ચ્યુઇંગમ ગળી લીધા પછી શું થાય છે શરીરની અંદર, જાણો પૂર્ણ સત્ય

શું ચુઈન્ગમ ગળ્યા પછી 7 વર્ષ સુધી પેટમાં ચીપકી રહે છે? જાણો ચ્યુઇંગમ વિશેની સાચી જાણકારી

બાળપણમાં આપણને ગ્રુપના મોટા એવું કહીને ગભરાવતા હતા કે ભૂલથી ચ્યુઇંગ ગમ ગળી ગયા તો તે 7 વર્ષ પેટની અંદર ચીપકેલુ રહે છે. આ ભયથી ન જાણે કેટલાક બાળકોએ ચ્યુઇંગમ ખાવાનું જ બંધ કરી દીધું કે પછી ખુબ ધ્યાન અને સાવચેતીથી ખાતા હતા. મોટાભાગના બાળકો ચ્યુઇંગમનો સ્વાદ પૂરો થતા જ તેને ફેંકી દેતા હતા.

બાળપણના આ ‘તથ્ય’ પાછળ શું છે હકીકત? ચ્યુઇંગમ ગળવા પર શું થશે? : Healthline ના એક લેખની માનીએ તો ચ્યુઇંગ ગમ સાવચેતીથી ચાવવી જોઈએ પરંતુ ભૂલથી ગળી ગયા તો કોઈ ગભરાવવાની વાત નથી. સંડાસની સાથે લગભગ 40 કલાક પછી ચ્યુઇંગ ગમ નીકળી જાય છે, બાકી ખાવા-પીવાની વસ્તુઓની જેમ જ આ પ્રક્રિયા થાય છે. જો તમે ઓછા સમયમાં ઘણી બધી ચ્યુઇંગમ ગળી લીધી છે તો તેનાથી તમારા ઇન્ટેસ્ટાઇનમાં બ્લોકેજ થઇ શકે છે.

ચ્યુઇંગમ ગળી લીધા પછી શું કરવું જોઈએ? : ચ્યુઇંગ ગમ ગળી લીધા પછી ડોક્ટરની પાસે જવાની જરૂર નથી કારણ કે આ પાચક માર્ગથી બહાર નીકળી જાય છે. જો કોઈએ ઘણા બધા ચ્યુઇંગમ અને અન્ય પદાર્થ ગળી લીધા છે જેને પચાવી શકતા નથી તો તેનાથી બ્લોકેજ થઇ શકે છે. એવામાં સર્જરી કરીને વસ્તુઓને કાઢવી પડે છે. બ્લોકેજના લક્ષણની વાત કરવામાં આવે તો પેટમાં દુખાવો, કબજિયાત અને ઉલ્ટીઓ.

કેવી રીતે બને છે ચ્યુઇંગ ગમ : દ્રિતીય વિશ્વ યુદ્ધ પહેલા સુધી, મધ્ય અમેરિકામાં જોવા મળતા Sapodilla ઝાડના રસમાં ફ્લેવર્સ નાખીને બનાવવામાં આવતું હતું ચ્યુઇંગમ. આજકાલ ગમ બેસથી બનાવવામાં આવે છે ચ્યુઇંગમ. ગમ બેસ, Polymers, Plasticizers અને Resinsનું મિશ્રણ છે. તેને Food-Grade Softeners, Preservatives, Sweeteners, કલર, ફ્લેવર્સની સાથે મિક્ષ કરવામાં આવે છે. ગમમાં પાઉડર્ડ કે Hard Polyol Coating હોય છે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.