કોઈ દિવસ ધરતી જો ઊંધું ફરવાનું શરુ કરી દે તો શું થયા? IAS ઇન્ટરવ્યૂના આ સવાલ લાવી દેશે ભૂકંપ…

છીંક આવે ત્યારે આંખ કેમ બંધ થઇ જાય છે? જાણો IAS ઇન્ટરવ્યુના રોચક સવાલના જવાબ. સંઘ લોક સેવા આયોગ (UPSC Exam 2020) માં લાખો ઉમેદવાર ભાગ લે છે. આ પરીક્ષાને દુનિયાની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત પરીક્ષા કહેવામાં આવે છે. યુપીએસસી પ્રિલીમ્સ પરીક્ષા 2020 આવતા મહીને 4 ઓક્ટોબરના રોજ લેવાશે. યુપીએસસી ઉમેદવારે માત્ર લેખિત પરીક્ષા જ નહી ઈન્ટરવ્યું પણ ક્લીયર કરવાનું હોય છે.

યુપીએસસી પર્સનાલીટી ટેસ્ટ (UPSC Personality Test) માં ઉમેદવારને ખતરનાક પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નોના જવાબ આપવા સામાન્ય લોકો માટે ઘણા મુશ્કેલ હોય છે. આઈએએસ ઇન્ટરવ્યૂમાં સામાન્ય રીતે ઉમેદવારના મગજની ક્ષમતા, તેની યાદ રાખવાની કેપેસીટી અને ટ્રીક લગાવવાની ક્ષમતા આંકવામાં આવે છે. એટલા માટે આજે અમે તમારી સામે એવા ટ્રીકી પ્રશ્ન લાવ્યા છીએ જેના વિષે વિચારી તમે પણ ચોંકી જશો. આ સરળ જેવા દેખાતા પ્રશ્નોના જવાબ તમને વિચારમાં મૂકી દેશે.

પ્રશ્ન – શું દુધ પીવાથી હકીકતમાં મગજ તેજ થાય છે કે પછી એક માન્યતા છે?

જવાબ – દૂધને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે. તેમાં પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. દુધમાં હળદર ભેળવીને પીવાથી મનની એકાગ્રતા વધે છે. દૂધમાં રહેલા મેગ્નેશીયમથી યાદશક્તિ વધે છે. ઘણા બધા રીસર્ચમાં એ દાવો કરવામાં આવ્યો છે કે, દૂધ પીવાથી મગજની શક્તિ વધે છે. રોજ દૂધ પીવાથી મગજ તેજ બને છે.

પ્રશ્ન – એક વકીલ અને તેના દીકરાનો અકસ્માત થયો અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ઓપરેશન થીએટરમાં ડોકટરે છોકરાને જોઈને કહ્યું, આ મારો દીકરો છે?

જવાબ – તે પ્રશ્નને સાંભળીને ઉમેદવાર મુંઝવણમાં પડશે અને વિચારશે, પરંતુ વિચારવાની સારી ક્ષમતા ધરાવતા અને તેજ મગજવાળા ઉમેદવાર તરત સમજી જશે કે, તેનો જવાબ શું હોઈ શકે છે. તે ડોક્ટર છોકરાની માં હતી.

પ્રશ્ન – ટ્રેન સામે કોઈ આવી જાય તો પણ ડ્રાઈવર ગાડી કેમ નથી રોકતા?

જવાબ – સામાન્ય રીતે ટ્રેન 100 કી.મિ. પ્રતિ કલાકની ઝડપથી ચાલે છે. જો કોઈ જાનવર કે માણસ ટ્રેનની સામે આવી જાય તો લોકોપાયલટને બ્રેક મારવાની તક જ નથી મળતી. ઈમરજન્સી બ્રેક મારે તો પણ ગાડી 800 થી 900 મીટર દુર જઈને ઉભી રહેશે. તેથી અકસ્માત થવાનો ડર રહે છે. એટલા માટે પાયલોટ બ્રેક નથી મારતા.

પ્રશ્ન – ક્રિકેટમાં સૌથી પહેલી સિક્સર કોણે મારી હતી?

જવાબ – ક્રિકેટમાં સૌથી પહેલી સિક્સર 3 જુન 1877 ના રોજ ઓસ્ટ્રેલીયાના ખેલાડી Charles Bannerman એ મારી હતી.

પ્રશ્ન – મર્યા પછી શરીરનું કેટલું વજન ઓછું થઇ જાય છે?

