વર્ષો પછી આવશે આવો શુભ સમય આ 9 રાશિઓ થશે માલામાલ, જાણો પોતાનું રાશિફળ

મેષ રાશિ :

મેષ રાશિ વાળા આ અઠવાડિયે કોઈ મામલામાં ખર્ચ સહીત બીજી બાબતો વધારે ન કરે. જે વાત તમારા મનમાં ઘણા દિવસથી છે તેને સામે લાવો. તમારે તે મામલામાં ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરત છે, જેના માટે સંયુક્ત પ્રયાસો કે નિર્ણયોની આવશ્યકતા હોય. નાણાકીય સ્થિતિ સારી રહેશે, તો પણ તમારે રોકાણના સંદર્ભમાં યોગ્ય વિચાર કરવાની જરૂરત છે. કાર્યક્ષેત્રમાં તણાવ ઉત્પન્ન થવા દેવો નહિ.

પ્રેમના વિષયમાં : લવ લાઇફ પર મિશ્ર અસર જોવા મળશે. પ્રેમ અને વિવાદ બંને થઇ શકે છે.

કરિયરના વિષયમાં : રોકાયેલા કામ બનશે. વિદેશી મામલામાં ફાયદો દેખાઈ રહ્યો છે.

સ્વાસ્થ્યના વિષયમાં : સ્વાસ્થ્યના વિષયમાં આ સમય ખરાબ રહેશે એટલે સાવધાની રાખો.

વૃષભ રાશિ :

ગ્રહો તમારા પક્ષમાં છે જેનાથી કાર્યસ્થળમાં તમારી સ્થિતિ સુધરશે અને તમારા કામને માન્યતા મળશે. પોતાના કામને સમ્માન આપો કારણ કે આ જ તમારી આજીવિકાનું સાધન છે. આર્થિક દ્રષ્ટિથી કોઈ પણ નિર્ણય ખુબ જ સતર્કતાથી લો. તમારો સ્તર ઊંચું રહેશે. કેટલાક લોકો તમારા તરફ આકર્ષિત થઇ શકે છે, અને તમારી વાતો પર રસ રાખશે. આધ્યાત્મિકતા તરફ તમારા રસમાં વધારો થશે. પોતાના પર ભરોસો રાખો.

પ્રેમના વિષયમાં : લવમેટ્સ માટે આ અઠવાડિયું તરફેણ વાળું રહેવાનું છે. સંબંધમાં કંઈક નવું આવશે.

કરિયરના વિષયમાં : કરિયરના વિષયમાં સ્થિતિ સારી થવાની આશા છે. કામ સારી રીતે પૂરું કરવાનું વિચારો.

સ્વાસ્થ્યના વિષયમાં : કોઈ ઋતુ જન્ય રોગ થઇ શકે છે. સાવધાની રાખો.

મિથુન રાશિ :

આ અઠવાડિયે તમારી મહેનતને રસ્તો મળશે અને જલ્દી જ કોઈ ઇનામ પણ મળશે. તમારામાંથી કેટલાક વિદેશમાં રહેવાનો વિલ્કપ પણ નક્કી કરી શકશો. માં કે માતૃ પક્ષના સંબંધીઓ સાથે તમારો સંબંધ બગડી શકે છે. ઘરની સમસ્યાઓ તમારી પાસેથી તમારો સમય ઈચ્છે છે. નોકરી અને બિઝનેસમાં ફાયદો મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને પોતાના માટે સમય મળશે. બીજાના કામોમાં આ સમય નીકળશે.

પ્રેમના વિષયમાં : પ્રેમ સંબંધો વચ્ચેના અંતર પૂર્ણ થશે. સંબંધમાં મધુરતા આવશે.

કરિયરના વિષયમાં : કાર્યક્ષેત્રમાં પ્રમોશનનો યોગ છે. કોમર્સ વાળા વિધાર્થીઓ માટે સમય સારો છે.

સ્વાસ્થ્યના વિષયમાં : આ અઠવાડિયું તમારા સ્વાસ્થ્યમાં પહેલા કરતા સારું રહેશે.

