ધનતેરસ ઉપર કઈ ધાતુના વાસણ ખરીદવા પર મળે છે કેવું ફળ? પંડિતજી પાસેથી જાણો તેનો જવાબ.

શુભ ફળ મેળવવા માટે ધનતેરસના દિવસે આ ધાતુના વાસણ ખરીદી શકો છો, જાણો વિવિધ ધાતુથી મળતા શુભ ફળ વિષે.

દિવાળીનો તહેવાર 5 દિવસ સુધી ઉજવવામાં આવે છે. અને આ તહેવારની શરુઆત ધનતેરસથી થઇ જાય છે. ધનતેરસના દિવસે બધા લોકો કપડા, ઘરેણા અને વાસણની ખરીદી કરે છે. આ દિવસે વાસણ ખરીદવાનું વિશેષ મહત્વ છે. ઘણા ઘરમાં ધનતેરસના દિવસે વાસણની પૂજા પણ થાય છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, કઈ ધાતુના વાસણ ઘરે લાવવાથી કેવું શુભ ફળ પ્રાપ્ત થાય છે?

આ વિષયમાં ઉજ્જેનના પંડિત મનીષ શર્માએ થોડી જાણકારી આપી છે. તેઓ જણાવે છે શાસ્ત્રોમાં કેટલીક ધાતુઓ અને માટીને ખુબ જ શુભ ગણવામાં આવી છે. સાથે જ તેને જયારે તમે ઘરે લાવો છો, તો તે અલગ અલગ પ્રકારની અસર દેખાડે છે. તેથી તમે ધનતેરસના દિવસે અલગ અલગ ધાતુઓના વાસણ ખરીદી શકો છો.

સોનાના વાસણ : સમુદ્ર મંથન વખતે ભગવાન ધન્વંતરિ સોનાનો કળશ લઈને સમુદ્ર માંથી નીકળ્યા હતા. ત્યારથી સોનાને ઘણી શુભ ધાતુ માનવામાં આવે છે. તમે આ ધનતેરસના દિવસે સોનાની કોઈ વસ્તુ કે વાસણ ખરીદી શકો છો. તેનાથી તમારા ઘરમાં સકારાત્મકતા જોવા મળે છે. જો તમારી કુંડળીમાં બૃહસ્પતિ (ગુરુ) સાથે જોડાયેલા દોષ છે, તો સોનાના વાસણ ઘરે લાવવાથી તે ઓછા થઇ શકે છે.

પિત્તળના વાસણ : પિત્તળના વાસણ ખુબ જ શુભ માનવામાં આવે છે. આ ધાતુ આરોગ્યની ગણતરીએ પણ ખૂબ જ સારી માનવામાં આવે છે. પણ ધ્યાન રહે કે, પિત્તળના વાસણમાં ન તો કોઈ ખાટી વસ્તુ બનાવવી જોઈએ અને ન તો કોઈ ખાટી વસ્તુ ખાવી જોઈએ, કેમ કે તે ઝે રબની જાય છે. તમે પિત્તળના ગ્લાસમાં પાણી પી શકો છો અને પિત્તળની થાળીમાં ખાવાનું ખાઈ શકો છો.

તાંબાના વાસણ : તાંબાના વાસણનો ઉપયોગ મોટાભાગે પૂજાના કામમાં કરવામાં આવે છે. શાસ્ત્રો મુજબ તાંબાને સૂર્ય અને મંગળ સાથે જોડીને જોવામાં આવે છે. આરોગ્યની દ્રષ્ટિએ આ ધાતુ ઘણી ફાયદાકારક હોય છે. એટલા માટે ધનતેરસના દિવસે તાંબાનું કોઈ વાસણ પણ ખરીદી શકો છો.

માટીના વાસણ : બજારમાં તમને માટીના વાસણ પણ ઘણા મળી જશે. તમે માટીના વાસણમાં ખાવાનુ પણ બનાવી શકો છો અને ખાઈ પણ શકો છો. તે ઇકો ફ્રેન્ડલી હોવાની સાથે સાથે આરોગ્યની દ્રષ્ટિએ ઘણું સારું રહે છે. માટીને શાસ્ત્રોમાં શુભ પણ માનવામાં આવે છે અને તેનાથી ઘરમાં સકારાત્મકતાનો પ્રવેશ થાય છે. ધનતેરસના દિવસે માટીના દીવડા જરૂર ખરીદો.

ચાંદીના વાસણ : ચાંદીને ચંદ્ર ગ્રહ સાથે જોડીને જોવામાં આવે છે. ધનતેરસના દિવસે ચાંદીના વાસણને ઘરે લાવવાથી સુખ શાંતિમાં વૃદ્ધી થાય છે. ચાંદીની કુદરતી ઠંડક શરીરને ઠંડુ રાખે છે. આંખોની દ્રષ્ટિ વધારવા માટે પણ તમે ચાંદીના વાસણમાં ખાઈ શકો છો.

સ્ટીલના વાસણ : જો તમે ઉપર જણાવેલ કોઈ પણ ધાતુના વાસણ નથી ખરીદી શકતા તો તમે સ્ટીલના વાસણ પણ ખરીદી અને ઘરમાં વિધિ પૂર્વક તેની પૂજા કરો. એ વાતનું ધ્યાન રાખો કે સ્ટીલના વાસણ જ ખરીદો લોખંડના વાસણ ન ખરીદો. લોખંડને અશુભ ધાતુ માનવામાં આવે છે.

આશા રાખીએ કે તમને સ્ટોરી સારી લાગી હશે. સાથે જ આ લેખ કેવો લાગ્યો? તે અમને કમેંટ કરી જરૂર જણાવો અને આવા પ્રકારના બીજા લેખ વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

આ માહિતી હરજિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.