ભલભલા માસ્ટર પણ નઇ જાણતા હોય સફરજનને સૌથી પહેલા ક્યારે, ક્યાં અને કેવી રીતે ઉગાડયું હતું?

એ કહેવત તો તમે સાંભળી જ હશે કે, ‘લાલ ગુલાબી રસથી ભરેલા સફરજન લગભગ બધાને ગમે છે.’ આ ફળ હજારો વર્ષોથી આપણા ભોજનનો ભાગ છે. તેનો ઈતિહાસ પણ ઘણો જ રસપ્રદ છે. આવો તમને જણાવીએ સફરજનની સ્ટોરી.

આજે દુનિયાભરમાં સેંકડો પ્રકારના સફરજન મળી આવે છે. કોઈ મધ જેવા મીઠા છે, તો કોઈ લીંબુ જેવા ખાટ્ટા. વૈજ્ઞાનિકો મુજબ, પૃથ્વી ઉપર પહેલું સફરજનનું ઝાડ મધ્ય એશિયાના કજાખિસ્તાનમાં મળી આવ્યું હતું. તે મલુસ (Malus) પ્રકારનું હતું. તે જાત આજે પણ ત્યાંની ટીએન શન (Tien Shan) ના પર્વતોમાં મળી આવે છે.

આ એક જંગલી સફરજન છે જેને ત્યાંના રીંછ વધુ પસંદ કરે છે. રીંછના કોતરવાથી જ ત્યાં તેના ઝાડ ઉગી આવે છે. એટલા માટે ત્યાં રીંછને તેના ખેડૂત કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, સફરજન હજારો વર્ષોથી આપણા ભોજનનો ભાગ છે.

સિકંદર એટલે એલેક્ઝેન્ડર ધ ગ્રેટને સફરજનની એક વામન જાતની શોધ કરવાનો શ્રેય આપવામાં આવે છે. તેમણે 328 BCE માં તેની શોધ કરી હતી. એશિયામાંથી યુરોપીય દેશોના વસાહતો દ્વારા સફરજન યુરોપ પહોંચ્યા. ત્યાંથી સફરજન ઉત્તર અમેરિકા પહોંચ્યા, જ્યાં તેની ખેતી સિરકા બનાવવા માટે કરવામાં આવતી હતી.

વસાહતો દ્વારા લાવવામાં આવેલા સફરજનોથી આજના સમયમાં સફરજનની જાતો ઉગાડવામાં આવી છે. પહેલા અમેરિકામાં સફરજનની ખેતી થતી હતી, ત્યારે તે સફરજનનો સ્વાદ પણ ખાટો અને કડછા જેવો હતો. પણ આજકાલ અમેરિકામાં જે સફરજન મળે છે તેનો સ્વાદ ઘણો મીઠો હોય છે.

ભારતમાં પણ હિમાચલ અને જમ્મુ કશ્મીરમાં સફરજનની ખેતી કરવામાં આવે છે. આમ તો ચીન સફરજનનું સૌથી મોટો ઉત્પાદક દેશ છે, અને બીજા નંબર ઉપર અમેરિકા, કજાખિસ્તાનમાં સફરજનની સેંકડો જાતો મળી આવે છે. તેનું કારણે છે મધમાખીઓ, જે એક જાતના બીજોને બીજા સાથે ભેળવી દે છે. કજાખિસ્તાનમાં સફરજનની તે જાતિઓનું કોર્સ બિડિંગ કરી વૈજ્ઞાનિક ઘણા પ્રકારના સફરજન શોધવા લાગ્યા છે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.