ક્યાં ગાયબ થઈ ગઈ સુંદર અને પૈસાદાર સાઉદી પ્રિંસેસ, જાણો વધુ વિગત

સુંદર અને બેધડક નિવેદનો માટે ચર્ચિત સાઉદી અરબની પ્રિંસેસ બાસમા બિંટ સૌદ (Princess Basmah bint Saud) ઘણા મહિનાઓથી ગુમ છે. એટલા માટે તેમનુ ગુમ થવું રહસ્ય બની ગયું છે. આ પ્રિંસેસ યુરોપ અને અમેરિકામાં સૌથી ચર્ચિત સાઉદી વ્યક્તિ હતી. તે અવારનવાર ત્યાંના મીડિયા ઉપર છવાયેલી રહેતી હતી.

પ્રિંસેસ બાસમાનો ફોન ઉપાડાતો ન હતો. ટ્વીટર શાંત પડ્યું છે. થોડા મહિનાઓથી કોઈએ તેને નથી જોઈ. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ક્યાંક સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને તેને બંદી તો નથી બનાવી લીઘીને. ચર્ચા એ પણ છે કે, તેણે પ્રિંસેસને કોઈ જગ્યાએ નજરબંધ કરીને રાખી છે. પ્રિંસેસને થોડા મહિના પહેલા બ્લેકમેલ કરવામાં આવ્યા હતા. ત્યારે એક મોટો વિવાદ ઉભો થયો હતો.

પ્રિંસેસ બાસમાને ફેશન પસંદ છે. તેમનો અભ્યાસ લંડન અને સ્વીત્ઝરલૅન્ડની સ્કુલોમાં થયો. તે સાઉદી કિંગ સોદ બિન અબ્દુલાજીલ અલ સોદની સૌથી નાની અને ૧૧૫ મું સંતાન હતી. તેના જન્મના થોડા મહિના પછી સાઉદી કિંગને ગાદ્દી ઉપરથી દુર કરીને તેના ભાઈ ફેજલ બિને ગાદી પડાવી લીધી હતી.

માનવામાં આવે છે કે, સાઉદી શાસકોને પ્રિંસેસ બાસમાની સંવિધાનમાં જરૂરી સંશોધનની માંગ સહીત દેશમાં સુધારાની ભલામણ પસંદ આવી રહી ન હતી. ન ફક્ત સાઉદી શાસક જ તેના માટે તેમની ટીકા કરી રહ્યા હતા, પરંતુ વિદેશી સમાચાર પત્રોમાં પ્રકાશિત તેમના આર્ટીકલ સાઉદી અરબમાં સેંસર પણ થવા લાગ્યા હતા.

સાઉદી અરબમાં તેમને બિન્દાસ રાજકુમારી માનવામાં આવતી રહી છે. જે મીડિયા જગત સાથે પણ જોડાયેલી હતી. તે સાઉદીની એવી પ્રિંસેસ પણ છે, જેની પોતાની એક સ્વતંત્ર ઓળખાણ રહેલી છે. તે હંમેશા સાઉદી અરબમાં સમાનતા, લિંગ ભેદ, ભ્રષ્ટાચાર, ધનની અસમાનતા અને માનવાધિકારના મુદ્દા ઉઠાવી રહી હતી.

પ્રિંસેસનું ગુમ થઈ જવું આંતરરાષ્ટ્રીય ચર્ચાનો વિષય બની રહ્યો છે. લોકો તમામ પ્રકારના અંદાજ લગાવી રહ્યા છે. આમ તો સાઉદી રોયલ ફેમીલીમાં પણ સતત લડાઈ ઝગડા, ઉથલ પાથલ અને ષડ્યંત્ર બનતા રહે છે. જેથી સાઉદી રાજકારણમાં ઘણી ઉથલ પાથલ જોવા મળે છે. શક્ય છે કે પ્રિંસેસને તે કારણોથી એવી જગ્યાએ રાખવામાં આવી છે, જેના વિષે કોઈને ખબર નથી.

પ્રિંસેસના અમેરિકી વકીલ બ્રિગેડના જણાવ્યા મુજબ, છેલ્લા દિવસોમાં તેમને સતત ફોન કર્યા, જે સામાન્ય રીતે કોઈએ ઉપાડ્યા નહિ. પાછળથી ઘણા પ્રયાસ કર્યા પછી તેમનો એક ફોન કોલ પીક થયો. તેને બીજી તરફથી પ્રિંસેસનો અવાજ સંભળાયો, પરંતુ તેના અવાજથી એવું લાગી રહ્યું હતું કે, માનો કે તેણે ક્યાંક બંધક બનાવીને રાખવામાં આવી છે.

