લીડર કેવો હોવો જોઈએ, શીખો 88 વર્ષીય ગ્રામ પંચાયત પ્રમુખ પાસેથી જેમણે બદલી ગામની દશા

લીડર હોય તો આવા જે 88 વર્ષની ઉંમરે પણ ચલાવે છે ગ્રામ પંચાયત, કરે છે દરેકની સમસ્યાનું નિવારણ. દરરોજ સવારે 5 વાગ્યે ચિક્કા યમનિગુરુ ગ્રામ પંચાયતની આ 88 વર્ષની અધ્યક્ષ ગામના કામોની દેખરેખ કરવા માટે નીકળે છે, અને લોકોની સમસ્યાઓ સાંભળે છે.

જી હા, અજજી (કન્નડમાં દાદી) કહેવાતી દક્ષણાયનમ્માનો મુખ્ય હેતુ 7,500 લોકોની વસ્તીવાળા ચિક્કા યમનિગુરુ, ચિક્કનકટ, કોડાગાવલ્લી, કોડાગાવલ્લી હટ્ટી, કુઠાલૂ, હોસહલ્લી અને અયનાહલ્લી ગામને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાનો છે.

તે આ ગામોમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને લાઈટને પણ મહત્વ આપે છે. ઉંમર તેમના માટે ફક્ત એક નંબર છે. દક્ષણાયનમ્માએ કહ્યું, હું વૃદ્ધ નથી, મેં જીવનને જોયું છે, અને હું હંમેશા ગામને વિકાસની રાહ પર લઇ જવા માટે પોતાના અનુભવોનો ઉપયોગ કરતી રહીશ.

ગામવાળાનું કહેવું છે કે, તેમને સેવા કરવા માટે કોઈ સિનિયર અધિકારીની જરૂર નથી. મારો ઉદ્દેશ્ય ગામમાં દરેકને શૌચાલય અપાવીને દરેક મહિલાની ઈજ્જતની રક્ષા કરવાનો છે. દક્ષણાયનમ્માએ કહ્યું, ગ્રામીણ ક્ષેત્રોમાં શિક્ષણનો વધુ એક મહત્વપૂર્ણ મુદ્દો શિક્ષણ છે. તેના માટે પ્રોત્સાહન આપવામાં આવવું જોઈએm અને ચિક્કા યમનિગનુરુ જીપીમાં ગામોના વિકાસ માટે મનરેગાને પ્રભાવી રીતે લાગુ કરવી જોઈએ.

અજજી શિક્ષણના મહત્વને જાણે છે. 1940 માં તેમણે ફક્ત 7 માં ધોરણ સુધી અભ્યાસ કર્યો ત્યારબાદ તેમના લગ્ન કરાવી દેવામાં આવ્યા. તેમના 6 બાળકો છે. ત્રણ દીકરા અને ત્રણ દીકરીઓ. તેમનો એક દીકરો, બી એસ શિવમૂર્તિ કર્ણાટક ગ્રામીણ બેંકમાં કામ કરે છે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.