નવા વર્ષના પહેલા અઠવાડિયામાં 5 ગ્રહોને કારણે થઈ રહ્યા છે મોટા પરિવર્તન, આ 9 રાશિઓના નસીબ બદલાશે

મેષ રાશિ :

નવા વર્ષના પહેલા અઠવાડિયામાં તમે નવી ઉર્જા સાથે કામ કરશો. તમારે તમારા વરિષ્ઠની ઉપેક્ષાનો સામનો કરવો પડશે. તમે અમુક પડકારોનું વ્યવહારિક સમાધાન પણ કાઢી શકો છો. ધન સંબંધિત લેવડ દેવડમાં ધ્યાન રાખો. સહયોગીઓનો વિશ્વાસ પ્રાપ્ત કરી તમે આવનારા દિવસોમાં શુભ પ્રગતિ કરી શકશો. સામાજિક ગતિવિધિઓમાં આખું અઠવાડિયું સક્રિય રહેશો. માતા પિતાની કોઈ પણ વાત ન ટાળો.

પ્રેમના વિષયમાં : જીવનસાથી સાથે સંબંધમાં મધુરતા રહેશે. પ્રેમ સંબંધોમાં અવિશ્વાસને જગ્યા ન આપો.

કરિયરના વિષયમાં : કમ્પ્યુટર અને એની સાથે જોડાયેલા બધા ક્ષેત્રોમાં રોજગારના અવસર મળશે.

સ્વાસ્થ્યના વિષયમાં : તમને બ્લડ પ્રેશરની સમસ્યા છે, તો તમારે સાવધાન રહેવું પડશે. ગુસ્સો બિલકુલ ન કરો.

વૃષભ રાશિ :

આ અઠવાડિયે તમારી કાર્ય ક્ષમતા અને રચનાત્મક પ્રવૃત્તિને કારણે કારોબારમાં પ્રતિષ્ઠા વધશે. નોકરી અને બિઝનેસમાં તમારી સાથે કોઈ સારી ઘટનાઓ થવાના યોગ છે. લડાઈ ઝગડાથી દૂર રહેવું સારું રહેશે. તમારી પાસે નવા કોન્ટ્રાકટ હશે જે તમારી સામાજિક સ્થિતિમાં સુધારો કરશે અને તમારી સંતુષ્ટિને વધારશે. નકારાત્મક વિચારોથી બચો. આશા-નિરાશાના મિશ્રિત ભાવ મનમાં રહેશે.

પ્રેમના વિષયમાં : લવ લાઈફમાં બધું તમારા હિસાબે જ થશે. કુંવારા પ્રેમીઓ માટે સમય સારો છે.

કરિયરના વિષયમાં : નોકરી-ધંધામાં લાભ સાથે વધારાની આવક ઉભી કરી શકશો.

સ્વાસ્થ્યના વિષયમાં : સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ રહી શકે છે. એટલે સાવધાન રહો.

મિથુન રાશિ :

આ અઠવાડિયે તમે પોતાના કોઈ ખાસ મિત્ર સાથે મુલાકાત કરી શકો છો. ઓફિસમાં તમે આપેલી સલાહ પર વિચાર કરવામાં આવશે. નવા કામ ધંધા પર વિચાર કરવા માટે અઠવાડિયું સારું છે. તમારો દૃષ્ટિકોણ સકારાત્મક થતો જશે. તમારી ધન સંબંધી બાબતો પર ધ્યાન આપો નહિ તો તમારા અમુક લાભ નુકશાનમાં પરિવર્તિત થઈ શકે છે. સંતાન પક્ષ તરફથી ખુશખબર મળી શકે છે.

પ્રેમના વિષયમાં : જીવનસાથી સાથે સંબંધ સારા રહેવાના છે.

કરિયરના વિષયમાં : વિદ્યાર્થી ભણતર પર ધ્યાન આપે. મહત્વપૂર્ણ પરીક્ષા અને ઇન્ટરવ્યૂની સૂચના મળી શકે છે.