પ્રિન્સ સલમાન ઉપર નજરબંધ રાખવાનો આરોપ :

એવું પણ કહેવામાં આવે છે કે, સાઉદીના ક્રાઉન પ્રિન્સ સલમાને પ્રિંસેસને મહિનાઓથી તેના જ ઘરમાં નજરબંધ બનાવીને રાખેલી છે. ન તો તેને ફોન કરવાની મંજુરી છે ન તો કોઈને મળવાની. આમ તો પ્રિન્સ સલમાન ઉપર હત્યા, ગુમ કરી દેવું, જેલ, પરિવારમાં દાદાગીરી સાથે વિરોધીઓને કચડી દેવાના તમામ આરોપ લાંબા સમયથી લાગેલા છે. એવા સમાચાર પણ મળી રહ્યા છે કે, તેમણે આંતરિક મતભેદોને લઈને માં અને કુટુંબના બીજા લોકોને નજરકેદ પણ કરી દીધા.

પ્લેનથી ઉતારવામાં આવ્યા નીચે :

જર્મન મીડિયા હાઉસ ડેષ વેલેના અહેવાલ મુજબ, પ્રિંસેસને ઈલાજ માટે સ્વીત્ઝરલૅન્ડ જવાનું હતું. તેના પ્લેનને પ્રવાસ માટે મંજુરી મળી ગઈ હતી. તે મોટી દીકરી સાથે પ્લેનમાં બેસી ગઈ હતી. ત્યારે તેનું પ્લેન અટકાવી દેવામાં આવ્યું. તેને નીચે ઉતારવામાં આવ્યું. લોકોએ પ્રિંસેસ બાસમાને છેલ્લી વખત જોયા હતા. ત્યાર પછી તે ક્યાય જોવા મળી ન હતી.

તે ટ્વીટર ઉપર ઘણી સક્રિય રહેતી હતી. છેલ્લા થોડા મહિનાથી તેમનું ટ્વીટર એકાઉન્ટ નિષ્ક્રિય છે. એમાં કોઈ ટ્વીટ થઈ નથી. તે ઉપરાંત પ્રિંસેસની પોતાની સત્તાવાર વેબસાઈટ basmahbintsaud. com પણ છે, જે હાલ કાર્યરત નથી. આથી બધા વચ્ચે પ્રિંસેસની ગુમ થવાનું રહસ્ય વધુ ઘેરાયું છે.

યુરોપ અને અમેરિકાના મીડિયા જગતમાં જાણીતી વ્યક્તિ :

લંડન અને અમેરિકાના મીડિયા જગતમાં તે જાણીતી વ્યક્તિ છે. તે ખાસ કરીને નિષ્ણાંત ટીવી ચેનલ્સ અને સમાચાર પત્રોમાં જોવા મળી છે. તમામ મોટા સમાચાર પત્રોમાં તેના આર્ટીકલ પ્રસિદ્ધ થઈ રહ્યા છે. તેનું પોતાનું એક મીડિયા પ્રોડક્શન હાઉસ છે.

પ્રિંસેસનું અલગ એવું જીવન :

આમ તો પ્રિંસેસનું જીવન ઘણું અલગ રહેલું છે. તેનું ભણવાનું અલગ અલગ જગ્યાએ થયું. ૧૯૮૮ માં તેના લગ્ન થયા પરંતુ ૨૦૦૭ માં તેના લગ્ન પુરા થઈ ગયા. આ લગ્નથી તેણે ત્રણ દીકરીઓ સહીત પાંચ બાળકો છે. તેની ત્રણે દીકરીઓ પુખ્ત છે. છૂટાછેડા પછી તે લંડનમાં જઈને વસી ગઈ. વર્ષ ૨૦૧૫ માં પાછી સાઉદી અરબ આવી.

થોડા દિવસો પહેલા બ્લેકમેલ કરવામાં આવી :

થોડા દિવસો પહેલા કોઈ વ્યક્તિએ તેને ફોન ઉપર બ્લેકમેલ કરવાનું શરુ કર્યું. તેના કહેવા મુજબ તે જો એક નક્કી કરેલી મોટી રકમ નથી આપતી તો તેના ફોટા યુટ્યુબ ઉપર નાખી દેવામાં આવશે. આ ફોટામાં તે મંજુરી વગર હવામાં વિમાન ઉડાડતા અને સિગરેટ પિતા જોવા મળી રહી છે, તેને ઇસ્લામી દુનિયામાં ખોટું માનવામાં આવે છે. આમ તો જવાબમાં પ્રિંસેસે પોતે જ આ વિડીયો યુટ્યુબ ઉપર નાખ્યો અને એ જણાવ્યું કે, આ ફોટા માટે મને બ્લેકમેલ કરવામાં આવી રહી છે.

સાઉદીની મોટી બિઝનેસ વુમન :

તે સાઉદી અરબમાં મોટી બિઝનેસ વુમન પણ કહેવામાં આવે છે. તેમના ઘણા પ્રકારના મોટા બિઝનેસ છે. તેમની પોતાની રેસ્ટોરેન્ટ ચેન છે. તેમજ કેટરિંગનો બિઝનેસ છે. તે મીડિયામાં પણ છે. આમ તો છેલ્લા થોડા વર્ષોમાં તેમણે પોતાનો બિઝનેસ બંધ કરવાનું શરુ કરી દીધું હતું, અથવા તેને પોતાની મોટી દીકરીને સોંપવા લાગી હતી એવા સમાચાર આવ્યા હતા.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.