જાણો કયા દિવસે આવશે પાશાંકુશા અગિયારસ વ્રત, આ છે વ્રત કથા અને મહત્વ.

આ વ્રતને કરવાથી મળશે છે તપ જેટલું ફળ, જાણો પાશાંકુશા અગિયારસ વ્રતની કથા અને મહત્વ. હિંદુ ધર્મમાં એકદાશી તિથિનું ઘણું મહત્વ છે. દર મહિનામાં બે એકાદશી આવે છે. અને આસો શુક્લ પક્ષની એકાદશીને પાશાંકુશા એકાદશી કહેવામાં આવે છે. જે આ વખતે 27 ઓક્ટોબરે છે. કહેવામાં આવે છે કે આ એકાદશી પર ભગવાન પદ્મનાભની પૂજા કરવામાં આવે છે. અને જે કોઈ વ્યક્તિ આ વ્રત કરે છે, તેને તપ સમાન ફળની પ્રાપ્તિ થાય છે. ચાલો તમને જણાવીએ પાશાંકુશા એકાદશીનું મહત્વ અને વિધિ.

પાશાંકુશા એકાદશીનું મહત્વ : કહેવામાં આવે છે કે જે આ વ્રત કરે છે તેમને તેનું ફળ મળે જ છે, સાથે જ બીજાને પણ તેનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજાનું વિધાન છે, અને પાશાંકુશા એકાદશી પર વિષ્ણુના પદ્મનાભ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. જે વ્યક્તિના મનને પવિત્ર કરે છે. એવું માનવામાં આવે છે કે, પાશાંકુશા એકાદશીના વ્રતથી માતા પિતાની પેઢીઓને પણ પાપથી મુક્તિ મળી જાય છે.

પાશાંકુશા વ્રતની કથા : એવું કહેવામાં આવે છે કે, એકવાર વિંધ્યાચલ પર્વત પર એક ખુબ જ ક્રૂર શિકારી ક્રોધના રહેતો હતો. જોકે તેણે આખું જીવન ખરાબ કામ કર્યા હતા, એટલે તેના અંતિમ દિવસોમાં યમરાજે પોતાના એક દૂતને તેને લેવા માટે મોકલ્યો. પણ ક્રોધનાને મૃત્યુથી ઘણો ડર લાગતો હતો, એટલા માટે તે અંગારા નામના ઋષિ પાસે પહોંચ્યો અને મદદની અપીલ કરી. તેના પર ઋષિએ તેને પાશાંકુશા એકાદશીના મહત્વ વિષે જણાવ્યું, અને તેને આ વ્રત રાખવાની વાત કહી. ઋષિ તેને જણાવે છે કે, ક્રોધ ન કરીને સંપૂર્ણ શ્રદ્ધા સાથે જો વિષ્ણુની આરાધના કરીને આ વ્રત રાખવામાં આવે, તો દરેક પાપ નષ્ટ થઈ જાય છે અને વ્યક્તિને મુક્તિ મળે છે.

આ વાતોનું રાખો ખાસ ધ્યાન :

આ એકાદશીના દિવસે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, તેનાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે.

પાશાંકુશા એકાદશીના દિવસે કોઈના પર ગુસ્સોના કરો.

વ્રતના પહેલા દિવસે રાત્રે સાત્વિક ભોજન કરો.

રાત્રે વ્રતના પારણાં કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.

મૌન રહીને ભગવદ સ્મરણ કરો.

આ દિવસે વ્રત કરનાર અને તેના પરિવારે ચોખાનું સેવન નહિ કરવું જોઈએ.