જયારે ભારતના ફક્ત 120 સૈનિક, ચીનના 2000 સૈનિકો ઉપર થઈ ગયા હતા હાવી, 1300 નો તો બોલાવી દીધો હતો ખાતમો

ભારત અને ચીન વચ્ચેના યુદ્ધમાં ભારતના બસ 120 સિપાહી ચીનના 2000 સિપાહી ઉપર એવા તો ભારે પડ્યા કે અટલાને તો ચપટી વગાડતા જ પહોંચાડી દીધા હતા ઉપર.

ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદને લઈને ઘણી વાર તણાવ થઇ જાય છે. 1962 માં, બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થઇ ગયું હતું.

ભારત અને ચીન વચ્ચે રેજાંગ લા ખાતે યુદ્ધની આગેવાની મેજર શૈતાન સિંહે કરી હતી. આ યુદ્ધમાં ભારતના 114 સૈનિકો શહીદ થઇ ગયા હતા. તે ગંભીર રીતે ઘવાયેલા 5 સૈનિકોને ચીનના સૈનિકો દ્વારા બંદી બનાવવામાં આવ્યા હતા. પાછળથી ચીને સત્તાવાર અહેવાલમાં સ્વીકાર્યું કે તેને આ યુદ્ધમાં સૌથી વધુ નુકશાન થયું છે.

ચીન તરફથી લદ્દાખમાં ભારતીય ભૂમિ ઉપર અતિક્રમણ કર્યા પછી બંને દેશો વચ્ચે સરહદ ઉપર તણાવ વધ્યો છે. ચીન અને ભારતે લદ્દાખમાં એક્યુઅલ કંટ્રોલ (એલએસી) ઉપર પણ પોત પોતાના સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. અમેરિકા (યુએસ) એ બંને દેશો વચ્ચેના સરહદ વિવાદના સમાધાન માટે મધ્યસ્થતા કરાવવાની દરખાસ્ત કરી છે, જેને પહેલા ભારત અને હવે ચીન દ્વારા પણ નકારી કાઢવામાં આવી છે.

ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં તણાવની સ્થિતિ ઉભી થવી કોઈ નવો મુદ્દો નથી. લદ્દાખમાં જ નહીં ભારત અને ચીન વચ્ચે મોટાભાગે સરહદો ઉપર અથડામણની સ્થિતિ ઉભી થતી રહી છે. કંઈક એવી જ સ્થિતિ 1962 માં ઉભી થઇ હતી. તે સમયે ભારતના 120 સૈનિકોને ચીનના 2,000 સૈનિકો ઉપર ભારે પડ્યા હતા. ભારતીય સૈનિકોએ ઉત્તમ હિંમતનો પરિચય આપી યુદ્ધ લડ્યુ અને ચીનના 1,300 સૈનિકોને મારી નાખ્યા હતા.

મેજર શૈતાન સિંઘને અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ચોકી છોડો અને પાછા જાઓ

ચીનના તિબેટ ઉપર હુમલો, પછી કબજો અને દલાઇ લામાના ભારતમાં આશ્રય લીધા પછીના ભારત અને ચીનના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. ત્યાર પછી, 1962 માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ શરૂ થઇ ગયું. તે સમય દરમિયાન લદ્દાખમાં 13 મી કુમાઉની બટાલિયનની ‘સી’ કંપની ગોઠવવામાં આવી હતી. મેજર શૈતાન સિંહની આગેવાની હેઠળના 120 જવાનો મોરચા ઉપર તૈનાત હતા. તે સમયે ન તો સૈનિકો પાસે ચીન સામે લડવા લાયક હથિયારો હતા, અને ન તો હાડકાં ગાળી નાખે તેવી ઠંડીથી બચવા માટે કપડાં ઉપલબ્ધ હતા.

ચીને 18 નવેમ્બર 1962 ની રાતે લદ્દાખમાં ભારતીય ચોકી ઉપર હુમલો કરી દીધો હતો. ભારતીય સૈનિકોએ રેજંગ લા ખાતે ચીની સૈન્યનો સામનો કર્યો. જ્યારે મેજર શૈતાનસિંઘને ખબર પડી કે ચીન તરફથી મોટો હુમલો થવાનો છે ત્યારે તેણે તેના અધિકારીઓને રેડિયો સંદેશ મોકલ્યો અને મદદ માંગી. તેમને કહેવામાં આવ્યું હતું કે અત્યારે કોઈ પ્રકારની મદદ પહોચાડવી શક્ય નથી. સાથે જ તેમને કહેવામાં આવ્યું કે બધા સૈનિકો સાથે પીછેહઠ કરી જાવ.

