ક્યારે છે ધનતેરસ? અહિયાં જાણો દિવસ-તારીખ, શુભ મુહુર્ત અને પૂજા વિધિ.

ઘરમાં ધનના ભંડાર ક્યારે પણ ખાલી ન રહે તે માટે જાણી લો ધનતેરસની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત.

દિવાળીના બે દિવસ પહેલા કારતક મહિનાના વદ પખવાડિયાની તેરસે ધનતેરસનું પર્વ મનાવવામાં આવે છે. તેને ધન તેરસ કે ધનવંતરી જયંતી પણ કહેવામાં આવે છે. ધનતેરસ ઉપર માં લક્ષ્મી, ભગવાન ધનવંતરી અને ધન કુબેરની ઉપાસના કરવાથી ઘરમાં ધનના ભંડાર ક્યારે પણ ખાલી નથી થતા. ધનતેરસ આ વર્ષે 02 નવેમ્બર 2021 દીવસ મંગળવારે છે. આ તહેવારને ધન અને સમૃદ્ધીના કારક માનવામાં આવે છે.

પાંચ દિવસીય દીપોત્સવની શરુઆત

ધનતેરસથી જ પાંચ દિવસીય દીપોત્સવની શરુઆત થાય છે. ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરીની પૂજા કરવામાં આવે છે. પૌરાણીક કથા મુજબ, આ દિવસે સમુદ્ર મંથનથી ધનવંતરી હાથમાં અમૃતથી ભરેલો કળશ લઈને પ્રગટ થયેલા હતા. એટલા માટે ધનતેરસના દિવસે વાસણ ખરીદવાની પરંપરા છે. તેની સાથે કોઈ પણ નવી વસ્તુ ઘરમાં લાવવી શુભ માનવામાં આવે છે. આ દિવસે નવા વાહનોની જોરદાર ખરીદી થાય છે. સાથે જ ધનતેરસના દિવસે ધનના દેવતા કુબેરની વિધિ પૂર્વક પૂજા કરવામાં આવે છે. સાથે જ સાંજના સમયે કુટુંબની મંગળકામના માટે યમ નામનો દીપક પણ પ્રગટાવવામાં આવે છે.

ધનતેરસ તિથી અને શુભ મુહુર્ત

ધનતેરસ આ વર્ષે 2 નવેમ્બર 2021 દિવસ મંગળવારે છે. જ્યોતિષાચાર્ય ડૉ. અરવિંદ મિશ્રએ જણાવ્યું છે કે 2 નવેમ્બરના રોજ પ્રદોષ કાળ સાંજે 5 વાગીને 37 મિનીટથી રાત્રે 8 વાગીને 11 મિનીટ સુધી છે. અને વૃષભ કાળ સાંજે 6.18 મિનીટથી રાત્રે 8.14 મિનીટ સુધી રહેશે. ધનતેરસ ઉપર પૂજાના શુભ મુહુર્ત સાંજે 6.18 મિનીટથી રાત્રે 8.14 મિનીટ સુધી રહેશે.

આ રીતે કરો પૂજા

ધનતેરસ ઉપર સાંજના સમયે ઉત્તર તરફ અને કુબેર અને ધનવંતરીની સ્થાપના કરવી જોઈએ. બંને સામે એક એક મુખનો ઘી નો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. ભગવાન કુબેરને સફેદ મીઠાઈ અને ધનવંતરીની પીળી મીઠાઈનો ભોગ ચડાવવામાં આવે છે. પૂજા દરમિયાન “ॐ ह्रीं कुबेराय नमः” ના જાપ કરો. ત્યાર પછી “धनवंतरि स्तोत्र” ના પાઠ કરો. પૂજા પછી દિવાળી ઉપર કુબેરને ધન સ્થાન ઉપર અને ધનવંતરીને પૂજા સ્થાન ઉપર સ્થાપિત કરો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.