દોસ્તી શું હોય છે 89 વર્ષની આ મહિલા પાસેથી શીખો, 11 ની હતી ત્યારે પહેલી વખત મળી હતી, હવે આવું છે જીવન

દોસ્તી! આ શબ્દ પોતાની રીતે ઘણો મોટો છે. દોસ્તીમાં જે મજા અને અનુકુળતા રહે છે ઘણી વખત તે નજીકના સંબંધોમાં પણ નથી જોવા મળતી. આપણા બધાના જીવનમાં આમ તો ઘણા બધા દોસ્ત હોય છે, પરંતુ એક છોકરો કે છોકરી એવા હોય છે જેને આપણે આપણા સાચા દોસ્ત માનીએ છીએ. આ સાચા દોસ્ત સાથે આપણે વધુમાં વધુ સમય પસાર કરવાનો પ્રયાસ પણ કરીએ છીએ.

આમ તો જીવનમાં ઘણી એવી ઘટનાઓ હોય છે જેના કારણે દોસ્તી અમુક સમય પછી છૂટી જાય છે. તેવામાં આજે અમે તમને બે એવા દોસ્તોની સ્ટોરી સંભળાવવા જઈ રહ્યા છીએ, જે છેલ્લા ૭૮ વર્ષથી બેસ્ટ ફ્રેન્ડ છે. એટલું જ નહિ આજે તેની દોસ્તી એવા સ્ટેજ સુધી પહોંચી ગઈ છે કે, તે બંને પોતાનું ગઢપણ એક સાથે એક જ ઘરમાં રહીને પસાર કરી રહ્યા છે. તેની દોસ્તીની સ્ટોરી સાંભળીને તમને બધાને પણ આવી દોસ્તી નિભાવવાની પ્રેરણા જરૂર મળશે.

આમને મળો, આ છે બેસ્ટ ફ્રેન્ડ ફોરએવર (BFF) ઓલિવ અને કેથલીન (Olive and Kathleen). વાત ૧૯૪૧ ના સમયથી શરુ થાય છે. ત્યારે તે બંનેની ઉંમર ૧૧ વર્ષની હતી. તે બંને ન માત્ર આડોસ પાડોસમાં રહેતી હતી પરંતુ એક જ સ્કુલમાં સાથે ભણતી હતી. બસ ત્યારથી તેમની દોસ્તીની શરુઆત થઇ અને તે દોસ્તી સમય સાથે સાથે વધુ મજબુત બનતી ગઈ. જયારે આ બંને મોટી થઇ તો તેમણે એક જ કંપનીમાં કામ કર્યું. બંનેના અગલ અલગ ઘરે લગ્ન તો થયા તેમ છતાં પણ તે એક બીજાના સંપર્કમાં રહી, એવી રીતે સમય પસાર થતો ગયો અને તે વૃદ્ધ થતી ગઈ.

વર્ષ ૧૯૮૯ માં કેથલીનના પતિનું અવસાન થઇ ગયું. થોડા વર્ષો તેણે પોતાના બાળકોની સંભાળ રાખી, પરંતુ જ્યારે તે મોટા થઇ ગયા તો પોતે ફેમીલીથી અલગ થઇને બેરી હિલ પાર્ક કેયર હોમ જઈને રહેવા લાગી. તો તેની બેસ્ટ ફ્રેન્ડ ઓલિવના પતિનું અવસાન ૨૦૦૪ માં થયું. તેને પણ બે દીકરીઓ છે. આમ તો પાછળથી ઓલિવે પણ ઘર છોડી દીધું અને તે પણ તે જ કેયર હોમમાં જઈને રહેવા લાગી જ્યાં તેની બેસ્ટ ફ્રેન્ડ કેથલીન રહે છે.

આ બંનેએ એક સાથે એક જ જગ્યાએ રહેવાનો નિર્ણય એટલા માટે કર્યો, જેથી સાથે વધુ સમય પસાર કરી શકે. આ બંને પોતાના ગઢપણનો સમય એક બીજા સાથે જુના સમયની જેમ પસાર કરવા માગતી હતી. એ કારણ હતું કે દોસ્તી ખાતર બંનેએ પોતાના ઘર પણ છોડી દીધા અને હવે સાથે રહેવા લાગી છે.

વર્તમાનમાં બંને બેસ્ટ ફ્રેન્ડની ઉંમર ૮૯ વર્ષ છે. કેથલીનના કહેવા મુજબ તે ઉંમરના એ સ્ટેજ ઉપર હતી જયારે તેની સાથે વાતચિત કરવા અને સાથ આપવા માટે કોઈ ન હતું. તેવામાં તેની બેસ્ટ ફ્રેન્ડ ઓલિવે તેને સાથ આપ્યો. હવે બંને સાથે રહે છે તો એવું લાગી રહ્યું છે સમજો કે, સ્કુલનો સમય ફરી વખત આવી ગયો હોય.

આજના સમયમાં જ્યાં લોકો પોતાના લોહીના સંબંધોને સારી રીતે વરસો વરસ નથી નિભાવી શકતા, અને આ બે મહિલાઓએ પોતાની દોસ્તીને ૭૮ વર્ષ સુધી જાળવી રાખી અને આગળ સુધી પણ લઇ ગયા. તે પોતાની રીતે ઘણી મોટી અને પ્રેરણાદાયક વાત છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.