જાણો શું છે થીએટર કમાન્ડ? જેના બનતા જ ભારતીય આર્મી બની જશે ‘બાહુબલી’

જનરલ બિપિન રાવતે દેશના પહેલા ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ (CDS) બનતા જ કહ્યું કે, ભવિષ્યમાં દેશમાં થિએટર કમાન્ડ્સ (Theater Commands) બનાવવામાં આવશે. જેથી યુદ્ધ દરમિયાન શત્રુની સ્થિતિ બગાડવા માટે રણનીતિ સરળતાથી બની શકે. થિએટર કમાન્ડ દેશ માટે કેમ જરૂરી છે? શું છે થિએટર કમાન્ડ? ક્યાં ક્યાં બનાવી શકાય છે થિએટર કમાન્ડ? એનાથી કેટલી સરળતા થશે? આ બધા વિષે તેમને અહીં માહિતી મળશે.

થિએટર કમાન્ડથી શત્રુ પર થશે અચૂક પ્રહાર :

થિએટર કમાન્ડનો સૌથી યોગ્ય ઉપયોગ યુદ્ધ દરમિયાન ત્યારે થાય છે, જયારે વાત ત્રણેય સેનાઓ વચ્ચે સમન્વયની હોય છે. યુદ્ધ સમયે ત્રણેય સેનાઓ વચ્ચે તાલમેલ બનાવી રાખવા માટે આ કમાન્ડ ઘણો ઉપયોગી હોય છે. અહીંથી બનેલી રણનીતિઓ અનુસાર શત્રુ પર અચૂક પ્રહાર કરવામાં સરળતા થઈ જાય છે. એ જ કારણ છે કે, સેના, વાયુસેના અને નૌસેનાને એક સાથે લાવીને ઇન્ટીગ્રેટેડ થીએટર કમાન્ડ બનાવવાની વાત થઈ રહી છે.

કઈ રીતે બનાવવામાં આવે છે થિએટર કમાન્ડ?

દેશના ભૌગોલિક અને રણનૈતિક ક્ષેત્રને જોતા દેશની ત્રણેય સેનાઓ અને અન્ય સૈન્ય બળોને એક સાથે લાવવામાં આવે છે. આ કમાન્ડનો એક જ ઓપરેશનલ કમાન્ડર હોય છે. ભૌગોલિક ક્ષેત્રોમાં આ પસંદગી એટલા માટે કરવામાં આવે છે, જેથી સમાન ભૂગોળ વાળા યુદ્ધ ક્ષેત્રને સરળતાથી હેન્ડલ કરી શકાય. જેમ કે હિમાલયના પહાડ, રાજસ્થાનનું રણ અને ગુજરાતનું કચ્છ વગેરે.

થિએટર કમાન્ડથી ખર્ચ ઘટશે, બચત થશે :

થિએટર કમાન્ડથી એ સુનિશ્ચિત થઈ જાય છે કે, ત્રણેય સેનાઓ વચ્ચે સમન્વય બન્યો છે અને તે એકસાથે કામ કરવા તૈયાર છે. આ રીતનો કમાન્ડ બનાવવાથી ખર્ચ ઓછો થાય છે અને બચત થાય છે. સાથે જ સંસાધનોનો યોગ્ય ઉપયોગ થાય છે.

દેશમાં હજી પણ છે એક થિએટર કમાન્ડ?

અત્યારે દેશમાં ફક્ત એક થિએટર કમાન્ડ છે. એની સ્થાપના વર્ષ 2001 માં અંદમાન નિકોબારમાં કરવામાં આવી હતી. આમ તો દેશમાં અત્યારે ત્રણેય સેનાઓના અલગ અલગ 17 કમાન્ડ છે. 7 થલ સેના(આર્મી), 7 વાયુસેના(એયરફોર્સ) અને 3 નૌસેના(નેવી) પાસે. એના સિવાય એક સ્ટ્રેટૈજીક ફોર્સીસ કમાન્ડ છે, જે પરમાણુ શસ્ત્રગારને સુરક્ષા આપે છે અને એને સાચવે છે. એની સ્થાપના વર્ષ 2003 માં થઈ હતી.

થિએટર કમાન્ડની જરૂર શા માટે છે?

અત્યારે દેશમાં લગભગ 15 લાખ સશક્ત સૈન્ય બળ છે. એને સંગઠિત અને એકજુથ કરવા માટે થીએટર કમાન્ડની જરૂર છે. એક સાથે કમાન્ડ લાવવા પર સૈન્યબળોના આધુનિકીકરણનો ખર્ચ ઓછો થઈ જશે. કોઈ પણ આધુનિક ટેક્નિકનો પ્રયોગ ફક્ત એક જ સેના નહિ કરશે, પણ એ કમાન્ડની અંદર આવતા બધા સૈન્ય બળોને એનો લાભ મળશે.

