શિવલિંગને ઘરમાં સ્થાપિત કરતી વખતે આ પાંચ વાતને ધ્યાનમાં રાખો, નહિ તો વેઠવું પડશે મોટું નુકશાન

જેમ કે તમે બધા લોકો જાણો છો કે ભગવાન શિવજીને સ્વભાવમાં ભોળા ગણવામાં આવે છે. તે બધા દેવતાઓમાં સૌથી જલ્દી પ્રસન્ન થતા દેવતા ગણવામાં આવે છે. તેમના ભોળા સ્વભાવથી જ તેમના ભક્તો તેમને શંભુ ભોળા નામથી બોલાવે છે. એવું માનવામાં આવે છે કે જે ભક્ત પોતાના સાચા મનથી ભગવાન શિવજીની પૂજા અર્ચના કરે છે, ભગવાન શિવજી તેનાથી પ્રસન્ન થાય છે અને તેના જીવનમાં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓને દુર કરે છે.

ભગવાન શિવજી પોતાના ભક્તોની દરેક પરિસ્થિતિમાં મદદ કરે છે અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે. ભગવાન શિવજીના ભક્ત પણ તેમને પ્રસન્ન કરવા માટે પૂજા અર્ચના અને જાત જાતના ઉપાયમાં જોડાયેલા રહે છે, જેથી તેમને શિવજીના આશીર્વાદ પ્રાપ્ત થઇ શકે અને જીવનની તમામ અડચણો માંથી છુટકારો મળી શકે.

ભગવાન શિવજીની પૂજા શિવલિંગ તરીકે કરવામાં આવે છે. શિવલિંગ સાથે જોડાયેલી ઘણી એવી વાતો શાસ્ત્રોમાં દર્શાવવામાં આવી છે, જેને જો ધ્યાન બહાર કરવામાં આવે તો તેનું ખરાબ પરિણામ ભોગવવું પડી શકે છે. જો તમે તમારા ઘરમાં શિવલિંગ સ્થાપિત કરો છો તો તેને સ્થાપિત કરતા પહેલા ઘણી બધી વાતોનું ધ્યાન રાખવાની જરૂર છે. નહિ તો તમને નુકશાન થઇ શકે છે. આજે અમે તમને શિવલિંગ સાથે જોડાયેલી એવી જ થોડી વાતો વિષે જાણકારી આપવાના છીએ જેની ઉપર ધ્યાન આપવું ઘણું જ જરૂરી છે.

આવો જાણીએ શિવલિંગને ઘરમાં સ્થાપિત કરતી વખતે કઈ વાતોનું રાખશો ધ્યાન :

જો તમે તમારા ઘરમાં શિવલિંગને સ્થાપિત કરવા માંગો છો, તો ઘરમાં હંમેશા નર્મદા નદી માંથી નીકળતા પથ્થર માંથી બનેલા શિવલિંગને જ સ્થાપિત કરો. કેમ કે નર્મદા નદીમાંથી નીકળતા પથ્થરનું શિવલિંગ સૌથી શુભ માનવામાં આવે છે.

જો તમે તમારા ઘરમાં શિવલિંગ સ્થાપિત કરો છો, તો હંમેશા તમે શિવલિંગની વિધિ વિધાન પૂર્વક પૂજા કરો. જો તમે એમ નહિ કરો તો તેનાથી તમને અશુભ ફળની પ્રાપ્તિ થઇ શકે છે.

તમારા ઘરમાં શિવલિંગ સ્થાપિત કરતી વખતે તમારે આ વાતનું વિશેષ ધ્યાન રાખવાનું રહેશે, કે ઘરની અંદર એકથી વધુ શિવલિંગ ન હોવા જોઈએ. કેમ કે તે શાસ્ત્રોમાં અશુભ માનવામાં આવે છે.

તમે તમારા ઘરમાં શિવલિંગ સ્થાપિત ન કરશો, પણ શિવલિંગ હંમેશા ઘરની બહાર ખુલ્લી જગ્યામાં જ સ્થાપિત કરવું યોગ્ય માનવામાં આવે છે. જો તમે તમારા ઘરમાં શિવલિંગ રાખવા માંગો છો, તો શિવલિંગનો આકાર ઘણો નાનો હોવો જોઈએ મોટા શિવલિંગને તમારા ઘરની બહાર રાખો.

જો તમે તમારા ઘરમાં શિવલિંગ સ્થાપિત કરી લો છો તો તેની પૂજા દરમિયાન ભૂલથી પણ તુલસી હળદર અને કેતકીના ફૂલ અર્પણ ન કરશો. જો તમે આમ કરો છો તો તેનાથી તમને ભારે નુકશાન થઇ શકે છે. કેમ કે આ બધી વસ્તુ શિવલિંગ પર ચડાવવામાં બાધા રૂપ માનવામાં આવે છે, તે અપશુકન માનવામાં આવે છે.

ઉપર અમે તમને પાંચ વાતો જણાવી છે, જો તમે આ બધી વાતોને તમારા ધ્યાનમાં રાખી શિવલિંગની સ્થાપના કરો છો તો તમારી પૂજાના પુરા ફળ પ્રાપ્ત થશે અને તમારે કોઈ તકલીફનો સામનો નહિ કરવો પડે. આ બધી વાતોને ધ્યાનમાં રાખીને તમે ભગવાન ભોળેનાથની કૃપા પ્રાપ્ત કરી શકો છો, જેથી તમારા ઘર પરિવારમાં હંમેશા આનંદ જળવાયેલો રહેશે અને જીવનની તમામ તકલીફોથી છુટકારો પ્રાપ્ત થશે.