નંબર બતાવ્યા વગર કોઈપણ સાથે કરો વોટ્સઅપ ચેટ, આ છે થોડી અઘરી ટ્રીક

વોટ્સઅપ ને તમારા સ્માર્ટફોનની સૌથી ખાસ એપ માંની એક કહેવામાં આવે તો કઈ ખોટું નહી ગણાય. ખાસ કરીને વોટ્સઅપમાં એકાઉન્ટ બનાવવા માટે તમારે મોબાઈલ નંબર આપવો જરૂરી હોય છે. તે નંબર દ્વારા જ તમે વોટ્સઅપમાં તમારા મિત્રો, સબંધીઓ અને બીજા લોકો સાથે જોડાયેલા રહો છો. પણ અમે અમારી આ ખબરમાં તમારા માટે એક એવી ટ્રીક જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમારો સાચો નંબર જણાવ્યા વગર તમે કોઈપણ સાથે ચેટ કરી શકો છો. ચેટ કરતી વખતે સામા વાળાને તમારો નંબર તો દેખાશે પણ તે નંબર તમારો નહી હોય.

જાણીએ સ્ટેપ બાય સ્ટેપ રીત :

સ્ટેપ (1) સૌથી પહેલા ગુગલ પ્લે સ્ટોરમાં જાવ અને primo એપને સર્ચ કરો. હવે તેને તમારા સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરો અને સાઈન બટન ઉપર ક્લિક કરીને તમારું એકાઉન્ટ બનાવો.

સ્ટેપ (2) આ પ્રક્રિયા પછી, તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવો પડશે. ત્યાર પછી તમારે 6 આંકડાનો એક વેરીફીકેશન કોડ આવશે અને એપ તમારા મોબાઈલ નંબરને વેરીફાઈ કરશે.

સ્ટેપ (3) હવે તમારે તમારું નામ, યુઝર નામ અને પાસવર્ડ નાખવો પડશે અને થોડી અન્ય જાણકારી પણ આપવી પડશે.

સ્ટેપ (4) સાઈન કર્યા પછી, તમારે ઈમેઈલ આઈડી ને વેરીફાઈ કરવા માટે મેઈલ આવશે. મેઈલ આઈડી વેરીફીકેશન પૂરી થયા પછી તમે એપ ઉપર રીડાયરેકટ થઇ શકશો.

સ્ટેપ (5) એપ માં સાઈન ઇન થયા પછી, તમારી પ્રોફાઈલમાં જાવ અને primo US phone Number ઓપ્શન ઉપર ટેપ કરો.

સ્ટેપ (6) આખી પ્રક્રિયા થઇ ગયા પછી તમને પેકેઝને ખરીદવાનું કહેવામાં આવશે. તેમાંથી ફ્રી ટ્રાયલને પસંદ કરો.

સ્ટેપ (7) ત્યાર પછી તમારે એક US Number આપવામાં આવશે જેનો ઉપયોગ તમે તમારા વોટ્સઅપ ઉપર કરી શકો છો.

સ્ટેપ (8) હવે આ નંબર થી વોટ્સઅપ ઉપર એક નવું એકાઉન્ટ બનાવો અને એકાઉન્ટ વેરીફીકેશન માટે ‘Coll Me’ ઓપ્શન ઉપર ક્લિક કરો. તમને ફોન દ્વારા એક નવો કોડ આપવામાં આવશે. કોડને એન્ટર કરીને તમારું એકાઉન્ટ વેરીફાઈ કરો.

સ્ટેપ (9) હવે તમે કોઈ પણ નવું નામ અને પ્રોફાઈલ પીક્ચરથી નવું એકાઉન્ટ બનાવી શકો છો.

સ્ટેપ (10) આ આખી પ્રક્રિયા કર્યા પછી, તમે જેને ઈચ્છો તેને મેસેજ કરી શકો છો અને તમારો નંબર તેને દેખાશે નહી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.


Posted

in

,

by