કર્ક રાશિ :

આ અઠવાડિયે આર્થિક લેવડદેવડ વિચારીને કરો. મુશ્કેલીઓ આવી શકે છે. તમારા તારા જણાવી રહ્યા છે કે, તમે ખુબ મહેનત કરી લીધી છે એટલા માટે હવે આરામ કરવાનો સમય આવી ચુક્યો છે. પારિવારિક વાતાવરણ સુખી અને ખુશ રહેશે. તમે જીવનસાથી અને વડીલો સાથે સંબંધમાં આનંદ લેશો. ન ઇચ્છતા પણ તમે સામાજિક સમારોહોનો ભાગ બની શકો છો. તમને પૈસાથી જોડાયેલી કોઈ પણ વાતનું ટેંશન થઇ શકે છે.

પ્રેમના વિષયમાં : પાર્ટનર સાથે ચાલી રહેલો જૂનો વિવાદ પૂર્ણ થશે. લવ લાઇફ સાથે જોડાયેલા મોટા નિર્ણય પણ લેવા.

કરિયરના વિષયમાં : આ અઠવાડિયે કરિયરના મામલામાં તમને કોઈ મોટી સફળતા મળશે.

સ્વાસ્થ્યના વિષયમાં : સ્વાસ્થ્યના મામલામાં આ અઠવાડિયું ઉતાર-ચઢાવ ભરેલું રહી શકે છે. જૂનો રોગ પૂર્ણ થશે તો નવો રોગ શરુ થઇ શકે છે.

સિંહ રાશિ :

સિંહ રાશિ વાળા તણાવથી બચો અને વસ્તુઓને હલકામાં ન લો. લોકોના મામલામાં વધારે ન વિચારો કારણ કે તમે તેના પર નિર્ભર નથી. પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. ધનના અટકવાને કારણે તમારે નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પારિવારિક જીવન આનંદદાયક રહેશે. તમારા વિરોધીઓ પર વિજયથી તમને સંતુષ્ટિ વધશે. ધનનો અનિયમિત પ્રવાહ તમને તનાવપૂર્ણ બનાવી શકે છે.

પ્રેમના વિષયમાં : લવ લાઈફમાં લગ્નનો પ્રસ્તાવ ફાઇનલ થઇ શકે છે.

કરિયરના વિષયમાં : ઓફિસમાં મોટા અધિકારીઓનો સહયોગ મળશે. વેપારીઓને આવકના નવા સ્ત્રોત મળશે.

સ્વાસ્થ્યના વિષયમાં : શારીરિક રોગ થઇ શકે છે સાવધાન રહો. તણાવના કારણે પણ સમસ્યા થઇ શકે છે.

કન્યા રાશિ :

આ અઠવાડિયે પોતાના પરિવારને સમય આપો પણ એનાથી તમારા કામ પ્રભાવિત થઇ શકે છે. તમારાને કારણે તમે પુરસ્કૃત થશો અથવા તમારી પ્રશંસા કરવામાં આવશે. લાંબા સમયથી કામકાજનું દબાણ તમારા વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. ભાઈ-બહેનોથી કોઈ તનાવ થવાના કારણે પારિવારિક વાતાવરણ તણાવગ્રસ્ત થઇ શકે છે. તમારું મન કામમાં લાગશે નહિ. તમે પોતાની સાથે જબરજસ્તી પણ કરી શકો છો.

પ્રેમના વિષયમાં : તમારો પાર્ટનર તમારી કોઈ જૂની વાતના કારણે રિસાઈ શકે છે. રિસાવું અને મનાવવું ચાલતું રહેશે.

કરિયરના વિષયમાં : વિધાર્થીના મનમાં ભણવા અને કમાવવાને લઈને ઘણા પ્રકારની વાતો એકસાથે ચાલશે.

સ્વાસ્થ્ય વિષયમાં : કામકાજની વ્યસ્તતામાં ખાનપાન બિલકુલ ભૂલતા નહિ. આનાથી તમારા સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે.

