માંગલિક કામમાં કયા પંચદેવોની થાય છે પૂજા, શું છે તેમની પૂજાનું મહત્વ?

જાણો કેમ કોઈ પણ માંગલિક કાર્ય પહેલા આ પંચદેવોની થાય છે પૂજા, જાણો નામ સહીત તેમનું મહત્વ.

હિંદુ ધર્મમાં કોઈ પણ નવું કામ કરતા પહેલા સૌથી પહેલા દેવી-દેવતાઓનું આહવાન અને પૂજન કરવામાં આવે છે. દરેક માંગલિક કાર્યમાં સૌથી પહેલા પંચદેવની પૂજાનું વિધાન જણાવવામાં આવ્યું છે. આ પંચદેવોનું મંત્રો દ્વારા આહવાન કરવામાં આવે છે. પછી જળથી આચમન કરાવ્યા બાદ પંચોપચાર વિધિથી તેમનું પૂજન કરવામાં આવે છે. માંગલિક કાર્યો કરતા પહેલા પંચ દેવોનું પૂજન કરવાથી દરેક કામ કોઈ પણ જાતના વિઘ્ન વગર સંપન્ન થઈ જાય છે. તો આવો જાણીએ કયા પંચદેવોનું કરવામાં આવે છે પૂજન અને શું છે તેમની પૂજાનું મહત્વ?

કોણ છે પંચદેવ? સૂર્યદેવ, ભગવાન ગણેશ, ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને આદિશક્તિ માં દુર્ગાને પંચદેવ માનવામાં આવ્યા છે, અને દરેક શુભ કામમાં તેમના પૂજનનું વિધાન છે. સૂર્યદેવ પછી સૌથી પહેલા ભગવાન ગણેશ પછી શિવજી, માં દુર્ગા અને વિષ્ણુજીનું પૂજન કરવામાં આવે છે.

પંચદેવોની પૂજાનું મહત્વ : સૃષ્ટિના નિર્માણમાં પાંચ તત્વોનું ઘણું મહત્વ છે. તે પાંચ તત્વો વાયુ, જળ, અગ્નિ, પૃથ્વી અને આકાશ છે. તે પંચતત્વોને આધાર માનીને પંચદેવનું પૂજન કરવામાં આવે છે.

ભગવાન સૂર્ય નારાયણ : સૂર્યથી જ સમગ્ર સૃષ્ટિમાં પ્રકાશ છે અને સૂર્ય જ એક એવા દેવતા છે જેમને પ્રત્યક્ષ રૂપથી જોઈ શકાય છે. પંચતત્વોમાં સૂર્યને આકાશનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે.

ભગવાન ગણેશ : ગણેશજી દરેક દેવોમાં પ્રથમ પૂજનીય છે, તેમને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. એટલા માટે દરેક માંગલિક કાર્યમાં સૌથી પહેલા તેમની પૂજા કરવામાં આવે છે. જેથી કાર્ય નિર્વિઘ્ન રૂપથી સંપન્ન થઈ જાય.

ભગવાન શિવ, માં દુર્ગા : ભગવાન શિવ અને શક્તિ સ્વરૂપા માં દુર્ગા બંનેથી જ સૃષ્ટિની શરૂઆત થાય છે. તે સમસ્ત જગતના માતા-પિતા છે. માં દુર્ગા પોતે પ્રકૃતિ છે અને ભગવાન શિવ દેવોના પણ દેવ છે. જીવન અને કાળ પણ તેમને જ આધીન છે.

શ્રી હરિ વિષ્ણુ : ભગવાન શ્રી હરિ વિષ્ણુ સમગ્ર જગતના પાલનહાર છે. સૃષ્ટિના સંચાલનનો ભાર તેમના પર છે. એટલા માટે દરેક શુભ કામમાં વિષ્ણુજીની પૂજા કરવાનું પ્રાવધાન છે. દેવઉઠી એકાદશીથી વિષ્ણુજીના જાગ્રત થયા પછી જ માંગલિક કાર્યની શરૂઆત થાય છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.