બુધનો આપણા જીવનમાં શું છે ફાળો? જાણો તેને મજબૂત કરવાના સરળ ઉપાય.

આપણા જીવનમાં બુધ ગ્રહ ભજવે છે આ ભૂમિકા, આ ઉપાય દ્વારા તેને મજબૂત કરી શકો છો. બુધને ગ્રહોના યુવરાજ કહેવામાં આવે છે. તેને અત્યંત બુદ્ધિમાન અને સુકુમાર માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે, બુધ વ્યક્તિની બુદ્ધિ વાણી અને હાર્મોન્સને પ્રભાવિત કરે છે. બુધથી વ્યક્તિને ધન અને ગાણિતિક બાબતોમાં સફળતા મળે છે. જો બુધ નબળો હોય તો વ્યક્તિની બુદ્ધિ તીવ્ર નથી થતી અને તેને શિક્ષણ પ્રાપ્ત કરવામાં મુશ્કેલી થાય છે. બુધ નબળો હોવાથી વ્યક્તિને વાણી અથવા ત્વચાની સમસ્યા પણ થઈ શકે છે.

પૌરાણિક માન્યતા અનુસાર બુધની માતા તારા છે અને પિતા ચંદ્ર છે, અને તેનું બુધ નામ બ્રહ્માજીએ રાખ્યું હતું. બુધ ગ્રહ ભગવાન નારાયણનું પણ પ્રતિનિધિત્વ કરે છે. હિંદુ ધર્મમાં બુધને દેવની ઉપાધિ પ્રાપ્ત છે અને અઠવાડિયામાં બુધવારનો દિવસ બુધદેવને સમર્પિત છે.

બુધ ગ્રહનો સંબંધ માણસની સુંદરતા, બુદ્ધિ, વાણી અને એકાગ્રતા સાથે હોય છે. જો માણસ સાથે આમાંથી કોઈ પણ સમાસ્યા થઈ હોય તો તેનો સીધો સંબંધ તમારી કુંડળીમાં રહેલા બુધ ગ્રહ સાથે હોય છે. તો આવો જાણીએ કુંડળીમાં બુધને કઈ રીતે મજબૂત કરી શકાય.

green vegetables
green vegetables

બુધનો સંબંધ ભોજન સાથે માનવામાં આવે છે. ભોજનમાં લીલા શાકભાજીનો પ્રયોગ કરો અને તેને હંમેશા પ્રસન્ન મનથી કરો. ક્યારેક ક્યારેક થોડું ચટપટું ભોજન પણ કરો. દાળમાં હિંગનો પ્રયોગ પણ લાભકારી રહેશે.

રોજ સવારે બ્રશ કર્યા પછી તુલસીના પાંદડાનું સેવન કરો. તુલસીના પાંદડાનું સેવન કર્યા પછી 108 વાર ‘ૐ એં સરસ્વતયૈ નમઃ’ નો જાપ કરો.

દર બુધવારે ભગવાન ગણેશને દુર્વા ચડાવીને તે દુર્વાને પોતાની પાસે રાખો. એવું કરવાથી તમને તેજ બુદ્ધિ, સારી વાણી અને એકાગ્રતા મળશે.

ભગવાન ગણેશની નિયમિત રૂપથી પૂજા અર્ચના કરો.

બહેન, ફોઈ અને માસી જેવા સંબંધ બુધ ગ્રહથી પ્રભાવિત થાય છે, એટલા માટે બુધ ગ્રહને મજબૂત કરવા ઈચ્છો છો, તો આ સંબંધોને ઉત્તમ બનાવી રાખો.

બુધવારના દિવસ ગાયને લીલું ઘાસ અથવા ચારો ખવડાવો.

બુધવારના દિવસ આખા લીલા મગનું દાન જરૂર કરો.

સાથે જ નાક-કાન છેદાવવાથી પણ બુધ સકારાત્મક થાય છે.

વાત-વિચારમાં ઈમાનદારી બનાવી રાખો.

બુધને વ્યવહાર દ્વારા કઈ રીતે ઠીક કરવો?

વાણીને મધુર રાખવાનો પ્રયત્ન કરો. જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી બૂમો પાડવાથી બચો.

mantra jaap
mantra jaap

સંગીતનો પ્રયોગ અને મંત્ર જાપ કરતા રહો.

કાંસાની વીંટી ધારણ કરો.

પોતાના મોસાળ સાથે સંબંધ ઠીક રાખો.

જે લોકોની ત્વચા સંબંધિત બીમારી હોય તે આ ઉપાયોને અપનાવીને બુધ ગ્રહને મજબૂત કરી શકે છે.

રોજ સવારે સૂર્યને પાણી અર્પણ કરો.

વધારેમાં વધારે લીલા શાકભાજી અને સલાડનું સેવન કરો.

પ્રભાવિત જગ્યા પર નારિયેળનું તેલ લગાવો.

ત્વચાની સમસ્યા વધારે હોય તો એક ઓનેક્સ રત્ન પહેરો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.