જો તમે ગાડીની અંદર ફસાઈ ગયા છો અને ગાડી પાણીમાં ડૂબી રહી છે, તો બહાર કેવી રીતે નીકળવું? જાણો.

પાણીમાં ડૂબી રહેલી કારમાંથી બહાર નીકળવા માટે શું કરવું? જાણો એવા સમય માટે ઉપયોગી ટિપ્સ.

ભારત જેવા વિશાળ દેશમાં માર્ગ અકસ્માતમાં દુનિયા છોડવી સામાન્ય વાત બની ગયું છે. હાલમાં જ એક એવી જાણકારી કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આપી હતી કે, દેશમાં દરરોજ 415 લોકો માર્ગ અકસ્માતને કારણે દુનિયા માંથી વિદાય લે છે. માર્ગ અકસ્માતઓ વધુ ગતિ, બીજા વાહન સાથે ટક્કર, ડિવાઈડર સાથે અથડાવું વગેરેથી થાય છે. આ પ્રકારની દુર્ઘટનાઓથી બચવાની ઘણી રીતો છે, જેને લઈને લોકોએ સતર્ક રહેવાની જરૂર છે.

એવામાં લોકોના મનમાં એ સવાલ થાય છે કે, ત્યારે શું થશે જ્યારે કાર પાણીમાં ડૂબી રહી હોય? આ પ્રકારની દુર્ઘટનામાં માણસ પોતાનો જીવ કેવી રીતે બચાવી શકે છે? તો આવો આજે આ પ્રકારની દુર્ઘટનાથી બચવા માટે કેટલીક અસરકારક ટીપ પણ જાણી લઈએ.

ભારતમાં માર્ગ અકસ્માત દરમિયાન વાહનના પાણીમાં ડૂબવાથી પણ ઘણા લોકો દુનિયામાંથી વિદાય લે છે. કાર દુર્ઘટના બિહામણી છે, પણ એક ડૂબતી કારની અંદર ફ સાઈને જીવ ગુમાવવો ઘણું દર્દનાક છે. તે દરમિયાન ડર અને ગભરામણને કારણે માણસ પોતાનો જીવ ગુમાવી બેસે છે. પણ જો તે સંયમથી કામ લે તો તેનો જીવ બચી શકે છે. આ પ્રકારની દુર્ઘટનાઓથી બચવાની કેટલીક અસરકારક રીતો છે.

સૌથી પહેલા શું કરવું?

આ પ્રકારની પરિસ્થિતિમાં સૌથી પહેલા તો ગાડી પાણીમાં પ્રવેશ કરે તે પહેલા તમે દરવાજા ખોલીને કોઈ પણ રીતે નીકળી જાવ. જો ગાડી પાણીમાં વધુ પ્રમાણમાં પ્રવેશ કરી ચુકી છે, તો સૌથી પહેલા તમારી સીટબેલ્ટને ખોલી દો. તે દરમિયાન પાણીના ડરથી ગાડીના કાચ બંધ કરવાને બદલે તેને ખોલી દો અને વહેલામાં વહેલી તકે બહાર નીકળવાનો પ્રયત્ન કરો.

જો તમે ડ્રાઈવર છો તો ‘Brace Position’ અપનાવી લો :

જો તમે ડ્રાઈવર છો તો સૌથી પહેલા Brace Position અપનાવી લો અને બંને હાથને સ્ટીયરીંગ વ્હીલ ઉપર ’10 અને 2′ સ્થિતિમાં રાખી લો. તે દરમિયાન પાણી સાથે ટકરાવાથી વાહનનો પ્રભાવ વાહનમાં રહેલા એયરબેગ સીસ્ટમને બંધ કરી શકે કે. જો ગાડી ધીમે ધીમે પાણીની અંદર જઈ રહી છે તો તે વખતે તમે એક બે ઊંડા શ્વાસ લો અને બચવાની પ્રક્રિયા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. તે દરમિયાન તમારે શાંત રહીને ઓછામાં ઓછા સમયમાં બહાર નીકળવાનો પ્રયત્ન કરવાનો રહેશે. કારને પાણીમાં ડૂબતા પહેલા તમારી પાસે આ કાર્ય કરવા માટે 30-60 સેકંડ હશે ત્યાર પછી બચવું લગભગ અશક્ય હશે.

બારીના કાચને કિનારીથી તોડો : તે દરમિયાન બારીના સ્તરથી ઉપર પાણી વધતા પહેલા તમારી બારી ખોલવા માટે વહેલી તકે કાર્ય કરો. એક વખત પાણી બારીના સ્તરથી ઉપર આવી ગયું છે, તો તેને ખોલવી કે તોડવી લગભગ અશક્ય બની જશે. જો તમે બારી ખોલવામાં સક્ષમ નથી, કે અડધી જ ખુલી શકી છે તો તે વખતે તમારે તેને તોડવાની જરૂર રહેશે. જો ગાડીમાં કોઈ લોખંડનું સાધન નથી રાખવામાં આવ્યું તો કોઈ ભારે વસ્તુ કે પછી સીટ હેડરેસ્ટ કાઢી લો અને તેના લોખંડ વાળા ભાગથી કારના કાચના નીચેના ખૂણા ઉપર ત્યાં સુધી વાર કરો, જ્યાં સુધી તે તૂટી ન જાય.

1 થી 2 મિનીટમાં સંપૂર્ણ રીતે ડૂબી જાય છે ગાડી :

કારનો આગળનો ભાગ સૌથી ભારે હોય છે અને સૌથી પહેલા તેના ડૂબવાની શક્યતા રહે છે. એટલા માટે વિંડશિલ્ડના માધ્યમથી ભાગવાનો પ્રયત્ન ન કરો. વિંડશિલ્ડને બીજી બારીઓની સરખામણીમાં તોડવી ઘણી મુશ્કેલ હોય છે. તેથી ડ્રાઈવરની સાઈડ વિંડો કે રીયર પેસેન્જર વિંડોને સૌથી પહેલા તોડવાનો પ્રયત્ન કરો. કેમ કે કોઈ પણ ગાડી 1 થી 2 મિનીટમાં સંપૂર્ણ રીતે પાણીમાં ડૂબી જાય છે. એ પહેલા જ આ કામ કરી લો.

દુર્ભાગ્યથી આ પ્રકારની સ્થિતિમાં સફળતાપૂર્વક ભાગવાની સંભાવના ઘણી ઓછી રહે છે. જ્યાં સુધી માણસ પાસે ઓક્સીજનની આપૂર્તિ રહેશે તે ત્યાં સુધી જ જીવતા રહી શકશે. એટલા માટે આ પ્રકારની સ્થિતિમાં સતર્કતા સાથે ઘણા ઓછા સમયમાં પોતાને બચાવવાના રહેશે.

આ માહિતી સ્કોપવોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.