તંત્ર સાધનામાં અને વિશેષ રૂપથી શિવની તંત્ર સાધનામાં ભૈરવનું સૌથી વિશેષ મહત્વ હોય છે. ભૈરવ આમ તો શિવજીનું જ રૌદ્ર અવતાર છે. પરંતુ ક્યાંક આને શિવનો પુત્ર પણ માનવામાં આવે છે, તો ક્યાંક આ પણ માનવામાં આવે છે, કે કોઈ પણ શિવના માર્ગ પર ચાલે છે, તેને ભૈરવ કહેવામાં આવે છે.
તેમની ઉપાસનાથી ભય અને ઉદાસીનો નાશ થાય છે. વ્યક્તિને અવિશ્વસનીય હિંમત મળે છે. શનિ અને રાહુની બાધાઓથી મુક્તિ માટે ભૈરવની પૂજા અચૂક થાય છે. શત્રુ અને વિરોધીઓને શાંત કરવા માટે રાશિ અનુસાર આમની પૂજા જરૂર કરો.
મેષ : ભગવાન ભૈરવને લીલા ફળોનો ભોગ લગાવો.
વૃષભ : ભગવાન ભૈરવને દૂધથી બનેલ મીઠાઈઓનો ભોગ લગાવો.
મિથુન : ભગવાન ભૈરવને લાલ ફૂલ અર્પિત કરો.
કર્ક : ભગવાન ભૈરવને પીળા કપડાં અર્પિત કરો.
સિંહ : ભગવાન ભૈરવને અડદની દાળના મેંદુ વડાનો ભોગ લગાવો.
કન્યા : ભગવાન ભૈરવને સરસીયાના તેલનો દીવો લગાવો.
તુલા : ભગવાન ભૈરવને પીળા ફળનો ભોગ લગાવો.
વૃશ્ચિક : ભગવાન ભૈરવને ગોળ કે ગોળથી બનાવેલ મીઠાઈનો ભોગ લગાવો.
ધનુ : ભગવાન ભૈરવને દૂધ કે દૂધની મીઠાઈનો ભોગ લગાવો.
મકર : ભગવાન ભૈરવને લીલા ફળોનો ભોગ લગાવો.
કુંભ : ભગવાન ભૈરવને સુગંધ અર્પિત કરો.
મીન : ભગવાન ભૈરવને લાલ વસ્ત્ર અર્પિત કરો.