મૃત્યુ પછી કેવી હોય છે દુનિયા? સોશિયલ મીડિયા પર ઘણી વાંચવામાં આવી રહી છે આ વ્યક્તિની થિયરી.

લોકોને ખુબ પસંદ આવી રહી છે આ વ્યક્તિની થિયરી, જણાવ્યું – મૃત્યુ પછી કેવી હોય છે દુનિયા? કહેવાય છે કે મૃત્યુ દુનિયાનું સૌથી મોટું સત્ય છે. આમ તો મૃત્યુ પછીની દુનિયા કેવી હોય છે, તેને લઈને સો ટકા દાવો કોઈ નથી કરી શકતું. પણ હાલમાં એક ટિકટોક યુઝરની એક નવી થિયરી ઘણી ફેમસ થઇ રહી છે, જેમાં તે વ્યક્તિએ પોતાની થિયરીના આધારે મૃત્યુ પછી થનારી બાબતોને લઈને એક લોજીકલ નિવેદન આપવાનો પ્રયત્ન કર્યો છે.

બ્રેન્ડન મોનહોલેન નામના એક વ્યક્તિને એક ટિકટોક યુઝરે પૂછ્યું કે, ખરેખર તે કઈ એવી થિયરી છે જે જાણીને તમે ચકિત રહી ગયા હતા? તેના વિષે વાત કરતા બ્રેન્ડને કહ્યું કે, એક વ્યક્તિએ કહ્યું કે મને નથી ખબર કે આ થિયરી સાચી છે કે નહિ પરંતુ મેં તેને છ મહિના પહેલા વાંચી હતી, અને મેં તેને શેયર કરવાનું વિચાર્યું હતું. ત્યારે શું થશે જ્યારે આપણે મરી જઈએ અને આપણને ખબર પડે કે મરતી વખતે જે એક ઝાંખો એવો પ્રકાશ સુરંગમાંથી આવી રહ્યો હોય છે (જેમ કે હંમેશા ફિલ્મોમાં દેખાડવામાં આવે છે) તે બીજું કાંઈ નહિ પરંતુ કોઈ હોસ્પિટલનો પ્રકાશ છે?

તેમણે આગળ જણાવ્યું કે, અને પછી આપણે હોસ્પિટલમાં જન્મ લઈએ છીએ, અને જન્મ લેતી વખતે તમે એટલા માટે રડો છો કારણ કે તમને તમારા પાછળના જીવનનું બધું જ યાદ હોય છે. તમારું મૃત્યુ થઇ ગયું હોય છે અને તમે તમારું બધું ગુમાવીને એક નવી શરુઆત કરી છે. જેમ જેમ તમે મોટા થતા જાવ છો, તમે તમારા પાછળના જીવનને ભૂલતા રહો છો અને તમારા વર્તમાન જીવન ઉપર ફોકસ કરી રહ્યા હો છો.

બ્રેન્ડને તે ઉપરાંત ડેજા વુ ને લઈને પણ તેમનું મંતવ્ય રજુ કર્યું. ડેજા વુ એટલે કોઈ નવી કે અજાણી જગ્યા ઉપર પહોંચીને એવો અનુભવ કરવો કે તમે પહેલા પણ આ જગ્યા ઉપર આવી ચુક્યા છો. ડેજા વુ એક ફ્રેચ શબ્દ છે જેનો અર્થ થાય છે ‘પહેલા પણ અનુભવેલું.’ બ્રેન્ડને કહ્યું કે, જેમ જેમ તમે તમારા જુના જીવનને ભૂલી રહ્યા હોવ છો, તેમ તેમ તમારા મગજના કોઈ ખૂણામાં કાંઈક યાદો રહી જાય છે, અને તે મેમરી ડેજા વુ જેવો અનુભવ આપે છે.

અહિયાં આ થિયરીને સાંભળીને ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ અસંતુષ્ટ જોવા મળ્યા અને ઘણા લોકોએ આ થિયરીની સરખામણી પ્રસિદ્ધ ડાર્ક ડ્રામા શો બ્લેક મિરર સાથે કરી દીધી. અને ઘણા લોકોનું એવું પણ કહેવું હતું કે, દુનિયામાં જે ઝડપથી વસ્તી વધી રહી છે, તે જોતા આ થિયરી ઘણે અંશે સાચી જણાય છે. સોશિયલ મીડિયા ઉપર આ થિયરી ફેમસ થઇ રહી છે.

તે ઉપરાંત એક બીજા ટિકટોક યુઝરે પોતાના વિડીયોની મદદથી ડેજા વુ ના કન્સેપ્ટનું વર્ણન કર્યું. ડો. કરણ રાજના જણાવ્યા મુજબ, ડેજા વુ આપણા મગજમાં એક ગ્લિચ હોય છે. જયારે કોઈ શોર્ટ ટર્મ મેમરી ભૂલથી લોંગ ટર્મ મેમરીમાં સ્ટોર થઇ જાય છે, તો એવું લાગે છે કે આ ઘટના પહેલા પણ બની ચુકી છે. કારણ કે આપણું મગજ આપણને કહી રહ્યું હોય છે કે, આ એક જૂની મેમરી છે. પરંતુ ડેજા વુ કાંઈ નહિ બસ આપણા મગજની કરામત છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.