તુલા રાશિ :

ધન સંબંધિત મામલા અને લાંબા ગાળાના રોકાણ માટે આ અઠવાડિયું અનુકૂળ નથી એટલા માટે થોડી રાહ જોવો. સહકર્મીઓ અને વરિષ્ઠોના પૂર્ણ સહયોગને કારણે ઓફિસમાં કાર્યની ઝડપ આવશે. આ અઠવાડિયું ઘણી બધી જવાબદારીઓને પૂર્ણ કરનારું છે. તમારી અંદર નવી શક્તિ અને ઉર્જાનો સંચાર રહેશે. સંધર્ષ સાથે સફળતા અને ધન પ્રાપ્તિના યોગ છે. તમે નવો ફોન કે કમ્પ્યુટર ખરીદવાનું મન બનાવી શકશો.

પ્રેમના વિષયમાં : પાર્ટનર સાથે પ્રેમ સંબંધ હજુ મજબૂત થશે. લવ લાઈફ માટે સમય સારો રહેશે.

કરિયરના વિષયમાં : આ અઠવાડિયું વ્યવસાયિક રૂપથી શુભ રહેવા વાળું છે, નોકરી કરવા વાળાઓએ તણાવનો સામનો કરવો પડી શકે છે.

સ્વાસ્થ્યના વિષયમાં : ઊંઘની કમી થઇ શકે છે. પેટ પણ ખરાબ થઇ શકે છે.

વૃશ્ચિક રાશિ :

આ અઠવાડિયે તમારો તણાવ ઓછો થતો જોવા મળી શકે છે. અમુક વિદ્યાર્થી લેપટોપ અથવા ટીવી પર કોઈ ફિલ્મ જોઈને પોતાનો કિંમતી સમય ખરાબ કરી શકે છે. ઘરેલુ જીવન શાંતિ ભરેલું અને ખુશનુમા રહેશે. સમય તમારા ઉચિત સાબિત થવાનો છે. લાંબા સમયગાળાના રોકાણના રૂપમાં સંપત્તિના મામલા ફાયદાકારક થશે. નાણાં અને સંપત્તિ સાથે સંબંધિત બાબતોમાં મિત્રો સાથે સારી સલાહ મળશે. તમને મહેનતનો પુરસ્કાર મળશે.

પ્રેમના વિષયમાં : લવ લાઈફ સારી રહેશે. પાર્ટનરની ભાવનાઓને સમજો અને સંયમથી રહો.

કરિયરના વિષયમાં : જે લોકો બેરોજગાર છે, તેમને રોજગાર મેળવવાનો સોનેરી અવસર મળશે.

સ્વાસ્થ્યના વિષયમાં : ઇજા અથવા દુર્ઘટના થવાના યોગ છે. ભોજન સંબંધિત સાવચેતીઓ રાખવી પણ જરૂરી છે.

ધનુ રાશિ :

આ અઠવાડિયે કોઈ ખોટી સલાહને કારણે આ રાશિના વ્યાપારી પરેશાન થઈ શકે છે. પોતાના પ્રિયજનને કાંઈ પણ કઠોર ન કહેવા પ્રયત્ન કરો, નહીં તો તમારે પાછળથી પસ્તાવું પડશે. સાચા અને ખોટાની મૂંઝવણ મગજમાં રહેશે. એનાથી તમારો સમય પણ ખરાબ થઈ શકે છે. ખુશનુમા વાતાવરણ ઘર-પરિવારને ઉત્તમ બનાવી શકે છે. વગરકામની વાતોમાં સમય ખરાબ ન કરો. નક્કી કરેલા સમય પર કામ પુરા ન થવાથી મુશ્કેલી વધવાના યોગ છે.

પ્રેમના વિષયમાં : લવ લાઈફ સારી રહેશે. દાંપત્ય જીવનમાં તણાવ આવી શકે છે.

