ઘરમાં પૂજાનું સ્થળ કેવું હોવું જોઈએ? જાણો તેની સાથે જોડાયેલી અગત્યની વાતો.

જાણી લો પોતાના ઘરના વાસ્તુ અનુસાર પૂજા ઘરનું સ્થાન કઈ જગ્યાએ હોવું જોઈએ અને કઈ ભૂલો કરવાથી બચવું જોઈએ?

ઘણીવાર એવું થાય છે કે, તમે મંદિરમાં ભગવાનના દર્શન કરવા નથી જઈ શકતા. તો એવા સમયે પ્રશ્ન એ થાય છે કે શું કરવું જેથી ભગવાનના આશીર્વાદ બની રહે? આમ પણ આજકાલના ભાગદોડવાળા જીવનમાં હંમેશા દિનચર્યા ઘણી વ્યસ્ત થવાથી તમે રોજ મંદિરે નથી જઈ શકતા. એટલા માટે ઘરમાં બનેલા નાના અથવા મોટા પૂજા સ્થળ પર જ પોતાના ઇષ્ટનું સ્મરણ કરવામાં આવે છે. એવામાં તમારે એ જાણવું જરૂરી બની જાય છે કે, ઘરમાં તમારું ઘરમંદિર ક્યાં હોય, કેવું હોય, તેમાં કઈ મૂર્તિ હોય, કેટલી મૂર્તિ હોય, કઈ મૂર્તિ ન હોય, દિશા કઈ હોય? વગેરે વગેરે.

ઘર ભલે નાનું હોય અથવા મોટું, પોતાનું હોય કે ભાડાનું, પણ દરેક ઘરમાં મંદિર જરૂર હોય છે. ઘણી વાર પૂજા-પાઠ માટે સ્થાન બનાવતા સમયે જાણે-અજાણે લોકોથી નાની-મોટી વાસ્તુ સંબંધી ભૂલ થઈ જાય છે. આ ભૂલોને કારણે પૂજાનું ફળ વ્યક્તિને પ્રાપ્ત નથી થઇ શકતું.

સુખ શાંતિ અને સકારાત્મક ઉર્જા બનાવી રાખવા માટે ઘરમાં મંદિરનું ઉચિત સ્થાન પર હોવું પણ ઘણું જરૂરી છે.

પૂજા ઘર હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશામાં જ હોવું જોઈએ. મંદિરનું પશ્ચિમ અથવા દક્ષિણ દિશામાં હોવું અશુભ ફળોનું કારણ બની શકે છે.

ઘરમાં મંદિર અથવા પૂજાઘરની ઉપર અથવા આસપાસ શૌચાલય પણ નહિ હોવું જોઈએ. મંદિરને રસોડામાં બનાવવું પણ વાસ્તુના હિસાબે યોગ્ય નથી માનવામાં આવતું.

ભગવાનની મૂર્તિઓને એકબીજાથી ઓછામાં ઓછા 1 ઇંચના અંતરે રાખો. એક જ ઘરમાં ઘણા મંદિર ન બનાવો નહિ તો માનસિક, શારીરિક અને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

દાદરાની નીચે અથવા ભોંયરામાં ભૂલથી પણ મંદિર ન બનાવો. એવું કરવાથી પૂજા-અર્ચનાનું ફળ નથી મળતું.

ધ્યાન રહે કે, ઘરમાં જ્યાં મંદિર હોય તે તરફ પગ રાખીને ઊંઘવું જોઈએ નહિ.

પૂજાઘરનો દરવાજો ટીન અથવા લોખંડનો નહિ હોવો જોઈએ. પૂજા ઘર શૌચાલયની બરાબર ઉપર અથવા નીચે નહિ હોવું જોઈએ. પૂજા ઘર શયન-કક્ષ (બેડરૂમ) માં ન બનાવો.

ઘરમાં બે શિવલિંગ, ત્રણ ગણેશ, બે શંખ, બે સૂર્ય-પ્રતિમા(મૂર્તિ), ત્રણ દેવી-પ્રતિમા, બે દ્વારકાના (ગોમતી) ચક્ર અને બે શાલિગ્રામનું પૂજન કરવાથી ગૃહસ્વામીને અશાંતિ પ્રાપ્ત થાય છે.

પૂજા ઘરનો રંગ સફેદ અથવા હલકો ક્રીમ હોવો જોઈએ. ભગવાનનો ફોટો અથવા મૂર્તિ આદિ નૈઋત્ય કોણમાં ન મુકો. તેનાથી બનતા કામોમાં અડચણ આવે છે. મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા તે દેવતાના પ્રમુખ દિવસ પણ જ કરો, અથવા જયારે ચંદ્ર પૂર્ણ હોય અર્થાત 5,10,15 તિથિના દિવસે જ મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા કરો.

શયનકક્ષમાં પૂજા સ્થળ નહિ હોવું જોઈએ. જો જગ્યાની અછતને કારણે મંદિર શયનકક્ષમાં બનાવો છો, તો મંદિરની ચારેય તરફ પડદા લગાવી દો. તેના શિવાય શયનકક્ષની ઉત્તર પૂર્વ દિશામાં પૂજાસ્થળ હોવું જોઈએ.

બ્રહ્મા, વિષ્ણુ, શિવ, સૂર્ય, કાર્તિકેય, ગણેશ અને દુર્ગાની મૂર્તિઓના મુખ પશ્ચિમ દિશા તરફ હોવા જોઈએ. કુબેર અને ભૈરવનું મુખ દક્ષિણ તરફ હોવું જોઈએ. હનુમાનજીની મૂર્તિનું મુખ દક્ષિણ અથવા નૈઋત્ય તરફ હોવું જોઈએ. ઉગ્ર દેવતા (જેમ કે કાળી માં) ની સ્થાપના ઘરમાં ન કરો.

રસોડું, શૌચાલય અને પૂજાઘર એકબીજાની નજીક ન બનાવો. ઘરમાં દાદરાની નીચે પૂજાઘર નહિ હોવું જોઈએ. પૂજન કક્ષમાં મૃતાત્માઓનો ફોટા વર્જિત છે. કોઈ પણ શ્રીદેવતાની તૂટેલી મૂર્તિ અથવા ફોટા તેમજ સૌંદર્ય પ્રસાધનનો સામાન, ઝાડુ અને બિનજરૂરી સમાન પૂજન કક્ષમાં રાખવો નહિ.

ભગવાનનો ચહેરો ઢંકાવો જોઈએ નહિ, અહીં સુધી કે ફૂલ-માળાથી પણ ચહેરો ઢંકાવો નહિ જોઈએ.

આ માહિતી ધ ઇન્ડિયન પોસ્ટ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.