શકો છો.

પ્રેમના વિષયમાં : એકતરફી પ્રેમ તમને નિરાશ કરી શકે છે.

કરિયરના વિષયમાં : આર્થિક સ્થિતિ સારી રહેશે. કરિયરમાં નવા સ્થાન સ્થાપિત કરશો.

સ્વાસ્થ્યના વિષયમાં : તમારા લીવરમાં કોઈ ઇન્ફેક્શન થઈ શકે છે. ખાનપાનમાં સાવધાની રાખો.

મિથુન રાશિ :

આ અઠવાડિયે સંતાન પાછળ ધન ખર્ચ થશે. ભવિષ્યને લઈને બેકારમાં ચિંતા કરતા રહેવું તમને બેચેન કરી શકે છે. પારિવારિક જીવન સુમેળભર્યું રહેશે અને બાળકો પોત-પોતાના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો. અટકેલું ધન મળશે. મિત્રો તમારા મનમાં ચાલી રહેલા તણાવને ઓછા કરવામાં મદદગાર રહેશો. અમુક લોકો તમારી પાસે વધારે અપેક્ષા રાખી શકે છે. તમે તમારી અપેક્ષાઓ પર ખરા ઉતરશો.

પ્રેમના વિષયમાં : સિંગલ લોકોને પાર્ટનર મળી શકે છે. પતિ-પત્ની વચ્ચે મન-મોટપ દૂર થશે.

કરિયરના વિષયમાં : મહેનતી લોકો માટે નોકરીમાં પ્રગતિ અને વ્યવસાયમાં પ્રગતિ થશે.

સ્વાસ્થ્યના વિષયમાં : ખાનપાનમાં જરૂરી પરેજી રાખો. જુના રોગો પરેશાન કરી શકે છે.

કર્ક રાશિ :

આ અઠવાડિયે કોઈ મોટા કામ સફળ થવાથી તમને વધારે ખુશી પ્રાપ્ત થશે. તમે પોતાના સકારાત્મક વિચાર સાથે સ્થિતિઓને નિયંત્રણ કરવામાં સક્ષમ થશો. આર્થિક રૂપથી તમે વધારે સુરક્ષિત રહેશો. કોઈ કિંમતી વસ્તુ ખરીદવા માટે તમારે તમારી બચતમાં હાથ નાખવાની જરૂર પડશે. થોડો સમય એકલા પણ પસાર કરો અને પોતાના લક્ષ્યો પર વિચાર કરો.

પ્રેમના વિષયમાં : આ અઠવાડિયે ઘણી વાર સાથી તરફથી પ્રેમ વ્યકત કરવાના સંકેત મળશે.

કરિયરના વિષયમાં : નોકરીની શોધ કરી રહેલા લોકોને મનપસંદ નોકરી મળી શકે છે.

સ્વાસ્થ્યના વિષયમાં : તમારે પેટની તકલીફનો સામનો કરવો પડી શકે છે.

સિંહ રાશિ :

પારિવારિક જીવનમાં સુખ-શાંતિ બની રહેશે. તમારી ક્ષમતાઓ અને જ્ઞાનથી તમને નાણાકીય લાભ મળશે. ઓફિસમાં ઘણા દિવસોથી અટવાયેલું કોઈ કામ ઉકેલાય શકે છે. પ્રોપર્ટી, વાહન વગેરેમાં રોકાણ કરવા માટે સારો સમય છે. મોટાભાગના લોકો તમારી વાતોથી સહમત નહિ થઈ શકે. જબરજસ્તી કોઈના પર પોતાના વિચાર ન થોપો. કાયદાનું ભણતર કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું ઘણું સારું રહેશે.

પ્રેમના વિષયમાં : પ્રેમ-સંબંધ મજબૂત થશે અને અમુક લોકો નવા પ્રેમ-સંબંધની શરૂઆત જોઈ શકે છે.

કરિયરના વિષયમાં : નોકરીમાં ઘણી મહેનત કરશો પણ તેના અનુરૂપ પરિણામ નહિ મળી શકે.

સ્વાસ્થ્યના વિષયમાં : સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો, ગેસ અને એસીડીટીથી પરેશાન થઈ શકો છો.

