આ અઠવાડિયે બની રહ્યો છે 4 ગ્રહોનો અદ્દભુત સંયોગ, આ રાશિઓની થશે બલ્લે-બલ્લે

મેષ રાશિ :

આ અઠવાડિયે તમારું મનોબળ વધશે અને વેપારમાં સુધારો થશે. જે લોકો વ્યવસાય કરે છે, તે લોન લેવા તરફ આગળ વધશે. તમારે પોતાને તૈયાર રાખવા જોઈએ. તમે કંઈક નવું વિચારવામાં પોતાને અસમર્થ અનુભવશો. મિત્રો સાથે તમારો સંબંધ સારો બનશે. કેટલીક જવાબદારીઓ અને જરૂરી કામ પૂર્ણ કરવા પડી શકે છે. વિધાર્થીઓ માટે આગળ વધવા માટે સમય અનુકૂળ છે.

પ્રેમના વિષયમાં : જીવનસાથી સાથે સંબંધોમાં પ્રેમ બન્યો રહશે.

કરિયરના વિષયમાં : નોકરીનું વાતાવરણ થોડું અયોગ્ય અને ટ્રાન્સફરનો પણ યોગ બની રહ્યો છે.

સ્વાસ્થ્યના વિષયમાં : સ્વાસ્થ્ય સારું રહેશે નહિ. આંખમાં સમસ્યા થઇ શકે છે.

વૃષભ રાશિ :

રૂપિયા-પૈસાના મામલામાં આ અઠવાડિયું તમે ખુબ સકારાત્મક રહેશો. નોકરીમાં તમારા કોઈ કામને લઈને વખાણ થશે. તમે તમારા ભવિષ્યને લઈને વિચાર કરી શકો છો. વેપારમાં લાભ થશે. બગડેલા કામમાં સુધારો થશે. તમારે તમારી કિંમતી વસ્તુઓને ધ્યાનથી રાખવાની જરૂર છે, નહીતો તમારો કોઈ સમાન ખોવાઈ શકે છે. નાણાં રોકાણના લાભનો પ્રબળ યોગ છે. કલા ક્ષેત્રમાં વિશેષ રસ રહેશે.

પ્રેમના વિષયમાં : પોતાની ભાવનાઓ પાર્ટનર પર ન નાખો. સંબંધ બગડી શકે છે.

કરિયરના વિષયમાં : વિધાર્થીઓને સફળતા મળશે. વેપારીઓ અને નોકરી કરનારાઓને લાભ થશે.

સ્વાસ્થ્યના વિષયમાં : તળેલું ખાવાથી બચો આ તમને બીમાર કરી શકે છે.

મિથુન રાશિ :

ઘરમાં વડીલો સાથે કોઈ વિષયને લઈને તમારો વિવાદ થઇ શકે છે. જો તમે ફક્ત પોતાના લક્ષ્ય પર ધ્યાન આપો તો બાકી બધું જાતે જ યોજના અનુસાર થતું રહેશે. તમારું રાજનૈતિક સમ્માન વધશે. જરૂરિયાતમંદ લોકોને મદદ માટે દરેક પ્રકારની મદદ કરો. અચાનક આવેલ સમસ્યા તમારા કામમાં ઉથલ-પાથલ પણ કરી શકે છે.

પ્રેમના વિષયમાં : પ્રેમી કે જીવનસાથી સાથે ખુબ જ આનંદિત રહેશો.

કરિયરના વિષયમાં : વિધાર્થીઓનું ભણવામાં પ્રદર્શન સારું રહેશે. ઘણી બધી વસ્તુ તમારા પક્ષમાં રહેશે.

સ્વાસ્થ્યના વિષયમાં : આ અઠવાડિયું તમે પોતાને ફિટ અનુભવ કરશો.

કર્ક રાશિ :

ઘરેલુ મામલામાં સક્રિયતા વધારે રહેશે વાતચીતમાં ધ્યાન રાખો. તમને તમારા મિત્રોથી ઈજ્જત મળવાથી ઘણી ખુશી થશે. પરંતુ સાવધાન રહો કારણ કે કેટલાક મિત્ર તમારી ઈર્ષ્યા પણ કરી શકે છે. અચાનક નવા સ્ત્રોતોથી તમને ધન લાભ થશે. તમારી સફળતા નક્કી જ છે. વ્યવસાયિક ક્ષેત્રમાં તમે કીર્તિ પ્રાપ્ત થશે. તમે સમાજસેવા તરફ આકર્ષિત રહેશો.

પ્રેમના વિષયમાં : તમારો પાર્ટનર કોઈ વાતને લઈને તમારી સાથે નારાજ પણ થઇ શકે છે.

કરિયરના વિષયમાં : તમે તમારા કરિયરને સારું બનાવવા વિષે વિચારી શકો છો.