મેજરે સૈનિકોના જીવ બચાવવા માટે ચોકી છોડવાની આપી સંપૂર્ણ છૂટ

મેજર શૈતાનસિંહે પીછેહઠ ન કરવાનો નિર્ણય કર્યો. તેણે પોતાના સૈનિકોને બોલાવ્યા અને કહ્યું કે આપણે 120 છીએ અને દુશ્મનોની સંખ્યા આપણા કરતા ઘણી વધારે હોઈ શકે છે. આપણેને કોઈ પણ પ્રકારની મદદ પણ મળી શકી નથી. આપણી પાસેના શસ્ત્રો પણ ઓછા પડી શકે છે. બની શકે છે કે આ યુદ્ધમાં આપણે બધા શહીદ થઇ જઈએ. આવી સ્થિતિમાં, જો કોઈ પોતાનો જીવ બચાવવા માંગે છે, તો તે પીછેહઠ કરવા માટે સ્વતંત્ર છે, પરંતુ હું મૃત્યુની છેલ્લી ઘડી સુધી લડીશ.

ત્યાર પછી વ્યૂહરચના તૈયાર કરવામાં આવી. શૈતાનસિંહે કહ્યું કે આપણી પાસે દારૂગોળો ઓછો છે અને દુશ્મનોની સંખ્યા વધારે છે. આવી સ્થિતિમાં, પ્રયાસ કરો કે એક પણ ગોળી ન બગડે. દરેક ગોળી લક્ષ્ય ઉપર લાગે. વળી, માર્યા ગયેલા દરેક દુશ્મન પાસેથી બંદૂક છીનવી લેવામાં આવે.

ચીનના સૈનિકોએ ચાલી ચાલ, યાકના ગળામાં ફાનસ બાંધીને ચલાવ્યો

રેજાંગ લા ખાતે સ્થિત મેજર શૈતાનસિંઘના જવાનોએ સવારે સંધ્યાકાળમાં જોયું કે ચીન તરફથી થોડી હિલચાલ થઈ રહી છે. તેમની તરફ થોડા પ્રકાશના ગોળા આવી રહ્યા હતા. મેજર શૈતાનસિંહે ફાયરિંગનો આદેશ આપ્યો હતો. થોડા સમય પછી, એવું જાણવા મળ્યું કે ચીનના સૈનિકોએ યાકના ગળા ઉપર ફાનસ લટકાવીને તેને ભારતીય ચોકી તરફ હાકી કાઢ્યા છે.

ખરેખર, ચીનના સૈનિકોને ભારત પાસેના શસ્ત્રો અને દારૂગોળાની જાણકારી હતી. આથી જ તેઓએ ભારતીય સૈનિકોની ગોળીઓ ખલાસ કરવા માટે આ યુક્તિ કરી હતી. ત્યાર પછી, ચીનના સૈનિકોએ ભારતીય ચોકી તરફ આગળ વધવાનું શરૂ કર્યું. સવારે પાંચ વાગ્યાની આસપાસ ભારતીય સૈનિકોએ ચીનની સેના ઉપર ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. ટૂંક સમયમાં જ, દુશ્મનની લાશો પડવા લાગી.

બંને હાથને ઇજા પહોંચાડ્યા પછી એક પગથી ચલાવતા રહ્યા મશીનગન મેજર

ચીનના કેટલાક સૈનિકો માર્યા ગયા બાદ, મેજર શૈતાનસિંહે કહ્યું કે હજુ યુદ્ધ પૂર્ણ થયું નથી. ત્યાર પછી ચીને ફરીથી હુમલો કરી દીધો. ત્યાં સુધીમાં ભારતીય સૈનિકો પાસે ગોળીઓ લગભગ ખલાસ થઇ ગઈ હતી. ચીનની સેનાએ રેજાંગ લા ઉપર મોર્ટાર અને રોકેટથી ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ત્યારે રેજાંગ લા ઉપર કોઈ બંકર ન હતું અને દુશ્મન રોકેટ ઉપર રોકેટ ચલાવતા રહેતા હતા. આ દરમિયાન શેતાનસિંહને હાથમાં ગોળી વાગી ગઈ હતી.

