99% લોકો નથી જાણતા નોન-સ્ટિક વાસણના નુક્શાનો વિષે

એક આંકડાઓ દ્વારા વાત શરુ કરવા માંગીશ અને આ આંકડા વિશ્વના સૌથી વિકસિત દેશ કહેવાતા અમેરિકાના નાગરીકોના છે, જ્યાંના ૯૮ % લોકોના લોહીમાં PFC (Perfloronated Compounds) PAC (Perfloro Alkyls Compounds) મળી આવ્યા છે. હવે પ્રશ્ન એ ઉભો થઇ રહ્યો છે કે માણસના લોહીમાં ક્લોરીન જેવી સૌથી ઘાતક ગેસના અણુ આવ્યા ક્યાંથી?

આ વાત આજથી માત્ર ૮૦ વર્ષ પહેલા શરુ થઇ છે, જયારે ૧૯૩૮ માં દુપોન્ત (DuPont) કંપની માટે કામ કરતા હતા એ રોય પ્લંકેટ (Roy Plunkett) એ ટેફલોનની શોધ કરી. ટેફલોન એક અદ્દભુત પદાર્થ છે જો કે સામાન્ય તાપમાન ઉપર ઘણું વધુ સ્થિર અને અધર્ષણશીલ છે, જેના ઘણા ઉપયોગ છે. આ પદાર્થ સૌથી પહેલા બીજા વિશ્વયુદ્ધમાં પરમાણુ બોમ્બમાં યુરેનિયમ હેક્સાફ્લોરાઇડને સુરક્ષિત રાખવા માટે ઉપયોગમાં લેવામાં આવતો હતો.

વર્ષ ૧૯૪૪ માં આ કંપનીએ તેનો ટ્રેડમાર્ક લઇ લીધો હતો, અને તેના અનેક ઉત્પાદનો બનાવવાના શરુ કરી દીધા. વર્ષ ૧૯૫૧ માં કંપનીએ તેનું પડ ખાવાનું બનાવવાના વાસણ ઉપર ચડાવીને નોનસ્ટીક વાસણ બનાવવાનું વિચાર્યુ. જયારે તે વાસણ ગરમ કરવામાં આવે તો ઊંચા તાપમાન ઉપર ઝેરીલા ગેસ છોડવા લાગ્યું તો કંપની હચમચી ગઈ અને એટલા વાસણ બજાર માં ન ઉતર્યા.

પછી ૧૯૫૪ માં ફ્રાંસમાં તેના પેટન્ટ લેવામાં આવ્યા અને ૧૯૫૬ માં ટેફલ (Tefal) નામની કંપની બની. અને આ કંપનીએ તેના વાસણના ઉપયોગ ઉપર ચેતવણી સાથે વેચાણ શરુ કર્યુ, કે આ વાસણ ઊંચા તાપમાન ઉપર ગરમ કરવાથી આરોગ્ય માટે નુકશાનકારક બની શકે છે. પછી આ DuPont અને બીજી કંપનીઓ ધડાધડ આ વાસણ બનાવવા લાગી અને જોરદાર રીતે આ વાસણનો પ્રચાર કરવામાં આવ્યો. થોડા સમયમાં જ આ વાસણ મોટાભાગના ઘરના રસોડાની શોભા બની ગયા. વર્ષ ૧૯૮૧ માં એક વિચિત્ર ઘટના બની જયારે આ વાસણ બનાવનારી એક કંપનીમાં કામ કરતી સાત ગર્ભવતી મહિલાઓ માંથી બે એ અસામાન્ય શિશુઓને જન્મ આપ્યા.

આ મહિલાઓના લોહીની તપાસ કરવાથી તેના લોહીમાં Perflorootanoic acid (PFOA) નું પ્રમાણ મળી આવ્યું. કંપનીએ ફરી ૫૦ યુવાન મહિલાઓને PFOA ઓછું કરવા માટે નોકરી માંથી કાઢી મૂકી. વર્ષ ૨૦૦૪ માં સ્થાનિક પીવાના પાણીમાં આ PFOA ના તત્વ મળી આવવાથી ૩૪૩ મીલીયન ડોલરનો દંડ તેની કંપની DuPont ઉપર લગાવવામાં આવ્યો. પછી એન્વાયરમેન્ટલ વર્કિંગ ગ્રુપ (Environmental Working Group) એ તપાસ કરી તો એક વિસ્તૃત શોધ પછી જાણવા મળ્યું, કે પ્રકૃતિ ઉજ્જડ થઇ ગઈ. ૪૨ માતાઓના દૂધની તપાસ કરવામાં આવી તો સૌના દૂધમાં પણ આ તત્વ મળી આવ્યા. જે સમાચારો કે લેખો ઉપર વિશ્વાસ ધરાવીને વાંચવા માંગે છે તો આ લીંક વાચો.

http://www.foodmatters ડોટ com/article/is-your-cookware-safe

કેમ કે રસોડામાં ક્લોરીન માત્ર ને માત્ર નોનસ્ટીક વાસણો માંથી જ થાય છે. એટલે કે માનવ લોહીમાં તે આ વાસણો માંથી મળે છે. જ્યાં સુધી ટેફલોનને ગરમ કરવામાં આવતું નથી ત્યાં સુધી તે એક અત્યંત નિષ્ક્રિય પદાર્થ હોય છે, પરંતુ જયારે આપણે તેને ગરમ કરીએ છીએ તો તેનું વિઘટન શરુ થઇ જાય છે. 446°F એટલે 230℃ સુધી તે સુરક્ષિત રહે છે, ત્યાર પછી તે અતિશુક્ષ્મ કણ વાતાવરણમાં છોડે છે જો કે આંખોથી નથી જોઈ શકતા.

680°F એટલે 360℃ ઉપર ગરમ થયા પછી તે છ પ્રકારના ગેસ છોડે છે. જેમાંથી બે કેન્સર કારક, ચાર સામાન્ય આરોગ્ય માટે નુકશાનકારક હોય છે. અને 1000°F એટલે 538℃ કે આજુબાજુ ગરમ થયા પછી તો તેનાથી ફોસજીનથી પણ દશ ગણા વધુ ઝેરીલા perfloroisobutene ગેસ નીકળે છે. ટેફલોન માંથી ક્યા ક્યા તાપમાન ઉપર કેટલુ ઝેર નીકળે છે તેના વિષે વિસ્તારથી જાણવા વાળા માટે લીંક શેર કરી રહ્યા છીએ.

https://www.ewg ડોટ org/research/canaries-kitchen/teflon-offgas-studies

જો કોઈ પણ ગૃહિણી કે માનવ તેની અસરમાં આવશે તો પછી તેના તો રામજી પણ રક્ષણ નહિ કરે. એ તો બીમાર થશે જ થશે. આ ગેસને સુંઘવાથી અમેરિકાના ૯૮ % નાગરીકોના લોહીમાં તે ઝેર ગયું છે. આજકાલ આ વાસણ ભારતીય બજાર અને ભારતીય લોકો વચ્ચે પણ ઘણું લોકપ્રિય છે, પરંતુ ભારતીયો માટે તો તે વધુ ખતરનાક છે. તમે લોકો તો થોભો, વાંચો, લખો અને બીજા અભણ લોકોને તમે જ જણાવો. મગજના ઘોડા દોડાવો અને જણાવો આપણા ભારતીયો માટે આ વાસણ ઘણા વધુ ઘાતક કેમ છે. જો સમજી ગયા હોત તો ઠીક નહી તો બીજુ આવતા લેખમાં વિસ્તૃત જણાવીશું.

ડોક્ટર શિવદર્શન મલિક

રોહતક