જવાબ – 21 ગ્રામ.

પ્રશ્ન – અમુક લોકો ઊંઘમાં કેમ ચાલે છે?

જવાબ – એક શોધ મુજબ આપણા શરીરમાં રહેલા ક્રોમોસોમ 20 ની ખરાબીને કારણે એવું બને છે. બીજું કારણ જેનેટિક છે. ત્યાર પછી ઊંઘ પૂરી ન થવી, દારુ, ડીપ્રેશન કે કોઈ વાત ઉપર વધુ ચિંતા થવાને કારણે લોકો ઊંઘમાં ચાલવા લાગે છે.

પ્રશ્ન – છીંક આવે ત્યારે આંખો બંધ કેમ થઇ જાય છે?

જવાબ – છીંક આવે એટલે મગજ દરેક પ્રકારના અવરોધ દુર કરવાનો આદેશ આપે છે જે આ વિભાગને પણ મળે છે, અને તે કારણે જ આંખો બંધ થઇ જાય છે. તેની ઉપર સંશોધન પણ કરવામાં આવ્યા છે જે મુજબ, આંખ અને નાક ક્રીનેયલ નાક સાથે જોડાયેલા હોય છે. છીંક આવતા જ ફેફસા ઝડપથી હવા બહાર કાઢે છે. એટલા માટે છીંક આવે ત્યારે આંખો બંધ થઇ જાય છે.

પ્રશ્ન – વિમાનનો અવાજ તેના પસાર થઇ ગયા પછી કેમ સંભળાય છે?

જવાબ – કેમ કે પ્રકાશની ગતિ અવાજની ગતિથી વધુ ઝડપી હોય છે.

interview

પ્રશ્ન – શું IPL ક્રિકેટનો નાશ કરી રહ્યું છે? તમને ટી 20 અને ટેસ્ટમાં શું પસંદ છે?

જવાબ – આ પ્રશ્ન એક IAS ઉમેદવારને પૂછવામાં આવ્યો હતો તેણે જવાબ આપ્યો કે, રમતના બંને ફોર્મેટ માટે અલગ-અલગ સ્કીલની જરૂર પડે છે. IPL ની અલગ જ ફેન ફોલોઈંગ છે. એટલા માટે ટેસ્ટ અને આઈપીએલ બંને રમત માટે ખેલાડીને અલગ રીતે રમવું પડે છે. અંગત રીતે હું ટેસ્ટ પસંદ કરુ છું કેમ કે તેમાં વધુ શિસ્ત, ફોકસ અને ફીટનેશની જરૂર પડે છે.

પ્રશ્ન – શું કોઈ પુરુષ માટે તે સંભવ છે કે તે પોતાની વિધવા પતિની બહેન સાથે લગ્ન કરી શકે?

જવાબ – નહિ કેમ કે તે પુરુષ મરી ગયો છે.

પ્રશ્ન – શું થશે જો પૃથ્વી ઊંધું ફરવાનું શરુ કરી દે?

જવાબ – પૃથ્વી જો ઊંધી ફરશે તો હવા પણ પોતાની દિશા બદલી નાખશે. પૃથ્વીનો પશ્ચિમ ભાગ ઠંડો અને પૃથ્વીનો પૂર્વી ભાગ ગરમ થઇ જશે. સૌથી મોટો ફેરફાર હવામાનનો રહેશે. આજે દુનિયામાં સરેરાશ 420 લાખ વર્ગ કિમી જેટલો ભાગ રણ છે. જો પૃથ્વી ઊંધી ફરવા લાગે તો તે ઘટીને 310 લાખ વર્ગ કિમી થઇ જશે. દરેક જગ્યાએ હરિયાળી જ જોવા મળશે.

સહારાનું રણ આખું નાશ થઇ જશે. બાઝિલ અને આર્જેટીના તે બંને દુનિયાનું સૌથી મોટું રણ બની જશે. બદલાતા હવામાનને કારણે જ અલગ અલગ જીવ જંતુ સમુદ્રમાં અલગ સ્થાને મળી આવે. પૃથ્વી ઊંધું ફરવાનું શરુ કરી દે, તો એવું કાંઈ ન રહે જેવું આજે છે. કદાચ જીવનનો વિકાસ એક અલગ રૂપ લે. બની શકે છે કે માણસનું અસ્તિત્વ જ ન હોય.

પ્રશ્ન – ક્યા દેશમાં સોનાના ATM ઉપલબ્ધ છે?

જવાબ – દુબઈમાં.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.