માં અને પત્ની માંથી પુરુષ ઉપર કોનો હક છે વધારે? ભારતીય કોન્સ્ટેબલના પ્રશ્ન ઉપર ટ્વીટર ઉપર થઇ જોરદાર ચર્ચા.

પુરુષ ઉપર કોનો હક વધારે, માં નો કે પત્નીનો? ધર્મસંકટમાં મૂકી દેતા આ સવાલનો મળ્યો આવો જવાબ.

લગ્ન પછી જે રીતે એક છોકરીએ પોતાના સાસરીયામાં નવા સંબંધો સાથે એડજસ્ટ કરવાનું હોય છે, તેવી જ રીતે એક છોકરાને પણ માં અને પત્ની વચ્ચે યોગ્ય બેલેન્સ જાળવવું પડે છે. અમુક સંબંધો ઘણા નાજુક અને જટિલ હોય છે, તેમાંથી એક છે પુરુષનો પોતાની માં અને પત્ની સાથેના સંબંધ.

કોન્સ્ટેબલના પ્રશ્ન ઉપર થઇ ચર્ચા : ભારત પોલીસમાં કોન્સ્ટેબલની ફરજ બજાવતા આશિષ મિશ્રા સોશિયલ મીડિયા ઉપર ઘણા એક્ટીવ રહે છે. થોડા દિવસો પહેલા તેમણે ટ્વીટર ઉપર પોતાના ફેંસને એક પ્રશ્ન કર્યો હતો. તેમણે પૂછ્યું હતું કે, એક પુરુષ ઉપર સૌથી વધુ હક કોનો હોય છે? માં કે પત્નીનો? તેની ઉપર ઘણા લોકોએ અલગ અલગ જવાબ આપ્યા છે. આ જવાબો જાણતા પહેલા જાણો કે ખરેખર આ સંબંધ આટલો જટિલ કેવી રીતે બની જાય છે.

લગ્ન પછી વધે છે જવાબદારી : લગ્ન પહેલા એક પુરુષ પોતાની માં ની સૌથી વધુ નજીક હોય છે. ઘણા છોકરા દરેક નાની મોટી વાતો પોતાની માં સાથે શેર કરવાથી લઈને પોતાનો પગાર પણ પોતાની માં ને સોંપી દે છે. લગ્ન પછી જયારે અચાનક તેના જીવનમાં બીજી સ્ત્રી પ્રવેશે છે, તો જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે.

કોઈ વાત ઉપર જો તે માં નો સાથ આપે છે તો પત્નીને ખોટું લાગે છે અને પત્નીની વાત માની લે તો માં નારાજ થઇ જાય છે. ઘણા છોકરા માવડિયા અને પત્નીના ગુલામ જેવા ટેગ્સ વચ્ચે ફસાઈ જાય છે. લગ્ન પછી મોટાભાગના છોકરાઓએ આ ધર્મસંકટમાંથી પસાર થવું પડે છે.

લોકોએ આપી સલાહ : આશિષ મિશ્રાના પ્રશ્ન ઉપર 109 લોકોએ પોતાના અભિપ્રાય આપ્યા છે. જેમાં મોટાભાગના ટ્વીટર યુઝર્સે તેને એક ધર્મસંકટ અને પુરુષ ઉપર માં નો હક વધુ હોવાનું જણાવ્યું છે, અને એક યુઝરના જવાબે બધાની તકલીફ ઉકેલી દીધી છે. પંકજ કુમાર શ્રીવાસ્તવે કમેન્ટમાં લખ્યું – પુરુષ ઉપર પત્નીનો હક હોય છે અને દીકરા ઉપર માં નો હક્ક હોય છે.

સંબંધોની જટિલતાને ઉકેલવા માટે જીવનમાં રહેલા દરેક વ્યક્તિનું વિશેષ સ્થાન અને મહત્વ હોવું જોઈએ. જો દરેકને સમય આપીને બધાની જરૂરિયાતોને સમજી લેવામાં આવે, તો આ પ્રકારની તકલીફો આવવાનો પ્રશ્ન જ નહિ ઉભો થાય.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.