WhatsApp નું આ નવું ફીચર તમને શરમ જનક કરી શકે છે. ધ્યાન રાખી ડિસેબલ કરી દેજો.

ઇંસ્ટૈન્ટ મેસેજિંગ એપ વોટ્સએપના નવા ફીચર્સ તમારી માટે ફાયદાકારક હોય છે. તો ઘણા ફીચર્સ તમારી સમસ્યાનું કારણ બની શકે છે. એક નવું ફીચર આવ્યું છે જેમાં તમે નોટીફીકેશન પેનલમાં જ વિડીઓ પ્રિવ્યુ જોઈ શકો છો. હમણાં તમને કોઈ વિડીઓ મોકલે છે. તો નોટીફીકેશનમાં વિડીઓ સ્નેપશોપ દેખાય છે.

એક રીપોર્ટ મુજબ આ ફીચર iOS ઉપયોગ કરતા માટે છે. જેમની પાસે 2.18.102.5 વર્જન ઇન્સ્ટોલ છે. તે આનો ઉપયોગ કરી શકે છે. હમણાં આ બીટા ટેસ્ટીંગમાં છે. એટલા માટે આ ફીચર બધા પાસે નથી પહુચ્યું. જલ્દી અપડેટ પછી આ ફીચર બધા iOS ઉપયોગકર્તાઓને આપવામાં આવશે.

શું સમસ્યા થઇ શકે છે આ ફીચરમાં :-

વોટ્સએપના આ નવા અપડેટ પછી ઘણા લોકોને સમય સમય પર શરમજનક સ્થિતિ પેદા થઇ શકે છે. ઘણી વાર તમારી પાસે પર્સનલ અને સંવેદનશીલ વિડિઓ કોન્ટેન્ટ મોકલવામાં આવે છે. જેને તમે કોઈની સાથે શેયર કરવા માંગતા નથી. પરંતુ આ ફીચર પછી નોટિફિકેશન પેનલમાં જ વિડિઓ કેટલાક સમય માટે પ્રિવ્યુ તરીકે પ્લે થશે. ત્યાં સુધી કે તમે નોટિફિકેશન ઓન રાખી છે. તો લોક સ્ક્રીન પર પણ ટચ કરવાથી વિડિઓ પ્રિવ્યુ દેખાઈ શકે છે.

તમે ઈચ્છો તો સેટિંગમાંથી આ ફીચર રેસ્ટ્રીકટ કરી શકો છો, જેથી નોટિફિકેશનમાં વિડિઓ પ્રિવ્યુ ન થાય. આના સિવાય વોટ્સએપમાં ઓટો ડાઉનલોડ ડિસેબલ કરવાનું પણ વિકલ્પ છે, જેનો ઉપયોગ કરી શકો છો. કંપનીએ હમણાં જણાવ્યું નથી કે આ ક્યારે બધા ઉપયોગકર્તાઓને મળશે.

જાણવામાં આવ્યું છે કે થોડા સમય પહેલા વોટ્સએપે ઓફિશિયલ iOS બીટા પ્રોગ્રામની શરૂઆત કરી છે. આની પહેલા આ વિકલ્પ એન્ડ્રોઇડ માટે હતો.