સ્વાસ્થ્યના વિષયમાં : પેટમાં દુઃખાવા જેવી સમસ્યાની સંભાવના છે.

સિહ રાશિ :

આ અઠવાડિયે બધા લોકોને તમારા પર ખુબ આશા રહેશે. પોતાની સમસ્યાઓનું નિવારણ શોધવાનો પ્રયાસ કરો. તમારી કલ્પના શક્તિ તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. તમને તમારા મિત્રથી જોડાયેલો કોઈ મહત્વપૂર્ણ વાતની જાણ થઇ શકે છે. કોઈ નવી દિશામાં સકારાત્મક વિચાર જરૂર રંગ લાવશે. પોતાની પ્રાથમિકતાઓ નિર્ધારિત કરી લો અને પોતાના કામ પર લાગી જાવ.

પ્રેમના વિષયમાં : નવા વિવાહિત લોકોના જીવનમાં મધુરતા આવશે.

કરિયરના વિષયમાં : બિઝનેસમાં સફળતા મળી શકે છે.

સ્વાસ્થ્યના વિષયમાં : સ્વાસ્થ્યના મામલામાં તમે સારો અનુભવ કરશો.

કન્યા રાશિ :

સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા કામમાં તમે ઘણી હદ સુધી સફળ રહેશો. તમારે સમજવું જોઈએ કે કોઈનો અનાદર અને કોઈ વાતને ગંભીરતાથી લેવાથી સંબંધ બગડી શકે છે. તમારી બધી સમસ્યાનું એની જાતે જ નિવારણ થતું રહેશે, ધૈર્ય પૂર્વક સમયની રાહ જુઓ. આ રાશિઓના જે વિધાર્થિનીઓ અને વિધાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે તેઓ મન લગાવીને વાંચો.

પ્રેમના વિષયમાં : આ અઠવાડિયું પ્રેમી સાથે સારો સમય પસાર થશે.

કરિયરના વિષયમાં : આર્થિક સ્થિતિ મજબૂત થશે. ઓફિસમાં કંઈક નવું કરવાની તક મળી શકે છે.

સ્વાસ્થ્યના વિષયમાં : સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઇ શકે છે. લાંબી યાત્રા કરવાથી બચો.

તુલા રાશિ :

આ અઠવાડિયે તમારા અટકેલા કામ પુરા થઈ જશે. પરિવાર વાળા સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા કરી શકો છો. નવા વસ્ત્ર અને આભૂષણો પાછળ ધનનો વ્યય થઈ શકે છે. બીજાની વાત બધે ફેલાવવી તમને શોભા નથી આપતું. વિદ્યાર્થીઓને મહેનતના અનુરૂપ પરિણામ મળશે. તમે પોતાને જ્ઞાન તરફ આકર્ષિત કરી શકશો. એક સારા વિષય તરફ તમારી રુચિ વધશે.

પ્રેમના વિષયમાં : તમે જેના પ્રેમમાં ડૂબેલા છો તેની સાથે તમારી મુલાકાત થવાની સંભાવના છે.

કરિયરના વિષયમાં : વ્યાપારી વર્ગ માટે અઠવાડિયું સારું રહેવાનું છે. તેમને બિઝનેસમાં લાભના અવસર મળશે.

સ્વાસ્થ્યના વિષયમાં : સ્વાસ્થ્યના વિષયમાં અઠવાડિયું ઠીક-ઠાક રહેશે. તળેલી-શેકેલી વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ.

વૃશ્ચિક રાશિ :

મનનો નકારાત્મક વ્યવહાર તમને હતાશ કરી શકે છે. જરૂરિયાતમંદ લોકોને વસ્ત ભેટમાં આપો, તમે જીવનમાં સફળ થશો. ઉધાર માંગવા વાળાને ધ્યાન બહાર કરવા પડશે. પોતાની ક્ષમતાઓ અને ગુણવત્તા પર ભરોસો રાખો, આગળ ઘણી બધી સફળતાઓ મળશે. શૈક્ષણિક ગતિવિધિઓ માટે આ અઠવાડિયું સામાન્ય છે. અટકેલા દરેક કામ ગતિ પકડશે. તમારા દરેક કામ યોજના અનુસાર સંપન્ન થશે.

પ્રેમના વિષયમાં : આ અઠવાડિયે વૃશ્ચિક રાશિવાળાના પ્રેમ સંબંધ મજબૂત થશે.

કરિયરના વિષયમાં : જે લોકો બેરોજગાર છે, તેમને રોજગાર મેળવવાનો સોનેરી અવસર મળી શકે છે.

સ્વાસ્થ્યના વિષયમાં : ઊંઘ પુરી ન થવાથી પરેશાન રહેશો. શરીરમાં દુઃખાવો પણ રહેશે.