સ્વાસ્થ્યના વિષયમાં : પોતાના આહાર પર નિયંત્રણ રાખો. પેટ સંબંધિત રોગ સંભવ છે.

કર્ક રાશિ :

નવા વર્ષના પહેલા અઠવાડિયામાં કર્ક રાશિ વાળાની ધૈર્યશીલતામાં વધારો થશે. ઘણા લોકો તમારી દેખા દેખી કરી શકે છે. આજે તમે કોઈની અલગ રીતથી મદદ કરી શકો છો. આર્થિક સ્થિતિ સતત મજબૂત રહેશે. આર્થિક યોજના બનાવવી સરળ હશે. નોકરી અથવા ધંધામાં પ્રગતિના હિસાબથી પણ અઠવાડિયું કામનું હોઈ શકે છે. આ અઠવાડિયે તમારો દૃષ્ટિકોણ બદલાઈ શકે છે અને ઈમાનદારીથી કામ કરી શકો છો.

પ્રેમના વિષયમાં : પ્રેમ જીવનમાં નિકટતા અને મધુરતાનો અનુભવ કરશો.

કરિયરના વિષયમાં : કરિયરમાં તમને કોઈ સારા અવસર મળવાના યોગ છે.

સ્વાસ્થ્યના વિષયમાં : તમારા સ્વાસ્થ્યમાં થોડા અણગમતા પરિવર્તન થઈ શકે છે. મોસમી બીમારીઓથી મુશ્કેલી વધી શકે છે.

સિંહ રાશિ :

વર્ષના પહેલા અઠવાડિયામાં સિંહ રાશિ વાળા ઉત્સાહ અને આનંદથી ભરપૂર રહેશો. ધાર્મિક કામોમાં ભાગ લઈ શકો છો. તમારી એકગ્રતા વધી શકે છે. કોઈ મહત્વપૂર્ણ કામને યોગ્ય રીતે સમજીને એની શરૂઆત કરવી તમને કોઈ મુશ્કેલીઓથી બચાવી શકે છે. ઉચિત વિચાર પછી નાણાકીય નિર્ણય લો. મિત્રોની મદદથી કોઈ જૂનું દેવું પાછું મળી શકે છે. આ અઠવાડિયે તમે કોઈ ક્રિએટિવ કામ પણ કરશો.

પ્રેમના વિષયમાં : જીવનસાથી સાથે નારાજગી થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં નિરાશા આવશે.

કરિયરના વિષયમાં : વિદ્યાર્થીઓને પોતાના કામમાં સફળતા મળશે.

આરોગ્યના વિષયમાં : તમે તમારું વજન વધેલું અનુભવશો અને મધુમેહ જેવા રોગનો સામનો કરવો પડી શકે છે.

કન્યા રાશિ :

વર્ષ 2020 નું આ પહેલું અઠવાડિયું કન્યા રાશિ વાળાઓ માટે શુભ ફળ આપશે. પરિસ્થિતો તમારા માટે અનુકૂળ બની રહેવાની સંભાવના છે. કામ-ધંધો વધારવા માટે મહેનત કરી છે, તો તેને સારા પરિણામ મળી શકે છે. જયારે તમારી આવક પુછવામા આવે તો બિલકુલ સંકોચ ન કરો, ખુલ્લા મનથી પોતાની વાત રાખો. જે લોકો બેન્ક કે નાણાકીય સંસ્થાથી લોનની તપાસ કરી રહ્યા છે. તેમને સફળતા પ્રાપ્ત કરવાની પૂર્ણ સંભાવના છે.

પ્રેમના વિષયમાં : પોતાના જીવનસાથી પાસે વધારે અપેક્ષાઓ ન રાખો. લવ લાઈફ માટે સમય સારો નથી એમ કહી શકાય.

કરિયરના વિષયમાં : આર્થિક સ્થિતિમાં સુધાર થશે. મૂડી રોકાણથી લાભ સંભવ છે.