મેજર લોહીથી લથબથ થઇ ગયા હતા. બે સૈનિકો ઘાયલ મેજર શૈતાન સિંહને એક વિશાળ બરફની ખડકની પાછળ લઈ ગયા. તેમણે તબીબી સહાય લેવાની ના પાડી દીધી. તેમણે સૈનિકોને આદેશ આપ્યો કે મશીનગન લઈને આવો અને ગનના ટ્રિગરને મારા પગ ઉપર એક દોરડાથી બાંધી દો, ત્યાર પછી તેઓએ દુશ્મનો ઉપર એક પગથી ફાયરિંગ શરૂ કરી દીધું.

ચીને સ્વીકાર્યું, 1962 ના યુદ્ધમાં થયું હતું સૌથી વધુ નુકસાન

મેજર શૈતાનસિંહ જાણતા હતા કે 2000 ચીની સૈનિકોની સામે 120 ભારતીયોનો પરાજય થશે. તે પણ જાણતા હતા કે આ યુદ્ધમાં બધા સૈનિકો શહીદ થઈ જશે અને કોઈને ક્યારેય ખબર નહીં પડે કે રેજાંગ લામાં ખરેખર શું થયું હતું. તેમણે બે ઇજાગ્રસ્ત સૈનિકો રામચંદ્ર અને નિહાલ સિંહને કહ્યું કે તે ચોકી છોડીને જતા રહે. જો કે, નિહાલ સિંહને ચીનીઓએ 4 અન્ય ગંભીર ભારતીય સૈનિકો સાથે બંદી બનાવી લીધા હતા.

ચીન સાથેના આ યુદ્ધમાં ભારતના 120 સૈનિકોએ 1,300 ચિની સૈનિકોને મારી નાખ્યા હતા. ભારત તરફથી, 13મી કુમાઉની આ પલટનમાં માત્ર 14 જવાન જીવતા રહ્યા હતા. જેમાંથી પણ 9 ગંભીર રીતે ઘાયલ હતા. ચીને પોતાના સત્તાવાર અહેવાલમાં કબૂલ્યું હતું કે 1962 ના યુદ્ધમાં સૌથી વધુ નુકશાન સહન કરવું પડ્યું હતું.

બરફ ઓગળ્યા પછી ત્રણ મહીના પછી મળ્યો મેજર શૈતાનસિંહનો મૃતદેહ

ઘણી શોધખોળ કર્યા બાદ મેજર શૈતાનસિંહનો મૃતદેહ ક્યાંય મળ્યો ન હતો. પાછળથી, જ્યારે રેજાંગ લાનો બરફ ઓગળ્યો, તો રેડ ક્રોસ સોસાયટી અને આર્મીએ તેમની શોધ શરૂ કરી. તે દરમિયાન એક ભરવાડને એક મોટા ખડગમાં ગણવેશમાં કંઇક નજરે ચડ્યું. તેમણે આ માહિતી અધિકારીઓને આપી હતી. ભરવાડની માહિતી પછી, જ્યારે સૈન્ય ત્યાં પહોંચ્યું, ત્યારે તેમણે જોયું કે મેજર શૈતાનસિંહ તેની બંદૂક પકડી બેઠા હતા. એવું લાગતું હતું કે તેઓ હજી પણ યુદ્ધ માટે તૈયાર છે.

મેજર શૈતાનસિંહનું જોધપુરમાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. જ્યારે મેજર શૈતાનસિંહ શહીદ થયા હતા, ત્યારે તેમની ઉંમર માત્ર 37 વર્ષ હતી. તેમને દેશનો સૌથી મોટો શૌર્ય એવોર્ડ પરમ વીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા. અહીં વધુ એક બટાલિયન સૈનિકનો ઉલ્લેખ કરવો જરૂરી છે. જવાન સિંહારામે કોઈ શસ્ત્રો અને ગોળીઓ વગર ચીની સૈનિકોને પકડી પકડીને મારવાનું શરૂ કરી દીધું હતું. મલ્લ યુદ્ધના નિષ્ણાંત સિંહારામે 10 ચીની સૈનિકોને વાળથી પકડ્યા અને એક ટેકરી સાથે ભટકાડી ભટકાડીને હત્યા કરી નાખી હતી.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.