વોટ્સએપ યુઝર્સ હવે ગ્રુપ સ્ટીકર્સ કરી શકશે સેંડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

WABetaInfo એ એક ટ્વીટમાં જણાવ્યું કે વોટ્સઅપ વેબ માટે એક ગ્રુપ ફિચર બહાર પાડી દેવામાં આવ્યું છે. આ ફીચરને ઇનેબલ કરવા માટે વેબ યુઝર્સે પોતાની એક્ટીવ સેશનને રીસ્ટાર્ટ કરવાની રહેશે.

ઇન્સ્ટેંન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે પોતાના એન્ડ્રોઇડ અને iOS યુઝર્સ માટે ગ્રુપ સ્ટીકર્સ બહાર પાડી દીધું છે. તેને યુઝર્સ માટે રોલઆઉટ પણ કરવામાં આવી રહ્યું છે. આ માત્ર એન્ડ્રોઇડ અને iOS યુઝર્સ માટે જ નથી પરંતુ વેબ યુઝર્સ માટે પણ તેણે બહાર પાડવામાં આવ્યું છે. સમાચારો મુજબ આ ફીચરને ઓગસ્ટ મહિનાથી ટેસ્ટ કરવામાં આવી રહ્યું હતું. હવે આખરી સ્વરૂપમાં તેને બહાર પાડવામાં આવી રહ્યું છે.

WABetaInfo એ એક ટ્વીટમાં જણાવ્યું કે વોટ્સઅપ વેબ માટે ગ્રુપ ફીચર પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ ફીચરને ઇનેબલ કરવા માટે વેબ યુઝર્સે પોતાના એક્ટીવ સેશનને રીસ્ટાર્ટ કરવાનું રહેશે. હમણાં તમને આ ગ્રુપ સ્ટીકર ફીચરને રોલઆઈટ કરવામાં આવી રહ્યા છે. આવનારા અઠવાડિયામાં તેને બધા યુઝર્સ ઉપયોગ કરી શકશે. જયારે અમે વોટ્સઅપ વેબમાં તેને ટેસ્ટ કર્યું તો તે સ્ટીકર ગ્રુપમાં ન જોવા મળ્યું.

પરંતુ વોટ્સઅપની મોબાઈલ એપ ઉપર તેને ગ્રુપમાં જોઈ શકાય છે. જો તમે આ ફીચરનો ઉપયોગ કરવા માગો છો તો નીચે અમે તમને તેની સ્ટેપ બાય સ્ટેપ જાણકારી આપી રહ્યા છીએ.

તેના માટે સૌથી પહેલા તમારે તમારું વોટ્સઅપ અપડેટ કરવાનું રહેશે.

ત્યાર પછી તમારે કોઈપણ ચેટમાં જઈને નીચે ટેક્સ્ટ બોક્સમાં નીચેની તરફ આપવામાં આવેલા સ્માઈલી ઉપર ટેપ કરવાનું રહેશે.

ત્યાર પછી સૌથી નીચે ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા હશે જેમાંથી છેલ્લા સ્ટીકર વિકલ્પ પર ટેપ કરો.

અહિયાં તમને ઘણા સ્ટીકર જોવા મળશે. તમે તેને ચેટમાં સેન્ડ કરો. ત્યાર પછી ચેટ વિન્ડોને બંધ કરી ફરીથી ઓપન કરો.

હવે તમને મોકલવામાં આવેલા સ્ટીકર્સ ગ્રુપમાં દેખાશે.

આ સાથે જ થોડા નવા સ્ટીકર્સ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ટેક્સ્ટ વિન્ડોની સાઈડમાં + નું નીશાન આપવામાં આવ્યું હશે. તેની ઉપર જયારે તમે ટેપ કરશો તો તમને Cricket Matchup અને Opi નામના સ્ટીકર જોવા મળશે. તેને ડાઉનલોડ કરો.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.