જે લોકોમાં હોય છે આ 6 ગુણ તેમને સફળતાની સાથે માન-સન્માન પણ મળે છે, જાણો તમારામાં આ ગુણ છે કે નથી.

ઘર્મ ગ્રંથોમાં જણાવેલા આ 6 ગુણ જે વ્યક્તિમાં હોય છે તેમને જીવનમાં સફળતાની સાથે સાથે મળે છે માન-સન્માન. આપણા ધર્મ ગ્રંથોમાં સફળતા મેળવવા માટે ઘણા ગુણો વિષે જણાવવામાં આવ્યું છે. તે ગુણો માંથી જ આપણને જીવનમાં માન સન્માન મળે છે. જે વ્યક્તિમાં આ ગુણ હોય છે, તેમને ન માત્ર સફળતા મળે છે પરંતુ સમાજમાં અપેક્ષિત માન સન્માન પણ મળે છે. આજે અમે તમને એવા જ 6 ગુણો વિષે જણાવી રહ્યા છીએ, જે નીચે મુજબ છે.

(1) મહેનત : જે વ્યક્તિ ક્યારેય મહેનત કરવાથી નથી ગભરાતા અને પોતાનું ધ્યેય સિદ્ધ કરવા માટે હંમેશા તત્પર રહે છે, તેમને સફળતા તો મળે જ છે સાથે જ સમાજમાં માન સન્માન પણ જરૂર મળે છે.

(2) સાહસ : જે લોકો વિપરીત પરિસ્થિતિમાં પણ સાહસથી કામ લે છે અને પડકારોનો મક્કમતા પૂર્વક સામનો કરે છે, તેમને કોઈ પણ મુશ્કેલી તેમના ધ્યેયને સિદ્ધ કરવાથી રોકી નથી શકતી.

(3) ધીરજ : જયારે સમય આપણા પક્ષમાં ન હોય ત્યારે ધીરજથી કામ લઇને જે લોકો યોગ્ય સમયની પ્રતીક્ષા કરે છે, તેમને પણ સફળતા અને માન સન્માન જરૂર મળે છે. તે સત્ય છે.

(4) બુદ્ધી : ઘણી વખત મોટી મોટી મુશ્કેલીઓનો ઉકેલ નાની એવી યુક્તિથી થઇ જાય છે. તેના માટે બુદ્ધની જરૂર હોય છે. યોગ્ય સમય ઉપર યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા જ સફળતા અને માન સન્માન અપાવે છે.

(5) શક્તિ : ઘણી વખત સફળતા માટે શક્તિ પ્રદર્શન કરવું પણ જરૂરી હોય છે. સફળતા અને માન સન્માન મેળવવા માટે શક્તિ (શારીરિક અને માનસિક) હોવી પણ ઘણી જરૂરી છે.

(6) પરાક્રમ : અસંભવ જેવા દેખાતા કાર્યને પોતાના પરાક્રમના બળથી સંભવ કરી દેખાડવા વાળા લોકોને સમાજમાં માન સન્માન પ્રાપ્ત થાય છે. એવા જ લોકો સફળતાની નવી સ્ટોરીઓ લખે છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.