કન્યા રાશિ :

આ અઠવાડિયે તમારું વધેલું મનોબળ કોઈ જરૂરી કામમાં તમને સફળતા અપાવશે. ફાલતુ ખર્ચ તમારું બજેટ બગાડી શકે છે. કોઈ શુભ કામના આયોજનનો ભાગ બની શકો છો. ક્યાંક બીજેથી શુભ સમાચાર મળશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. ઓફિસ અને પરિવારની ગુપ્ત ગતિવિધિઓમાં તમે ઘણી હદ સુધી સફળ થઈ શકો છો. જરૂરિયાતમંદ લોકોને વસ્ત્ર દાન કરો, તમારી બધી ઈચ્છાઓ પુરી થશે.

પ્રેમના વિષયમાં : પરસ્પર પ્રેમ અને તાલમેલ સારા રહેશે. પ્રેમી સાથે સમય પસાર થશે.

કરિયરના વિષયમાં : વિદ્યાર્થીઓને શિક્ષણના ક્ષેત્રમાં ફાયદો મળશે. કાર્યક્ષેત્રમાં તમે તનતોડ મહેનત કરશો.

સ્વાસ્થ્યના વિષયમાં : કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના સ્વાસ્થ્યને ધ્યાનબહાર ન કરો.

તુલા રાશિ :

અઠવાડિયાની શરૂઆતમાં તમારે વધારે સતર્ક અને સાવધાન રહેવાની જરૂર છે. ધાર્મિક યાત્રા થઇ શકે છે. જુના પૈસા મળી શકે છે. પારિવારિક કાર્યક્રમમાં વ્યસ્ત રહેશો, ઓળખાણ વધારવાનો પ્રયાસ કરો. અલગ અલગ કારણોથી યાત્રા થશે. કોઈ કામમાં બેદરકારી થવાથી ધન નુકશાન થઇ શકે છે. મંદિરમાં ઘઉંનું દાન કરો, તમારી સાથે બધું સારું થશે.

પ્રેમના વિષયમાં : કુંવારા લવ કપલ્સ માટે અઠવાડિયું સારું રહેશે.

કરિયરના વિષયમાં : આ અઠવાડિયે કરિયરમાં આગળ વધવાનો રસ્તો ખુલશે.

સ્વાસ્થ્યના વિષયમાં : તમારું સ્વાસ્થ્ય નાજુક થશે. તમારે ડોક્ટર પાસે ચેકઅપ કરાવવા જવું પડી શકે છે.

વૃશ્ચિક રાશિ :

શિક્ષણ ક્ષેત્રમાં તમે સફળતા મેળવશો. કેટલાક લોકો પાસેથી તમને ખુબ ઉપયોગી સલાહ મળી શકે છે. નવા લોકો સાથે ભેટ ફાયદાકારક રહેશે. અચાનક મોટી યાત્રામાં ધન પ્રાપ્તિ થઇ શકે છે. ઉત્કૃષ્ટ મામલા દૂર થઇ શકે છે. ખાનગી વાતો કોઈને જણાવો નહિ. સમય થોડો વિપરીત પણ થઇ શકે છે. તમે ઘરના સભ્યોની ઈચ્છાઓને સમજવાનો પ્રયાસ કરો.

પ્રેમના વિષયમાં : આ અઠવાડિયે તમને તમારો પ્રેમ મેળવવાના યોગ બની રહ્યા છે.

કરિયરના વિષયમાં : આ અઠવાડિયે બિઝનેસમાં કોઈ રીક્સ લેવું નહિ અને લોકોને ઉધાર પૈસા આપવાથી પણ બચો.

સ્વાસ્થ્યના વિષયમાં : આ સમય સ્વાસ્થ્ય માટે સારો રહેશે. માનસિક અને શારીરિક રૂપથી સારો અનુભવ કરશો.

ધનુ રાશિ :

આ અઠવાડિયે તમે વધારાની જવાબદારી નિભાવવા માટે તૈયાર રહો. રોકાણના મામલામાં તમને નવી સલાહ મળશે. બાળકો તરફથી મોટી ખુશખબરી મળવાના યોગ બની રહ્યા છે. આ અઠવાડિયે તમે વધારે જ ઉત્સુક થઇ શકો છો. પોતાના પર નિયંત્રણ રાખો. જૂની વાતોની ઝંઝટમાં પડવાથી તમારે બચવું જોઈએ. કેટલાક લોકો પોતાની મહેનત અને પરિણામથી અસંતુષ્ટ થઇ શકે છે.

