WHO વોટ્સઅપમાં હવે હિન્દીમાં આપી રહી છે કોરોનાથી જોડાયેલી જાણકારી, આજે જ ટ્રાય કરો

હવે તમે પણ કોરોનથી જોડાયેલી સાચી જાણકારી, ફક્ત આ નંબર પર વોટ્સઅપ કરી WHOથી સીધી મેળવી શકશો હમણાં ટ્રાય કરો

કોરોનાથી જોડાયેલી જાણકારી દરેક લોકો સુધી પહોંચી શકે એટલા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ વોટ્સઅપ અને ફેસબુકની ભાગીદારીમાં એક ડેડીકેટેડ મેસેજિંગ સર્વિસને થોડા સમય પહેલા લોન્ચ કરી હતી. અહીં અલગ અલહ ભાષાઓમાં COVID-19 સાથે જોડાયેલા તથ્યો લોકોને આપવામાં આવે છે. હવે WHO ની આ સેવા હિન્દી ભાષામાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

આ સર્વિસનો ઉદ્દેશ લોકો સુધી કોરોના વાયરસ સાથે જોડાયેલી જાણકારીઓ, તેના લક્ષણ અને તેનાથી બચવાની રીતો પહોંચાડવાનો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વોટ્સએપ પર હિંદી અપડેટ મેળવવા માટે યુઝર્સે ફક્ત મેસેજિંગ પ્લેટફોર્મમાં +41 22 5017341 નંબરને સેવ કરવાનો છે, અને ‘hi’ કે ‘नमस्ते’ લખીને મેસેજ કરવાનો છે. હેલ્થ ઓર્ગેનાઈઝેશનની આ સેવા અંગ્રેજી સહીત ઘણી બીજી ભાષાઓંમાં પણ ઉપલબ્ધ છે.

આ WHO તરફથી જાહેર કરવામાં આવેલ ટૈચબોટ ઓપરેટેડ સર્વિસ છે. અહીં નમસ્તે(હિંદીમાં) લખીને મેસેજ કર્યા પછી તમારે જે વિકલ્પ દેખાઈ આવશે તેના વિષે આગળ જાણકારી પ્રાપ્ત કરવા માટે તમારે ન્યુમેરિક રિસ્પોન્સ આપવો પડશે. આનાથી યુઝર્સ હાલની સંખ્યા, પોતાનું રક્ષણ, મુસાફરીની સલાહ અને સમાચાર અને પ્રેસ જેવા ઘણા વિકલ્પોને એક્સેસ કરી પોતાને અપડેટેડ રાખી શકશો.

તમને જણાવી દઈએ કે, કોરોના સાથે જોડાયેલી ખોટી જાણકારીઓ ઝડપથી વોટ્સએપ અને બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ફેલાઈ રહી છે. એવામાં સાચી જાણકારી સીધી WHO પાસેથી મેળવવી એક સારો વિકલ્પ છે. આખી દુનિયામાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. આ લેખ લખવા સુધીમાં આખી દુનિયામાં મરવા વાળાઓનો આંકડો 95 હજારથી વધારે થઇ ગયો છે. તો ભારતમાં સંક્રમિત લોકોની સંખ્યા 6 હજારને પાર કરી ચુકી છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.