મળી ગયો ઈલાજ આ 10 દિવસમાં મટાડી દે છે શરીરના સફેદ ડાઘ, લગાડવાની રીત જાણી લો….

શરીરના કોઈપણ અંગમાં ત્વચા ઉપર સફેદ ધબ્બા થવા, જેને સામાન્ય રીતે કોઢ કહેવામાં આવે છે, એ એક જટિલ સમસ્યા માનવામાં આવે છે. અને આ સમસ્યા સરળતાથી મટતી નથી. ડોક્ટર્સ તેના માટે જુદા જુદા કારણોને જવાબદાર ગણે છે. જેમાં મેલેનીન બનાવવા વાળી કોશિકાઓ ઉપર પ્રતિરોધકતાની અસર, વારસાગત, પારજાંબલી કિરણોની અસર, વધુ પડતો તણાવ, વિટામીન બી ૧૨ ની કમી, ત્વચા ઉપર કોઈ પ્રકારનું સંક્રમણ થવું વગેરેનો સમાવેશ થાય છે. થોડા ઘરેલું પ્રયોગ ત્વચાની આ અસમાનતાને મટાડવામાં તમને મદદ કરી શકે છે.

૧. તાંબુ : તાંબુ તત્વ, ત્વચામાં મેલેનીનના નિર્માણ માટે ઘણું જરૂરી છે. તેના માટે તાંબાના વાસણમાં આખી રાત પાણી ભરીને રાખો અને સવારે ખાલી પેટ પીવો. વર્ષો જૂની આ રીત મેલેનીન નિર્માણમાં મદદરૂપ છે.

૨. નારીયેળ તેલ : તે ત્વચાને પુનઃ વર્ણકર્તા(રંગ દ્રવ્ય) પુરા પાડવામાં મદદરૂપ છે. સાથે જ ત્વચા માટે ઉત્તમ પણ છે. તેમાં જીવાણું વિરોધી અને સંક્રમણ વિરોધી ગુણ પણ મળી આવે છે. પ્રભાવિત ત્વચા ઉપર દિવસમાં ૨ થી ૩ વખત નારીયેળ તેલથી મસાજ કરવી ફાયદાકારક સાબિત થઇ શકે છે.

૩. હળદર : સરસીયાના તેલ સાથે હળદર પાવડરનો લેપ બનાવીને લગાવવો ફાયદાકારક છે. તેના માટે ૧ કપ કે લગભગ ૨૫૦ મી.લી. સરસીયાના તેલમાં ૫ મોટી ચમચી હળદર પાવડર નાખીને ભેળવો, અને તેનો લેપ દિવસમાં બે વખત પ્રભાવિત ત્વચા ઉપર લગાવો. ૧ વર્ષ સુધી આ પ્રયોગને સતત કરો. તે ઉપરાંત તમે હળદર પાવડર અને લીમડાના પાંદડાનો લેપ કરી શકો છો.

૪. લીમડો : લીમડો એક ઉત્તમ રક્તશોધક અને સંક્રમણ વિરોધી તત્વોથી ભરપુર ઔષધી છે. લીમડાના પાંદડાને છાશ સાથે વાટીને તેનો લેપ બનાવીને ત્વચા ઉપર લગાવો. જયારે તે એકદમ સુકાઈ જાય તો તેને ધોઈ લો. તે ઉપરાંત તમે લીમડાના તેલનો ઉપયોગ પણ કરી શકો છો, અને લીમડાના જ્યુસનું સેવન પણ કરી શકો છો.

૫. લાલ માટી : લાલ માટીમાં પુષ્કળ પ્રમાણમાં તાંબુ મળી આવે છે, જે મીલેનીનનું નિર્માણ અને ત્વચાના રંગનું પુનઃ નિર્માણ કરવામાં મદદરૂપ છે. તેને આદુના રસ સાથે ભેળવીને પણ પ્રભાવિત ભાગ ઉપર લગાવવું ફાયદાકારક રહેશે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે, અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.