કોણ છે બાબા બેંગા, જેમની 80 થી પણ વધારે ભવિષ્યવાળી પડી સાચી અને 2021ને લઈને કહી દીધી આ વાત

જાણો બાબા બેંગા કોણ છે, વર્ષ 2021 વિષે તેમની ભવિષ્યવાણી તમને ડરાવી દે એવી છે, વાંચો શું છે તે. વર્ષ 2020 કોરોના મહામારી અને ભૂકંપ જેવી આફતોમાં પસાર થયું છે. એવામાં ઘણા બધા લોકોને આશા છે કે વર્ષ 2021 સારું પસાર થશે. પણ બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર વર્ષ 2021 પણ ખાસ સારું નહિ હોય. જણાવી દઈએ કે, બાબા વેંગાએ 9/11, આતંકી સંગઠન, આઈએસઆઈએસ જેવી ઘણી મોટી ભવિષ્યવાણી કરી હતી જે સાચી સાબિત થઇ છે.

અને આ જ બાબા વેંગા અનુસાર વર્ષ 2021 હોનરત સર્જે તેવી આફતો લઈને આવશે. બાબા વેંગાનો જન્મ ઉત્તર મેસેડોનિયાના સ્ટ્રુમિકામાં 31 જાન્યુઆરી 1911 ના રોજ થયો હતો. તેમનું આખું નામ વેન્ગેલિયા પાંડેવા ગુસ્તેરોવા હતું. પણ લોકો તેમને પ્રેમથી બાબા વેંગા કહેતા હતા. અને પછી તે આ નામથી જ ઓળખાવા લાગ્યા. જણાવી દઈએ કે બાબા વેંગા એક મહિલા હતી.

જન્મના થોડા સમય પછી જ બાબા વેંગાની માં નું નિધન થઈ ગયું હતું. તેમજ તેમના પિતાને સંદિગ્ધ જાસૂસ માનીને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા. ત્યારબાદ બાબા વેંગાની સ્થિતિ બદલાઈ ગઈ. તે સંપૂર્ણ રીતે પોતાની આસપાસના લોકોની દયા અને સંવેદના પર નિર્ભર રહી ગઈ. તેઓ જ તેમના ખાવા પીવાની વ્યવસ્થા કરવા લાગ્યા.

પણ આ દરમિયાન બાબા વેંગા સાથે એક રહસ્યમય ઘટના સર્જાઈ. કોઈને તે ઘટના વિષે કાંઈ ખબર નથી. પણ બાબા વેંગાએ પોતાની વાતોમાં તેનો ઉલ્લેખ કર્યો હતો. તેમના જણાવ્યા અનુસાર એક જોરદાર તોફાનમાં ફસાયા પછી તે ન જાણે ક્યાં ફેંકાઈ ગઈ. ઘણી શોધખોળ કર્યા પછી તે મળી તો તેમની આંખોમાં રેતી ભરાયેલી હતી અને તે દુઃખાવાથી બૂમો પાડી રહી હતી.

સમયની સાથે સાથે તેમના બીજા જખમ તો ભરાઈ ગયા, પણ તેમની આંખોનું તેજ જતું રહ્યું. ત્યારબાદ બાબા વેંગા સાથે વિચિત્ર ઘટનાઓ થવા લાગી. તેમનામાં કોઈ શક્તિ આવી ગઈ, જેના લીધે તે નાની-મોટી બીમારીઓનો હાથોથી ઈલાજ કરવા લાગી. સાથે જ તે પૂર્વનુમાન પણ લગાવતી જે મોટાભાગે સાચા સાબિત થતા.

આ દરમિયાન એક સૈનિક તેમની પાસે પોતાના ભાઈના હત્યારાઓની જાણકારી મેળવવા માટે આવ્યો. બાબા વેંગાએ બુલ્ગેરિયાના તે સૈનિકને સત્ય તો જણાવ્યું પણ તેની પાસે વાયદો કરાવ્યો કે તે બદલો લેવાનો વિચાર મનમાંથી કાઢી દે. થોડા સમય પછી તે સૈનિક તેમનો જીવનસાથી બન્યો.

બાબા વેંગાનું જીવન ઝડપથી બદલાઈ રહ્યું હતું. તે વારંવાર ખરાબ રીતે બીમાર થતી હતી. ડોક્ટર કહેતા કે તે બચી નહિ શકે, પણ તે ચમત્કારિક રીતે બચી જતી. આ દરમિયાન બાબા વેંગાની ભવિષ્યવાણીઓ વધારે ચોક્કસ થવા લાગી. તે સમય બીજા વિશ્વ યુદ્ધનો સમય હતો. લોકો બાબા વેંગા પાસે પોતાના જીવવા-મરવાનું અનુમાન લગાવવા માટે આવતા. અને તે સત્ય જણાવતી હતી.

વર્ષ 1996 માં બાબા વેંગાનું બ્રેસ્ટ કેન્સરને કારણે મૃત્યુ થયું હતું. ત્યાં સુધીમાં મોટા મોટા રાજનેતાઓથી લઈને સામાન્ય લોકો તેમના શિષ્ય બની ગયા હતા. તેમને વાંચતા લખતા વધારે આવડતું ન હતું. આથી બાબા વેંગા જે બોલતા તે લોકો લખી લેતા હતા. આ રીતે બાબા વેંગાની ભવિષ્યવાણીઓ ભેગી થઇ. તેમના પર ઘણા પુસ્તકો લખાયા અને ફિલ્મો બની. આમ તો બાબા વેંગાની ભવિષ્યવાણીઓ પર લખાયેલું પુસ્તક વાંગા એલિગેટ રશિયા નામનું પુસ્તક સૌથી વિશ્વસનીય માનવામાં આવે છે.

બાબા વેંગા દ્વારા કરવામાં આવેલી 80 ટકા ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઇ છે. બાબા વેંગાએ 9/11 આતંકી હુમલો, પ્રિન્સેસ ડાયેનાના મૃત્યુ જેવી ઘણી વાતોને લઈને ભવિષ્યવાણી કરી હતી જે એકદમ સાચી સાબિત થઈ. તેમણે અમેરિકાના 45 માં રાષ્ટ્રપતિની ગંભીર રૂપથી બીમાર થવાની ભવિષ્યવાણી પર કરી હતી. અમેરિકાના 45 માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ હતા. વેંગાનું માનીએ તો તે સાંભળવાની શક્તિ ગુમાવી દેશે અને તેમના પર કોઈ હુમલો પણ થશે.

વર્ષ 2021 વિષે બાબા વેંગાએ જણાવ્યું હતું કે, આ વર્ષ માનવતા માટે ઘણું ખરાબ વર્ષ હશે. બાબા વેંગાએ પોતે કોઈ પુસ્તક નથી લખ્યું. જે પણ લખવામાં આવ્યું છે તે તેમણે કહેલું તેના પ્રમાણે લખવામાં આવ્યું હતું. એટલા માટે ઘણા લોકો આ વાતોને કાલ્પનિક કહે છે. બીજી તરફ બાબા વેંગાના સમર્થકોને વિશ્વાસ છે કે, આ બધી તેમણે કહેલી વાતો જ છે. જણાવી દઈએ કે, આ રહસ્યમયી બલ્ગેરિયન મહિલાએ એવું પણ કહ્યું હતું કે, ઇસ 5079 માં સૃષ્ટિનો વિનાશ થઈ જશે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.