શું થાય છે જયારે રાહુ અને કેતુ સાથે બને છે મંગળનો સંયોગ?

મંગળ ગ્રહ સાથે બીજા ગ્રહોનો સંબંધ લોકોના જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જયારે ગ્રહોનો શુભ સંયોગ બને છે, તો મંગળ ઊંચું પદ, પ્રતિષ્ઠા અને અપાર સંપત્તિ આપે છે. પણ જયારે મંગળનો બીજા ગ્રહો સાથે અશુભ યોગ બને છે, તો જીવનમાં કારણવગર તણાવ અને મુશ્કેલીઓ વધવા લાગે છે.

જ્યોતિષ શાસ્ત્રનું માનીએ તો રાહુ અને કેતુ સાથે મંગળનો સંબંધ મોટી ઘટનાઓનું કારણ બને છે. લાલ ગ્રહ સાથે રાહુ-કેતુનો સંબંધ ઘણી વાર જીવલેણ પણ હોઈ શકે છે. જો તમારી કુંડળીનો મંગળ રાહુ અથવા કેતુ સાથે મળીને કોઈ વિચિત્ર યોગ બનાવી રહ્યો છે, તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે જીવનમાં ખુબ જલ્દી કાંઈ મોટું થવાનું છે.

મંગળ અને રાહુના સંબંધનો પ્રભાવ :

આ સંબંધને અંગારક યોગ કહેવામાં આવે છે, જે સામાન્ય રીતે નકારાત્મક હોય છે.

આ સંબંધ હવાઈ યાત્રા, ઇલેક્ટ્રોનિક્સ અને રસોઈ સાથે જોડાયેલી ઘટનાઓનો યોગ બનાવે છે.

જો કુંડળીમાં આ યોગ છે તો મંગળવારે કાલભૈરવની ઉપાસના કરો.

મંગલ અને કેતુના સંબંધનો પ્રભાવ :

આ સંબંધને પરાક્રમ યોગ કહે છે.

મંગળ અને કેતુનો સંબંધ વ્યક્તિને ખુબ પરાક્રમી અને સાહસી બનાવે છે.

મોટા મોટા યોદ્ધાઓ અને શુરવીરોની કુંડળીમાં આ યોગ મળી આવે છે.

જો આમાં શનિનો સાથ હોય તો વ્યક્તિ શૌર્ય દેખાડતા વીરગતિને પ્રાપ્ત થાય છે.

કુંડળીમાં આ યોગ હોય તો તાંબામાં હનુમાન ચાલીસા ભરીને ધારણ કરો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.