પ્રેમના વિષયમાં : પ્રેમ જીવનમાં કોઈ સારો પ્રસંગ થઇ શકે છે. કુંવારાઓને લગ્નનો પ્રસ્તાવ મળશે.

કરિયરના વિષયમાં : બિઝનેસમાં નુકસાન થઇ શકે છે. બદલી થવાનો યોગ બની રહ્યો છે.

સ્વાસ્થ્યના વિષયમાં : સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ દિનચર્યામાં કેટલાક પરિવર્તન કરવાની જરૂર છે.

મકર રાશિ :

આ અઠવાડિયું કામકાજમાં ઉતાવળ કરવાથી બચો. પાડોસી તમારી પાસે ખુબ વધારે મદદની માંગ કરી શકે છે. તમારા કાર્યની પ્રશંસા થશે. કામ સંબંધિત નાની યાત્રા સાર્થક થશે. તમારા મનમાં ખુબ વિચિત્ર અને બિનજરૂરી ચિંતાઓ બની રહેશે. કોઈ મોટો નિર્ણય લેવા માટે આ આઠવાડિયું સારું નથી. ઓફિસમાં કોઈ સહકર્મી સાથે તમારી મિત્રતા થઇ શકે છે.

પ્રેમના વિષયમાં : પ્રેમમાં ખટાસ-મીઠાસનો સામનો કરવો પડી શકે છે.

કરિયરના વિષયમાં : વ્યાપારમાં નુકશાનનો ભય બન્યો રહેશે. જોખમ લેવાથી બચો.

સ્વાસ્થ્યના વિષયમાં : સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, બસ થોડી માથાના દુઃખાવાની સમસ્યા આવી શકે છે.

કુંભ રાશિ :

આ અઠવાડિયે તમે કોઈ નવી નવી વાતો શીખી શકો છો. ઓફિસમાં અધિકારી વર્ગની સાથે સંભાળીને કાર્ય કરો. મહત્વપૂર્ણ કામ સમય પર થઇ શકે છે. વેપારમાં નફો થશે. સહકર્મીઓ સાથે વિવાદ થઇ શકે છે. આશા-નિરાશાના મિશ્રિત ભાવ મનમાં રહેશે. તમારામાંથી કેટલાક નવી ભાગીદારીમાં પ્રવેશ કરી શકો છો. તમે સારું બોલીને પોતાનું કામ કાઢશો.

પ્રેમના વિષયમાં : પ્રેમ પ્રસંગોમાં સફળતાનાં યોગ બની રહ્યા છે.

કરિયરના વિષયમાં : વેપારથી જોડાયેલા લોકો માટે અચાનક ધન લાભની પ્રાપ્તિના યોગ બની શકે છે.

સ્વાસ્થ્યના વિષયમાં : જો જુના કોઈ હાડકાના રોગથી પીડિત છો તો સાવધાની રાખો. સમસ્યા થઇ શકે છે.

મીન રાશિ :

આ અઠવાડિયું ઘરમાં ઈચ્છા અનુસાર વાતાવરણ મળવાથી પ્રસન્નતા મળશે. પદ પ્રતિષ્ઠા વધશે. કોઈ પણ પ્રકારનો વાયદો કરતા પહેલા એ જોઈ લેવું કે તમારા કામમાં તેનાથી કોઈ અડચણ ન આવે. કોઈ પણ કામ પૂર્ણ ન થવા પર હતાશા આવી શકે છે. કેટલીક નાણાકીય મુશ્કેલીનો પણ અનુભવ કરી શકાય છે, અને આ અઠવાડિયે રોકાણને ટાળવું સારું રહેશે. નવા કામની તક મળશે.

પ્રેમના વિષયમાં : આ અઠવાડિયું પ્રેમ સંબંધમાં સુધારો થઇ શકે છે.

કરિયરના વિષયમાં : કોઈ સારી તક તમને મળી શકે છે. અઠવાડિયાની શરૂઆતમાં નુક્શાનની આશંકા છે.

સ્વાસ્થ્યના વિષયમાં : ઋતુ પરિવર્તન પર ધ્યાન આપો અને પોતાના સ્વાસ્થ્યની સંભાળ રાખો.