આરોગ્યના વિષયમાં : સ્વાસ્થ્ય સંબંધમાં ફરિયાદ રહેશે. મન પર ચિંતાનું દબાણ રહેવાથી માનસિક સમસ્યાનો અનુભવ થશે.

તુલા રાશિ :

તુલા રાશિ વાળા પોતાના કામ અને પારિવારિક સંબંધ વચ્ચે મતભેદથી બચો. નવી વિચારધારાનો પ્રભાવ સામાજિક લાભ આપશે. આવકના મામલામાં સમસ્યાઓ દૂર થવાના યોગ બની રહ્યા છે. નોકરી હોય કે વ્યવસાય કે પછી કોઈ પણ ક્ષેત્રથી જોડાયેલા સફળતા તમને સરળતાથી મળશે. કારોબાર સકારાત્મક સંભાવનાઓથી ભરેલો રહેશે. નવા મકાન કે વાહનની ખરીદના શુભ સમાચાર આવી શકે છે.

પ્રેમના વિષયમાં : પ્રેમી અને જીવનસાથી સાથે સંબંધ મજબૂત થઇ શકે છે.

કરિયરના વિષયમાં : મેડિકલ વિધાર્થી માટે સમય સારો રહેશે. ભાગીદારના બિઝનેસમાં ફાયદો થવાનો યોગ છે.

આરોગ્યના વિષયમાં : આ અઠવાડિયે થાક રહેશે. આરામ કરો નહિ તો પરેશાન પણ થઇ શકો છો.

વૃશ્ચિક રાશિ :

આ અઠવાડિયે નવા વેપાર કરવાના વિચાર બનશે. આત્મવિશ્વાસની માત્રા તમારામાં વધુ રહશે. સંબંધીઓ સાથે વિવાદ થઇ શકે છે. તમને શારીરિક અને માનસિક રીતે તૈયાર રહેવું જોઈએ. કોર્ટ કચેરીથી જોડાયેલા બધા મામલાઓથી તમને રાહત મળશે. વેપારમાં નફો મળી શકે છે. કોઈ મિત્ર કે જીવનસાથી શુભ સમાચાર મળશે. કોઈ મિત્ર કે જીવનસાથીને શુભ સમાચાર મળશે. કોઈ જરૂરતમંદને ધાબળો દાન કરો.

પ્રેમના વિષયમાં : પ્રેમ સંબંધોમાં વિચારો કે વાણીના પ્રભાવને કારણે સુખ અને સહયોગ બન્યો રહેશે.

કરિયરના વિષયમાં : વ્યવસાયના મામલામાં તમારી ભાગ-દૌડ ખુબ વધારે બની રહેશે.

આરોગ્યના વિષયમાં : ઊંઘ ઓછી આવશે, જેના કારણે સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે.

ધનુ રાશિ :

વર્ષના પહેલા અઠવાડિયામાં આ રાશિની મહિલાઓ અને વિધાર્થીવર્ગને તકોની અનુકૂળતા થઇ શકે છે. વિરોધીઓ પર નિયંત્રણ બનાવી રાખો. જો વિરોધી પરેશાન કરવાનો પ્રયાસ કરે તો શીઘ્ર નિયંત્રિત થઇ જાવ. કોઈ નજીકના સંબંધના કારણે તમે ખુશ થઇ શકો છો. તમારા કામના વખાણ થશે પરંતુ વિવાદોથી દૂર રહો. સમ્પર્કમાં વૃદ્ધિ થશે. અનાવશ્યક ખર્ચ વધવાના કારણે ચિડચિડાપણું પણ થઇ શકે છે.

પ્રેમના વિષયમાં : લવ લાઈફ માટે સમય મિશ્ર રહેશે. પ્રેમ સંબંધમાં સુધાર આવી શકે છે.

કરિયરના વિષયમાં : શિક્ષા પ્રાપ્તિ પ્રયાસોમાં સફળતા ચાલુ રહેશે.