17 સિંગલ કમાન્ડને 6 થિએટર કમાન્ડમાં લાવવાની સલાહ :

દેશમાં અત્યારે 17 સિંગલ કમાન્ડ છે. રક્ષા સૂત્રોનું માનીએ તો આ સિંગલ કમાન્ડને ભેગા કરીને ઓછામાં ઓછા 4 અથવા 6 થિએટર કમાન્ડ બનાવી શકાય છે. તે કમાન્ડ નીચે મુજબ હશે.

પશ્ચિમી થિએટર કમાન્ડ : એના અંતર્ગત પાકિસ્તાનની સીમા સાથે જોડાયેલા પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના કચ્છ સુધીનો વિસ્તાર આવશે. અત્યારે આ ક્ષેત્રની દેખરેખ પશ્ચિમી, દક્ષિણ-પશ્ચિમી અને દક્ષિણી કમાન્ડ કરી રહ્યા છે.

ઉત્તરી થિએટર કમાન્ડ : એટલે કે જમ્મુ કશ્મીર અને લદ્દાખનો પહાડી વિસ્તાર. આ કમાન્ડથી પાકિસ્તાન અને ચીન પર નજર રાખી શકાશે. અત્યારે આ ઉત્તરી કમાન્ડ અંતર્ગત આવે છે.

પૂર્વી થીએટર કમાન્ડ : દેશના ઉત્તર-પૂર્વ ભાગ સાથે જોડાયેલા ચીન, બાંગ્લાદેશ અને મ્યાનમારની સીમાઓની દેખરેખ માટે બનાવવામાં આવનારો થિએટર કમાન્ડ. અત્યારે આ વિસ્તારને સેના અને વાયુસેનાનો પૂર્વ કમાન્ડ જોઈ રહી છે.

દક્ષિણી થિએટર કમાન્ડ : દેશના ત્રણેય તટોની સુરક્ષા માટે બનાવવામાં આવનારો એકિકૃત કમાન્ડ. એટલે પશ્ચિમી, પૂર્વ અને દક્ષિણી તટોની સુરક્ષા કરવા વાળો કમાન્ડ. અત્યારે અહીં નૌસેના અને વાયુસેનાના કમાન્ડ આવે છે. અંદમાનનો થિએટર કમાન્ડ પણ આના અંતર્ગત આવશે.

એરોસ્પેસ થીએટર કમાન્ડ : આ થિએટર કમાન્ડ દેશના આકાશની સુરક્ષા કરશે. એટલે અહીંથી મિસાઈલ ડિફેન્સ જેવા કામ થશે. સાથે જ આકાશમાંથી થતા હુમલા પણ રોકી શકાશે.

લોજિસ્ટિક થિએટર કમાન્ડ : આ કમાન્ડ દેશના બધા થિએટર કમાન્ડ વચ્ચે સાધન-સામગ્રી પહોંચાડવાનું કામ કરશે. એના સિવાય વિદેશોના થિએટર કમાન્ડ સાથે તાલમેલ બેસાડવાનું કામ પણ કરશે.

અમેરિકા પાસે 11, ચીન પાસે 5 થિએટર કમાન્ડસ :

અમેરિકામાં અત્યારે કુલ મળીને 11 થિએટર કમાન્ડ છે. એમાંથી 6 આખી દુનિયાને કવર કરે છે. તેમજ ચીન પાસે પણ 5 થિએટર કમાન્ડ છે. ચીન ભારતને પોતાના પશ્ચિમી થિએટર કમાન્ડ દ્વારા હેન્ડલ કરે છે. આ કમાન્ડથી તે ભારત-ચીન સીમા પર દેખરેખ રાખે છે.

અત્યાર સુધી કેમ નહિ બનાવી શક્યા થિએટર કમાન્ડ?

અત્યાર સુધી થિએટર કમાન્ડ એટલા માટે નહિ બનાવી શક્યા કારણ કે, એને લઈને ત્રણેય સેનાઓના પ્રમુખોમાં મતભેદ હતો. થલ સેનાનું માનવું હતું કે, સશસ્ત્ર બળોના સંયુક્ત દ્રષ્ટિકોણથી કામ કરવું જોઈએ, જેથી ઉપલબ્ધ સંશાધનોનો યોગ્ય ઉપયોગ થઈ શકે. પણ વાયુસેના કહેતી હતી કે એમની પાસે પર્યાપ્ત સંશાધન નથી. વાયુસેના કહેતી હતી કે, ભારત ભૌગોલિક દ્રષ્ટિથી એટલો મોટો નથી કે થિએટર કમાન્ડ્સની જરૂર પડે. નેવી પણ વર્તમાન મોડલને ઉપયુક્ત માને છે.

થિએટર કમાન્ડ ન બની શકવાનું સૌથી મોટું કારણ :

આ પ્રકારના કમાન્ડના ગઠનથી સેનાઓને પોતાની સ્વતંત્રતા અને મહત્વ ઓછું થવાની સંભાવના છે. એમને શંકા છે કે, જો વર્તમાન પદ્ધતિની જગ્યાએ થિએટર કમાન્ડ લાગુ થશે, તો એમને મળેલા ચાર સ્ટાર રેંક(4 star rank) માં ઘટાડો આવશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.