જ્યારે ઘરે કોઈ મહેમાન આવે તો તેમને ભોજન કરાવતા સમયે આ 4 વાતોનું ધ્યાન રાખો.

મહેમાનોને ભોજન કરાવતા સમયે ધ્યાનમાં રાખો આ 4 વાતો, જાણો શિવપુરાણમાં શું કહેવામાં આવ્યું છે. ધર્મ ગ્રંથોમાં મહેમાનના મહત્વ વિષે ઘણી વાતો જણાવવામાં આવી છે. ઘરે આવેલા મહેમાનને ભગવાન સમાન માનવામાં આવે છે.

હિંદુ ધર્મમાં ભગવાનના હવન અથવા ઘણા તહેવારો પર ઘરે આવેલા મહેમાનોને ભોજન કરાવવાનું મહત્વ છે. અતિથિના સત્કારને લઈને શિવપુરાણમાં એવી 4 વાતો જણાવવામાં આવી છે, જેનું પાલન કરવામાં આવે તો મનુષ્યને મહેમાનોને ભોજન કરાવવાનું ફળ જરૂર મળે છે. ઘરે આવેલા મહેમાનને ભોજન કરાવતા સમયે ધ્યાનમાં રાખો આ 4 વાતો.

(1) મન સાફ હોવું જોઈએ : ઘરે આવેલા મહેમાનોનો સત્કાર કરતા સમયે તેમને ભોજન કરાવતા સમયે કોઈ પણ ખોટા ભાવોને મનમાં નહિ આવવા દેવા જોઈએ. અતિથિ સત્કાર સમયે જે મનુષ્યના મનમાં બળતરા, ક્રોધ, હિંસા જેવી વાતો ચાલતી રહે છે, તેમને પોતાના કર્મોનું ફળ નથી મળતું. એટલા માટે આ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.

(2) તમારી વાણી મધુર હોવી જોઈએ : મનુષ્યએ ક્યારેય પણ ઘરે આવેલા મહેમાનોનું અપમાન નહિ કરવું જોઈએ. ઘણી વાર મનુષ્ય ગુસ્સામાં આવીને અથવા કોઈ પણ અન્ય કારણોથી ઘરે આવેલા મહેમાનનું અપમાન કરી દે છે. એવું કરવા પર મનુષ્ય પાપનો ભાગીદાર બની જાય છે. દરેક મનુષ્યએ પોતાના ઘરે આવેલા મહેમાનોનો સારા ભોજનની સાથે સાથે પવિત્ર અને મીઠીવાણી સાથે સ્વાગત-સત્કાર કરવો જોઈએ.

(3) શરીર શુદ્ધ હોવું જોઈએ : મહેમાનોને ભગવાન સમાન માનવામાં આવે છે. અપવિત્ર શરીર સાથે ન તો ભગવાનની સેવા કરવામાં આવે છે અને ન તો મહેમાનની. કોઈને પણ ભોજન કરાવતા પહેલા મનુષ્યએ શુદ્ધ જળથી સ્નાન કરીને સ્વચ્છ કપડાં ધારણ કરવા જોઈએ. અપવિત્ર શરીરથી કરવામાં આવેલી સેવાનું ફળ ક્યારેય નથી મળતું.

(4) ઉપહાર જરૂર આપો : ઘરે આવેલા મહેમાનને ભોજન કરાવ્યા પછી કંઈકને કંઈક ભેટ-ઉપહાર આપવાનું પણ વિધાન છે. પોતાની શ્રદ્ધા અનુસાર મહેમાનોને ઉપહારના રૂપમાં કંઈકને કંઈક જરૂર આપવું જોઈએ. સારી ભાવનાઓથી આપવામાં આવેલા ઉપહાર હંમેશા જ શુભ ફળ આપનારા હોય છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.