ધનુ રાશિ :

જોખમના કામોથી દૂર રહેવામાં જ ભલાઈ છે. શિક્ષણના ક્ષેત્રમાં આગળ વધવા માટે તમને અમુક અનુભવી લોકોની મદદ પણ મળી શકે છે. શેર બજાર વગેરે જોખમપૂર્ણ કામ સમજી વિચારીને જ કરો. પારિવારિક કામોમાં હળીમળીને ચાલવું લાભદાયક રહેશે. સમાજમાં માન-સમ્માન મળશે. કલ્પનાઓમાં જીવવાનું છોડી ભૌતિક જગતને અનુરૂપ ચાલવા પ્રયત્ન કરો.

પ્રેમના વિષયમાં : લવ લાઈફ માટે તારા શુભ રહેશે. પ્રેમ વ્યકત કરવા માટે અઠવાડિયું સારું છે.

કરિયરના વિષયમાં : તમે તમારી આવડતને વધારવા પ્રયત્ન કરશો.

સ્વાસ્થ્યના વિષયમાં : તમારે સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં ભાગ લેવો જોઈએ. એનાથી તમે ચુસ્ત દુરુસ્ત બની રહેશો.

મકર રાશિ :

આ અઠવાડિયે તમે કોઈ વિશેષ કામને લઈને થોડા ચિંતિત રહી શકો છો. પણ તમારી આ ચિંતા તમને સફળ બનાવશે. મંદિરમાં એકાક્ષી નારિયર અર્પણ કરો, તમારી દરેક સમસ્યાઓ પુરી થશે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં મન દુવિધાગ્રસ્ત થશે. શિક્ષણ પ્રતિયોગિતાના ક્ષેત્રમાં કરવામાં આવી રહેલા કામ સાર્થક થશે. દૂર રહેતા સંતાનના શુભ સમાચાર મળશે.

પ્રેમના વિષયમાં : લવમેટ કયાંક ફરવાનો પ્લાન બનાવી શકે છે. આ દરમિયાન તમને થોડા રોચક અનુભવ મળશે.

કરિયરના વિષયમાં : વિદ્યાર્થીઓનું પરીક્ષા પરિણામ ઘણું સારું રહેશે.

સ્વાસ્થ્યના વિષયમાં : તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. જુના રોગ દૂર થશે.

કુંભ રાશિ :

તમારા પૂર્વ પ્રયત્નોથી લાભના સંકેત મળી રહ્યા છે. આ રાશિના કારોબારીઓને અચાનકથી કોઈ બીજી કંપની સાથે જોડાવાની તક મળી શકે છે. તમારે તમારા કામ પ્રત્યે સકારાત્મક વલણ અપનાવવાની જરૂર છે. લોકો તમારી વાણીથી પ્રભાવિત થશે. પ્રયત્ન કરવાથી કોઈ મહત્વપૂણ કામ ઉકેલાવાથી મન પ્રસન્ન થશે. મિત્રો સાથે ક્યાંક બહાર ફરવા જઈ શકો છો.

પ્રેમના વિષયમાં : તમારો જીવનસાથી તમારી મદદ કરશે અને મદદગાર સાબિત થશે.

કરિયરના વિષયમાં : વ્યાપાર-ધંધામાં આવક વધશે. નોકરી કરતા લોકોને લાભના અવસર મળશે.

સ્વાસ્થ્યના વિષયમાં : ગર્ભવતી સ્ત્રીઓએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે.

મીન રાશિ :

મીન રાશિવાળા આ અઠવાડિયે ઘણા પ્રસન્ન રહેશે અને લોકોના આકર્ષણનું કેંદ્ર હશે. કોઈ અનુભવી વ્યક્તિ કામમાં તમારી મદદ કરી શકે છે. વ્યાપારમાં ધીમી ગતિથી તમને થોડી મુશ્કેલી થઈ શકે છે. તમારું આકર્ષણ ધર્મ તરફ રહેશે. તમને સમાજ સેવાથી માનસિક શાંતિ મળશે. પોતાના આરામને છોડો કાંઈ નવું કરવાનો પ્રયત્ન કરો. અમુક નવી સફળતાઓ સુખોને આમંત્રણ આપશે.

પ્રેમના વિષયમાં : પરિણીત કપલ વચ્ચે સારી સમજણ અને તાલમેલ બની રહેશે.

કરિયરના વિષયમાં : આ અઠવાડિયે પ્રમોશન સાથે બીજી નોકરીની ઓફર મળશે.

સ્વાસ્થ્યના વિષયમાં : સ્વાસ્થ્ય ઠીકઠાક રહેશે. પૂરતી ઊંઘ લો. ખાન-પાનમાં સાવધાની રાખો.