આરોગ્યના વિષયમાં : વધારે કાર્યભાર અને ખાન-પાનમાં બેદરકારીથી તમારું સ્વાસ્થ્ય ખરાબ થશે.

મકર રાશિ :

આ અઠવાડિયે તમાર મનપસંદ કામો માટે તમને ખુબ સમય મળશે. અહીં સુધી કે સંભવ થાય તો પોતાના વિચાર અને વ્યવહાર સકારાત્મક રાખો. તમારો સકારાત્મક વ્યવહાર પરિસ્થિતિઓને સકારાત્મક બનાવી શકે છે. શાસકીય અધિકારીનો સહયોગ પ્રાપ્ત થશે. બિન જરૂરી ખર્ચાઓ પર રોક લગાવવામાં સફળ રહેશો. જરૂરતમંદ લોકોને ફળ દાન કરો.

પ્રેમના વિષયમાં : જીવનસાથી સાથે યાત્રા પર જઈ શકો છો.

કરિયરના વિષયમાં : વિધાર્થીઓ માટે આ અઠવાડિયું સારું રહેશે. નોકરી અને બિઝનેસમાં બંનેમાં સાંભળીને રહો. યાત્રાનો યોગ બની રહ્યો છે.

આરોગ્યના વિષયમાં : રોગ વગેરે પર નિયંત્રણ બન્યું રહેશે. ત્વચા રોગ કે માનસિક તણાવના કારણે પરેશાની થઇ શકે છે.

કુંભ રાશિ :

આ અઠવાડિયે તમારી આર્થિક સ્થિતિમાં બદલાવ આવશે. મકાન કે જમીન સંબંધિત દસ્તાવેજોની કાર્યવાહી આ અઠવાડિયે ન કરો. તમે કેટલાક સારા બદલાવમાંથી પસાર થશો. નવા કામોની યોજના બનશે. ધાર્મિક કાર્યો પાછળ ધન ખર્ચ થશે. શાંત મનથી કાર્ય કરો. તમે વ્યાપારના કાર્યમાં વ્યસ્ત રહેશો અને વેપારમાં લાભ મળશે. તમે ખોટા કામોથી દૂર રહો અને વગરકામના ખર્ચ કરો નહિ.

પ્રેમના વિષયમાં : જીવનસાથી સાથે સંપમાં કમી રહેશે. વૈચારિક તાલમેલ બનાવીને ચાલવું જરૂરી છે.

કરિયરના વિષયમાં : કરિયરમાં આશા અને સંભાવનાઓ રહેશે. સમસ્યાઓ પૂર્ણ થઇ શકે છે.

આરોગ્યના વિષયમાં : પેટ અને શરીરના નીચેના ભાગમાં રોગ થઇ શકે છે. માનસિક રૂપથી તમે પરેશાન રહેશો.

મીન રાશિ :

આ અઠવાડિયે મીન રાશિ વાળાઓની જીવનશૈલીમાં થોડો બદલાવ થઇ શકે છે. પિયરથી સારા સમાચાર આજે તમને મળશે. ચિંતાઓ છોડો, વિશ્વાસ રાખો અને આગળ વઘો. વેપારમાં કરવામાં આવેલ રોકાણ તમને તમારા વિચારમાં પણ વધારે લાભ પ્રદાન કરશે. પોતાની જવાબદારી નિભાવમાં ચૂક થઇ શકે છે. માદક દ્વવ્યોના સેવનથી બચો. તમે પુરી યોજનાની સાથે કામ પૂરું કરો.

પ્રેમના વિષયમાં : જીવનસાથી સાથે યાત્રાનો યોગ બની રહ્યો છે, યાત્રાઓ સફળ થશે.

કરિયરના વિષયમાં : વેપારીઓને વેપાર અને આવકમાં વૃદ્ધિ થશે. બાકી રકમ ચૂકવવામાં આવશે.

આરોગ્યના વિષયમાં : સાવધાન રહો, મૌસમી બીમારીઓ થઇ શકે છે. ઈજા થવાની પણ સંભાવના છે.