જયારે એક જ રૂમમાં દુર્યોધને પોતાની પત્ની અને કર્ણને હંસી મજાક કરતા જોયા….

કૌરવોમાં ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો સૌથી મોટો પુત્ર હતો દુર્યોધન. તેની અંદર અહંકાર અને ઈર્ષા ઘણી ભરેલી હતી. માત્ર સત્તા નહિ પરંતુ દરેક બાબત ઉપર તેને પોતાનો અધિકાર લાગતો હતો. એવો જ એક અધિકાર જમાવ્યો હતો કામ્બોજના રાજા ચન્દ્રવર્માની દીકરી ભાનુમતી ઉપર. ભાનુમતી એક તેજ તરવરાટ વાળી અને સુંદર રાજકુમારી હતી. તેની સુંદરતા ઉપર ઘણા રાજકુમારો મોહિત હતા. જયારે તેના લગ્નનો સમય થયો તો રાજાએ એક સ્વયંવર રચ્યો. તેમાં શિશુપાલ, જરાસંઘ, રુક્મિ, દુર્યોધન અને કર્ણ પણ જોડાયા હતા. ભાનુમતીએ પોતાનો પતિ પસંદ કરવાનો હતો.

બળજબરીથી કર્યા ભાનુમતી સાથે લગ્ન :

ભાનુમતી હાથમાં વરમાળા લઈને દાસીઓ સાથે આગળ વધવા લાગી. તેની સુંદરતા જોઈને દુર્યોધન પણ તેની ઉપર મોહિત થઇ ગયો હતો, અને તે ઈચ્છતો હતો કે ભાનુમતી તેને પસંદ કરે. જયારે ભાનુમતી દુર્યોધન સામે આવી તો માળા ન પહેરાવી અને આગળ વધી ગઈ. તેની ઉપર દુર્યોધનને ઘણું ખરાબ લાગ્યું અને તેણે ભાનુમતીનો હાથ પકડ્યો અને પોતે માળા પહેરી લીધી. એવું બનતા જોઈ રહેલા તમામના હાથોમાં તલવાર આવી ગઈ. દુર્યોધને કહ્યું કે જો તેમણે યુદ્ધ કરવું છે તો પહેલા કર્ણ સાથે યુદ્ધ કરવાનું રહેશે. કર્ણએ એક જ હુમલામાં તમામ રાજાઓને હરાવી દીધા.

દુર્યોધન જયારે ભાનુમતીને લઈને હસ્તીનાપુર પહોંચ્યો તો તેના આવા વર્તનનો જોરદાર વિરોધ થયો. ત્યાર પછી દુર્યોધનએ ભીષ્મ પિતામહનું ઉદાહરણ આપીને કયું, કે તે પણ પોતાના સાવકા ભાઈઓ માટે અંબા, અંબિકા અને અંબાલિકાનું હરણ કરી લાવ્યા હતા. જયારે એ ખોટું ન હતું તો આ ખોટું કેમ. તે વાત ઉપર બધા શાંત થઇ ગયા અને આ તર્ક સાથે ભાનુમતી પણ માની ગઈ અને તેમણે દુર્યોધન સાથે લગ્ન કરી લીધા.

કર્ણ અને ભાનુમતીની મિત્રતા :

દુર્યોધન અને ભાનુમતીના લગ્ન પછી ૨ સંતાન થયા. પુત્ર લક્ષ્મણ જે આગળ જઈને અભિમન્યુનો કાળ બનીને આવ્યો અને લક્ષ્મણા જેના લગ્ન કૃષ્ણ અને જામવંટીના પુત્ર સામ્બ સાથે થયા હતા. તે દરમ્યાન ભાનુમતી અને કર્ણ વચ્ચે સારી મિત્રતા થવા લાગી હતી. બન્ને હંમેશા એક બીજા સાથે હસી મજાક કરતા અને એક બીજા સાથે કોઈને કોઈ રમત રમતા રહેતા હતા.

એક વખત ભાનુમતી પોતાના રૂમમાં કર્ણ સાથે શતરંજની રમત રમી રહી હતી. તેમાં કર્ણની જીત થઇ રહી હતી. આ રમત ચાલી જ રહી હતી કે ભાનુમતીને કોઈના આવવાનો અનુભવ થયો. તેણે જોયું તો દુર્યોધન ઓરડા તરફ આગળ વધી રહ્યો હતો તે તરત ઉભી થઇ ગઈ. કર્ણ રૂમની તરફ પીઠ કરીને બેઠા હતા તેને ખબર ન પડી કે દુર્યોધનના આવવાથી ભાનુમતી ઉભી થઇ ગઈ છે. તેને લાગ્યું કે હારના ડરથી ભાનુમતી રમત અધુરી છોડી રહી છે, તો તેણે તરત ભાનુમતીનો હાથ પકડીને તેને બેસાડી દીધી.

ભાનુમતીના હાથની જગ્યાએ તેની એક માળા કર્ણના હાથમાં તૂટીને વેરાઈ ગઈ. દુર્યોધન ત્યાં આવી પહોંચ્યો. હવે કર્ણ અને ભાનુમતી બન્નેને ડર લાગવા લાગ્યો કે ક્યાંક દુર્યોધન તેનો કોઈ ખોટો અર્થ ન કાઢી લે. દુર્યોધન ભલે કેટલો પણ અધર્મી અને પાપી કેમ રહો ન હોય તેને પોતાની પત્ની અને પોતાના મિત્ર ઉપર પૂરો વિશ્વાસ હતો. તેણે તરત કર્ણને હસતા હસતા કહ્યું, કે મિત્ર માળા તો ઉપાડી લે. અને પછી જે કામ માટે તે રૂમમાં આવ્યો હતો તેના વિષે વાત કરીને જતો રહ્યો.

તે વાત કર્ણને ઘણી સારી લાગી કે તેના ચરિત્ર્ય ઉપર તેના મિત્રએ ક્યારે પણ શંકા નથી કરી. તે ભાનુમતીને બળજબરીથી તો લાવ્યો હતો, પરંતુ તેની સાથે હંમેશા દુર્યોધને સારો જ વ્યવહાર કર્યો હતો. મહાભારતના યુદ્ધમાં પોતાના પુત્ર અને પતિના મૃત્યુનો ભાનુમતીને ઊંડો આઘાત લાગ્યો હતો.