ભણેલી ગણેલી પત્નીએ શાકભાજી લેવા માટે પતિને આપ્યું આ લીસ્ટ, તમે પણ વાંચીને હસવાનું નહિ રોકી શકો

ઘરની મહિલાઓ ખાસ કરીને પત્નીઓ ઉપર આખા ઘરની જવાબદારી હોય છે. આપણે કોઈ નોકરી કરીએ છીએ તો કોઈ પણ કામથી થાકીને બ્રેક લઈએ છીએ કે રજા લઇ લઈએ છીએ. પરંતુ ઘરની મહિલાઓને તો ક્યારે પણ રજા નથી મળી શકતી. બીજા દેશોનું તો આપણે કાંઈ કહી નથી શકતા, પરંતુ ભારત દેશમાં આપણા ઘરમાં મહિલાઓ ૩૬૫ દિવસ સતત રજા વગર જ કામ કરે છે.

તેવામાં આપણે મહિલાઓને એક નોકરાણી નથી કહી શકતા પરંતુ મહિલા તો એક દેવી સમાન પૂજનીય માણસ છે જે કોઈ સ્વાર્થ વગર સૌની દેખરેખની જવાબદારી ઉપાડી લે છે. ભલે અડધી રાત્રે એક મહિલાનું બાળક માં ને બુમ મારે, તે ત્યારે પણ ઉઠીને તેની પાસે પોતાની ઊંઘ બગાડીને આવી જાય છે. એવું કદાચ પુરુષ ક્યારે પણ નથી કરી શકતા.

બધું મળીને એમ કહી દો કે ઘરની શાકભાજીથી લઇને દરેક વસ્તુનું ધ્યાન માત્ર આપણા ઘરની મહિલાઓ જ રાખે છે. આજે અમે તમારા માટે એક હાઉસવાઈફ દ્વારા લખવામાં આવેલી એક ચિઠ્ઠી લઇને આવ્યા છીએ. જે વાંચી ને તમે લોથ પોથ થઇ જશો. હંમેશા તમે તમારી પત્નીઓને ઘરનું રાશન પાણી કે શાકભાજીનું એક લીસ્ટ બનાવતા જોઈ હશે. પરંતુ જો ભણેલી ગણેલી પત્ની દ્વારા તે લીસ્ટ તૈયાર કરવામાં આવે તો શું કહેવું. આવો જાણીએ ખરેખર આ ચિઠ્ઠીમાં શું શું લખ્યું હતું.

દરેક ઘરની મહિલાઓને માર્કેટિંગનું પણ જ્ઞાન હોય છે. બજારમાં રાશનની વાત હોય કે શાકભાજી જેવી કે ભીંડો, ડુંગળી, ટમેટા વગેરે ઘરની મહિલાઓને ઘણું ધ્યાન હોય છે. માત્ર ઘરની મહિલાઓ જ જણાવી શકે છે, કે તેને ઘરમાં કેટલા કિલો ડુંગળી કે ટમેટા કે કોઈ બીજી વસ્તુની જરૂર છે. એવામાં આજે અને તમારા માટે એક એવી ભણેલી ગણેલી પત્નીનું લીસ્ટ લઇને આવ્યા છીએ, જે વાંચીને કોઈ પણ સ્તબ્ધ બની ગયા છે. ખાસ કરીને હાઉસવાઈફએ પોતાના પતિને માર્કેટ મોકલતા પહેલા તેને શાકભાજી અને દૂધ વગેરે વસ્તુની યાદી તૈયાર કરીને આપી.

તમને એ જાણીને નવાઈ થશે કે આ પત્નીએ તે લીસ્ટ ઈંગ્લીશમાં કાંઈક એવી રીતે બનાવ્યું કે કોઈપણ તેને જોઈને હસવા ઉપર કંટ્રોલ નથી કરી શકતા. જેમ કે ફીઝીક્સ કે કેમેસ્ટ્રી વિષયના દરેક વિદ્યાર્થી વસ્તુ સાથે ડાયાગ્રામ બનાવીને એક્સપ્લેન કરે છે, એકદમ એવી જ રીતે મહિલાએ પણ લીસ્ટમાં દરેક વસ્તુનું ચિત્ર બનાવીને સ્પષ્ટતા કરી.

જેમ કે આ પત્નીએ પોતાના પતિ માટે અંગ્રેજીમાં દરેક શાકભાજીનું ચિત્ર બનાવીને તેના આકાર સાથે બતાવ્યું છે, તેનાથી સ્પષ્ટ છે કે તેના પતિ દેવની યાદશક્તિ કાંઈક વિશેષ સારી નથી. કદાચ એટલા માટે તે શાકભાજી ખરીદવામાં તેનો આકાર, રંગ અને જોઈને ભૂલી જતા હશે અને આ મેડમ તેને યાદ કરાવવા માટે આવું લીસ્ટ બનાવી આપતી હશે. હાલમાં આ લીસ્ટને લખવા વાળી મહિલાનું નામ અને ઓળખાણની જાણ થઇ શકી નથી, પરંતુ તેમ છતાંપણ આ દિવસોમાં આ લીસ્ટ સોશિયલ સાઈટ પર ઘણો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

આ લીસ્ટને જોઈને તમામ લોકો પોતાના વિચાર કમેન્ટ કરી રહ્યા છે અને આ ફોટાને આગળ તેમના મિત્રો સાથે શેર કરી રહ્યા છે. માત્ર એટલું જ નહિ પરંતુ, અમુક લોકો તો આ ફોટાથી એ પણ કહી રહ્યા છે, કે આ મહાશયની પત્નીને પ્રોડક્ટ મેનેજર બનાવી દેવા જોઈએ. તમે પણ આ ફોટા જુવો અને અમે આશા રાખીએ છીએ કે તમે આ શેર કર્યા વગર તમને રોકી નહિ શકે.