કરિયરના વિષયમાં : શેર બજાર સાથે જોડાયેલા બાબતોમાં કોઈ મોટો નિર્ણય ન લો તો સારું છે.

સ્વાસ્થ્યના વિષયમાં : ભાગદોડ કરવાથી થાકનો અનુભવ થશે. ઋતુ બદલાવાથી તાવ પણ આવી શકે છે.

મકર રાશિ :

આ અઠવાડિયે આર્થિક મુશ્કેલીઓને સમજવી તમારા માટે જરૂરી સાબિત થવાનું છે. જુના લોકોએ સારા લાભ મેળવવા માટે પોતાની ઉર્જાનો સકારાત્મક ઉપયોગ કરવાની જરૂર છે. ઘર અથવા કામની બાબતો પર તમારે તમારી જવાબદારીઓ રજુ કરવાની જરૂર પડી શકે છે. મિત્રો સાથે મળીને ક્યાંક ફરવા જવાનું આયોજન બનાવવાના છો. શત્રુઓથી બચીને રહેવું પડશે.

પ્રેમના વિષયમાં : લવ લાઈફમાં ખુશી બની રહેશે. દાંપત્ય જીવન ખુશહાલ રહેશે.

કરિયરના વિષયમાં : આ અઠવાડિયું પ્રોફેશનલ લાઈફ માટે સારું રહેશે. કોઈ મોટો ફાયદો પણ તમને મળશે.

સ્વાસ્થ્યના વિષયમાં : સતત કામ કરવાથી શારીરિક અને માનસિક બંને રીતે પરેશાન થઈ શકો છો.

કુંભ રાશિ :

આ અઠવાડિયે તમારા અમુક મોટા કામ યોગ્ય સમયે થઈ શકે છે. તમારી વાણી પર નિયંત્રણ રાખો, કારણ કે કઠોર શબ્દ તમને અને તમારા પ્રિય લોકો વચ્ચેના સંબંધોની શાંતિ અને સહજતાને પ્રભાવિત કરી શકે છે. જીવનસાથીની ભાવનાઓને સમજવાનો પ્રયત્ન કરવાના છો. પોતાને સારા અનુભવશો. વિદ્યાર્થીઓ પોતાના ભણતરમાં સારું કરશે. પિયર પક્ષથી તમારા સંબંધી તમારા માટે સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે.

પ્રેમના વિષયમાં : આ આઠવાડિયું તમારા માટે લવ લાઈફમાં સારું રહેશે. પ્રેમ બન્યો રહેશે.

કરિયરના વિષયમાં : મેડિકલ અને કાયદાનું ભણતર કરવા વાળા માટે અઠવાડિયાના સાતેય દિવસ સારા રહેશે.

સ્વાસ્થ્યના વિષયમાં : બીપી અને શ્વાસના રોગી સાવધાની રાખે.

મીન રાશિ :

સામુહિક ગતિવિધિઓને સમજી શકો છો. આ અઠવાડિયું તમારા માટે ઉચિત સાબિત થવાનું છે. અમુક મહત્વપૂર્ણ યોજનાઓ કાર્યશીલ થશે જે તમને નવા આર્થિક લાભ આપશે. મિત્રની સમસ્યા તમને ખરાબ અથવા ચિંતિત અનુભવ કરાવી શકે છે. તમને પોતાના વ્યવસાય અને અન્ય કામોમાં સતત લાભ અને નફો મળતો રહેશે. તમે પોતાના હાથ નીચે કામ કરતા લોકોના સમર્થનનો આનંદ લેશો. અમુક મોટા કામ થતા જોવા મળી શકે છે.

પ્રેમના વિષયમાં : પાર્ટનરની ભાવનાઓની કદર કરો. પાર્ટનરને તમારી જરૂર છે.

કરિયરના વિષયમાં : કારોબાર અને નોકરીમાં લોકો પર તમારો પ્રભાવ જામશે.

સ્વાસ્થ્યના વિષયમાં : સુસ્તી દૂર થશે. તાજગીનો અનુભવ થશે અને કામ કરવાની ઉર્જા આવશે.