જાણો ક્યારે છે કાલ ભૈરવ જયંતિ? એનું મહત્વ, પૂજા વિધિ અને શુભ મુહૂર્ત

કાલ ભૈરવને ભગવાન ભોલેનાથના રુદ્ર અવતાર માનવામાં આવે છે. કાલ ભૈરવ તંત્ર મંત્રના દેવતા માનવામાં આવે છે. એવું જણાવવામાં આવે છે કે, જે વ્યક્તિ કાલ ભૈરવની પૂજા આરાધના કરે છે, એમને ભૂત પ્રેત જેવી સમસ્યા પરેશાન નથી કરતી.

તમને જણાવી દઈએ કે, આ વર્ષે ભગવાન શિવજીના પાંચમા રુદ્ર અવતાર માનવામાં આવતા કાલ ભૈરવની જયંતિ 19 નવેમ્બર 2019 ના રોજ છે. શાસ્ત્રો અનુસાર કારતક વદ આઠમના દિવસે ભગવાન કાલ ભૈરવનો જન્મ થયો હતો. કાલ ભૈરવનો જન્મ મધ્ય રાત્રીએ થયો હતો, આ કારણે એમની પૂજા અર્ચના પણ અડધી રાત્રે થાય છે.

કાલ ભૈરવ જયંતિ 2019 નું શુભ મુહૂર્ત :

19 નવેમ્બર 2019 ના રોજ કાલ ભૈરવ જયંતીની તિથિ છે. 19 નવેમ્બર 2019 ના રોજ સાંજે 3:43 વાગ્યે આઠમની તિથિ શરૂ થાય છે, અને એ આઠમની તિથિ 20 નવેમ્બર 2019 ના રોજ બપોરે 1:41 સુધી રહેશે.

કાલ ભૈરવ જયંતીનું મહત્વ :

ભગવાન ભોલેનાથના રુદ્ર અવતાર કાલ ભૈરવનો જન્મ કારતક વદ આઠમના દિવસે થયો હતો. એટલે લોકો આ દિવસને કાલ ભૈરવ આઠમ અને કાલ ભૈરવ જયંતિના નામથી પણ જાણે છે. કાલ ભૈરવ ભગવાન શિવના એક પ્રચંડ રૂપ માનવામાં આવે છે. જો આપણે શાસ્ત્રો અનુસાર જોઈએ, તો કાલ ભૈરવ જયંતિ પર જો કોઈ વ્યક્તિ એમની પૂજા અર્ચના કરે છે, તો એમની બધી મનોકામનાઓ પુરી થાય છે. કાલ ભૈરવ તંત્ર મંત્રના દેવતા છે અને એમની પૂજા કરવાથી ભૂત પ્રેતની બાધાઓ દૂર થાય છે.

કાલ ભૈરવ જયંતિ પર આ વિધિથી કરો પૂજા :

જો તમે કાલ ભૈરવ જયંતિ પર ભગવાન કાલ ભૈરવની પૂજા કરી રહ્યાં છો, તો આ દિવસે તમારે સવારના સમયે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. એ પછી પિતૃઓનું તર્પણ અને પૂજા કરો.

તમને જણાવી દઈએ કે કાલ ભૈરવનો જન્મ અડધી રાત્રે થયો હતો. એ કારણે એમની પૂજા પણ રાતના સમયે કરવી જોઈએ. તમે કાલ ભૈરવની પૂજાની સાથે સાથે શિવ પાર્વતીની પૂજા પણ એક સાથે કરો.

તમે અડધી રાત્રે કાલ ભૈરવની પૂજા દરમ્યાન એમને કાળા તલ, અડદ અને સરસવનું તેલ અર્પણ કરો. ત્યારબાદ તમે કાલ ભૈરવ મંત્રોનો જાપ કરો.

જયારે કાલ ભૈરવજીની પૂજા અર્ચના કર્યા પછી તમે એમને ભોગ ધરાવો ચો, તો એ પછી તમે કાલ ભૈરવની શંખ, નગાડા અને ઘંટ સાથે આરતી કરો.

એવું માનવામાં આવે છે કે, કાળું કૂતરું ભગવાન કાલ ભૈરવની સવારી હોય છે. એટલા માટે તમે ભગવાન કાલ ભૈરવની પૂજા કર્યા પછી કાળા કૂતરાની પણ પૂજા જરૂર કરો, અને તેની પૂજા કર્યા પછી તમે તેને ખાવા માટે કાંઈકને કાંઈક જરૂર આપો. જો તમને પોતાના ઘરની આસપાસ કોઈ કાળો કૂતરો નથી મળતો, તો તમે આવી પરિસ્થિતિમાં કોઈ પણ કૂતરાની પૂજા કરી શકો છો, અને એને ખાવા માટે કાંઈકને કાંઈક આપી શકો છો.

કાલ ભૈરવ જયંતીની રાત્રે તમે ભગવાન કાલ ભૈરવની પૂજા અર્ચના કરી લો. ત્યારબાદ બીજા દિવસે તમે કોઈ ગરીબ વ્યક્તિ અથવા બ્રાહ્મણને કાળા રંગની વસ્તુઓનું દાન જરૂર કરો. જો તમે એવું કરો છો તો એનાથી કાલ ભૈરવ તમારાથી પ્રસન્ન થશે, અને તમનો આશીર્વાદ તમારા પર હંમેશા બની રહેશે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.