જયારે સંજય દત્ત સાથે અફેયરને કારણે માધુરી દીક્ષિતને સાઈન કરવી પડી હતી નો પ્રેગનેન્સી ક્લોજ

યુવાની હોય, અદાઓ હોય, સુંદરતા હોય અને એવી જાદુગરીને જોવા વાળા દીવાના થઇ જાય. એવી ઓળખ હતી બોલીવુડની ડાન્સિંગ ડિવા માધુરી દીક્ષિતની. આજે પણ પોતાના હાસ્યથી લોકોને ઘાયલ કરી દેવા વાળી માધુરી પોતાના સમયમાં સુપરસ્ટાર હતી. તેમણે ઉંમરનો ૫૦ નો આંકડો પાર કરી લીધો છે, પરંતુ ચહેરા ઉપર તાજગી આજે પણ જળવાયેલી છે.

જયારે ચારે તરફ છવાઈ ગઈ મોહિની : અનીલ કપૂર સાથે માધુરીની જોડી હમેશા સુપરહિટ રહી. તેજાબ, બેટા જેવી સુપરહિટ ફિલ્મો એમણે કરી હતી. જયારે ફિલ્મ તેજાબ રીલીઝ થઇ તો તેના ગીત ‘એક દો તીન’ એ લોકોને નાચવા માટે મજબુર કર્યા હતા. અને લોકોને તેનો અંદાજ ઘણો પસંદ આવ્યો હતો. આ ફિલ્મ પછી તે અમેરિકા થોડા દિવસો રજા મનાવવા ગઈ અને જ્યારે પાછી ફરી તો લોકોની ભીડએ મોહિની મોહિની કહીને બોલાવી. તે માધુરીનું સ્ટારડમ હતું જે લોકોના દિલ અને મગજમાં વસી ગયું હતું.

સાઇન કરવી પડી હતી નો પ્રેગ્નેન્સી ક્લોઝ : માધુરીના અફેયરની ચર્ચા પણ ઘણી રહી, અને તે પણ સૌથી વધુ સંજય દત્ત સાથે. તેમની સાથે કામ કરતા કરતા માધુરી એક બીજાથી ઘણા નજીક આવી ગયા હતા, અને તેના અફેયરના સમાચારો આગની જેમ ફેલાઈ રહ્યા હતા. તે સમયે માધુરી સંજય દત્ત સાથે ફિલ્મ ખલનાયકનું શુટિંગ કરી રહી હતી. ફિલ્મના નિર્માતા નિર્દેશક શુભાષ ધાઈએ તેમના અફેયર અને ચર્ચાઓને ધ્યાનમાં રાખીને નો પ્રેગ્નેન્સી ક્લોઝ કરાવી હતી. તેની હેઠળ માધુરી ફિલ્મના શુટિંગ દરમિયાન ગર્ભવતી થઇ શકતી ન હતી અને જો એવું કાંઈ થયું તો ફિલ્મના પુરા પૈસા તે પોતે ભરશે.

આમ તો માધુરીએ કોઈ ખચકાટ વગર તે ક્લોઝ સાઈન કરી દીધો હતો. સૌથી મોટી વાત એ હતી કે તે સમયે તેના લગ્ન થયા ન હતા અને માત્ર સંજય દ્ત્ત સાથે અફેયરના સમાચારો આવતા હતા. માધુરી એટલી મોટી સ્ટાર હતી કે નિર્માતા નિર્દેશક તેની ઉપર પૈસા લગાવવા માટે જરાપણ અચકાતા ન હતા, પરંતુ તેને ડર રહેતો હતો કે કોઈ કારણસર માધુરીએ ફિલ્મ છોડી દીધી તો ફિલ્મ તો ડૂબશે જ સાથે પૈસા પણ ડૂબી જશે.

એમએફ હુસેન હતા માધુરીના ફેન : માધુરીની અદાથી ઘાયલ માત્ર હિન્દુસ્તાન ન નહિ પરંતુ આખી દુનિયા હતી. જાણીતા પેન્ટર એમ એફ હુસેન માધુરીને એટલી પસંદ કરતા હતા કે માત્ર તેને જોવા માટે તેમણે ‘હમ આપકે હે કોન’ ૮૫ વખત જોઈ હતી. માધુરીની અદાઓ પણ એટલી સરસ હતી કે તેને ૧૪ વખત ફિલ્મફેયર માટે નોમીનેટ કરવામાં આવી હતી જે હજુ સુધી રેકોર્ડ છે. ફિલ્મ હમ આપકે હે કોનમાં તેમણે ૨.૭૫ કરોડ રૂપિયાની મોંઘી ફી લીધી હતી અને એ સમયે ફિલ્મના હીરો સલમાનની ફી કરતા ઘણી વધુ હતી.

માધુરીની અંદર એ તમામ ગુણ હતા જે તેને સુપરસ્ટાર બનાવતા હતા. તેના હાસ્ય ઉપર લોકો મરતા હતા તો તે તેના ડાંસના લોકો ફેન હતા. તેમની એ ઓળખનું કારણ એ હતું કે એક ફિલ્મ બનાવવામાં આવી હતી, જેનું નામ રાખવામાં આવ્યું હતું મેં માધુરી દીક્ષિત બનના ચાહતી હું. તેના હાસ્યમાં લોકોને મધુબાલાની ઝલક આવતી હતી. તેનો અભિનય લોકોને હસાવતી હતી અને રડાવતી હતી. તેના માટે રોલ લખવામાં આવતા હતા. માધુરીએ એક સમય પછી ફિલ્મો માંથી દુર થઇ ગઈ અને ડૉ. નેને સાથે લગ્ન કરી લીધા. હવે એક વખત ફરી માધુરી પોતાની અદાઓથી લોકોને ઘાયલ કરવા માટે તૈયાર છે.