Whatsapp યુઝર્સ સાવધાન : 31 ડિસેમ્બર 2019 પછી આ મોબાઈલ ફોન્સમાં બંધ થઈ જશે વોટ્સએપ

વોટ્સઅપ આજના સમયમાં આપણા બધાના જીવનમાં જરૂરી ભાગ બની ગયું છે, તે દુનિયાની સૌથી પોપુલર ઈંસ્ટેન્ટ મેસેજિંગ એપ છે. ખાસ કરીને ભારતમાં તો તેનો ઉપયોગ ઘણા કરોડો લોકો કરે છે. વોટ્સઅપ આવ્યા પછી આપણે બધા એસએમએસ કરવાનું જેમ કે ભૂલી જ ગયા છીએ. જયારે પણ કોઈને કોઈ સંદેશ, ફોટા કે વિડીયો મોકલવાનો હોય છે તો એવું કહે છે ‘ભાઈ વોટ્સઅપ કરી દેને.’ તેની સાથે જ વોટ્સઅપ ઉપર વોઈસ અને વિડીયો કોલિંગ જેવી આધુનિક સુવિધાઓ મળી રહે છે.

સામાન્ય રીતે આજે બાળકોથી લઈને વૃદ્ધ સુધી દરેક વોટ્સઅપનો ઉપયોગ કરી રહ્યા છે. હવે જરા વિચારો શું થાય? જો આ વોટ્સઅપ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ જ ન હોય. ખાસ કરીને ૩૧ ડીસેમ્બર ૨૦૧૯ પછી થોડા સિલેક્ટેડ મોબાઈલ ફોનના મોડલ્સમાં વોટ્સઅપ ચાલવાનું બંધ થઇ જશે. એટલે કે તમે તે વિશેષ મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છો, તો વોટ્સઅપનો ઉપયોગ નહિ કરી શકો. તો આવો જાણીએ કે ખરેખર કયા મોબાઈલમાં આ દુર્ભાગ્યપૂર્ણ વસ્તુ થવા જઈ રહી છે.

વોટ્સઅપે હાલમાં જ પોતાના બ્લોગ્સ્પોટમાં આ જાણકારી આપી છે કે, જે પણ યુઝર્સ જૂની ઓપરેટીંગ સીસ્ટમ વાળો મોબાઈલ ફોન વાપરી રહ્યા છે તેમાં વોટ્સઅપ નહિ ચાલે. અહિયાં વોટ્સઅપ જે ઓપરેટીંગ સીસ્ટમની વાત કરી રહ્યા છે તે વિંડોઝ બેસ્ડ ફોન છે. એટલે કે તમે વિંડોઝ ઓપરેટીંગ સીસ્ટમ વાળો મોબાઈલ ફોન વાપરી રહ્યા છો તો તેમાં ૩૧ ડીસેમ્બર પછી વોટ્સઅપ નહિ કામ કરે.

તેવામાં લોકોએ નવો અને લેટેસ્ટ ઓપરેટીંગ સીસ્ટમ વાળો ફોન જ ખરીદવાનો રહેશે. વોટ્સઅપે તે વાતની જાણ થોડા સમય પહેલા પણ આપી હતી કે, તે આવનારા વર્ષોમાં તે મોબાઈલ ફોન ઉપર વધુ ધ્યાન આપશે જેનો લોકો વધુમાં વધુ ઉપયોગ કરે છે. નવી અને લેટેસ્ટ ઓપરેટીંગ સીસ્ટમમાં સિક્યોરીટી ફીચર પણ સારા હોય છે. આજના જમાનામાં મોટાભાગના લોકો એન્ડ્રોયડ કે એપ્પલ iOS ઓપરેટીંગ સીસ્ટમ વાળા ફોનનો જ ઉપયોગ કરે છે.

આવતા વર્ષ સુધીમાં iPhone ના આ મોડલમાં પણ નહિ ચાલે વોટ્સઅપ :

વોટ્સઅપના જણાવ્યા મુજબ ૧ ફેબ્રુઆરી ૨૦૨૦ થી એટલે કે લગભગ એક વર્ષ પછી એપલ iPhone ના iOS 8 માટે વોટ્સઅપ સપોર્ટ બંધ કરી દેવામાં આવશે. તેવામાં જો તમે આ વર્ઝન વાળી ઓપરેટીંગ સીસ્ટમ વાપરો છો, તો આવતા વર્ષ તમને વોટ્સઅપ ચલાવવામાં તકલીફ પડી શકે છે. એટલા માટે iOS 8 બેસ્ડ જુના iPhone ખરીદવાથી નુકશાનીમાં પડી શકો છો.

Windows અને iOS 8 ઉપરાંત એન્ડ્રોયડનું 2.3.7 (Gingerbread) કે તેનાથી જુના OS વાળોફોન વાપરનારા યુઝર્સને પણ વોટ્સઅપ વગર રહેવું પડશે. એટલે કે તેના મોબાઈલમાં પણ વોટ્સઅપ કામ કરવાનું બંધ કરી દેશે.

એટલા માટે અમારી સલાહ માનો તો જો તમે આમાંથી કોઈ પણ ઓપરેટીંગ સીસ્ટમ (Windows, iOS 8 કે જુનો, એન્ડ્રોયડ 2.3.7 કે જુની) ઉપયોગ કરી રહ્યા છો તો તે ફોનને વહેલી તકે વેચી દો. તે સેકન્ડ હેન્ડ ફોન ખરીદતા પહેલા તે ચેક કરી લો કે તેમાં અમે બતાવેલા વર્ઝન વાળી ઓપરેટીંગ સીસ્ટમ ન હોય, નહિ તો તમારો મોબાઈલ વોટ્સઅપ ચલાવવાના કામમાં નહિ આવે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.