IAS મોટા અધિકારી હોય છે કે IPS…ભારતના ઘણા MP અને MLA પણ નહિ જાણતા હોય એનો સાચો જવાબ

દરેક વ્યક્તિ સપનું જોય છે કે ભવિષ્યમાં આઈએએસ, આઈપીએસ, આઈઈએસ કે આઈએફએસ અધિકારી બને. જો કે ઘણા લોકોને એમના કામ, પગાર વગેરે વિષે જાણકારી નથી હોતી, અને એમની ભૂમિકાને લઈને મૂંઝવણમાં રહે છે. આજે અમે તમને આઈએએસ, આઈપીએસ અધિકારીઓ વચ્ચેનું અંતર જણાવી રહ્યા છે, જેના વિષે લોકો મૂંઝવણમાં રહે છે.

આઈએએસ અને આઈપીએસનું પદ વિશેષ અધિકાર વાળું હોય છે. એમને લોક સેવા અધિકારીના રૂપમાં જાણવામાં આવે છે. તે ભારતીય લોક તંત્રના ઘ્વજવાહક કહેવાય છે. એમની અલગ અલગ ભૂમિકાઓ હોય છે, અને એમના પગારમાં પણ ઘણું અંતર હોય છે. આ બધા અધિકારીઓને લોક સેવા આયોગ તરફથી આયોજિત સિવિલ સેવા પરીક્ષા પાસ કર્યા પછી પસંદ કરવામાં આવે છે.

આઈએએસ (ઈંડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) : સિવિલ સેવા પરીક્ષામાં ટોપ રેંક મેળવવા વાળા ઉમેદવારોને આઈએએસ બનાવવામાં આવે છે. આઈએએસ અધિકારી સંસદમાં બનતા કાયદાને પોતાના વિસ્તારમાં લાગુ કરાવે છે. સાથે જ નવી નીતિઓ અથવા કાયદા બનાવવામાં મહત્વનું યોગદાન આપે છે. આઈએએસ અધિકારી કેબિનેટ સેક્રેટરી, અંદર સેક્રેટરી વગેરે પણ બની શકે છે.

આઈપીએસ (ઈંડિયન પોલીસ સર્વિસ) : આઈપીએસ અધિકારી પોતાના કાર્યક્ષેત્રમાં કાનૂન વ્યવસ્થા બનાવી રાખવાનું કામ કરે છે. અને આઈપીએસ અધિકારીને એસપીથી લઈને આઈજી, ડેપ્યુટી આઈજી, ડીજીપી સુધી બનાવવામાં આવે છે. આઈપીએસ ફિયરલેસ(નિર્ભયતા) અને ઈક્વૈલિટી (સમાનતા) ને સાથે લઈને ચાલે છે. આઈએએસ સાચી રીતે કાયદા-કાનૂનને લાગુ કરવાનું કામ કરે છે.

આઈઈએસ (ઈંડિયન ઈન્જીનીયરીંગ સર્વિસ) : આ સરકારના ટેક્નિકલ ફંક્શનને સંભાળે છે. ખાસ વાત એ છે કે અન્ય અધિકારીઓ માટે ફક્ત ગ્રેજ્યુએટની જરૂર હોય છે, પરંતુ આઈઈએસ માટે ઉમેદવારોએ એન્જીનીયરીંગમાં ગ્રેજ્યુએટ કરેલું હોવું જરૂરી છે. આઈઈએસ અધિકારી ડિપાર્ટમેન્ટ ઓફ સિવિલ એન્જીનીયરીંગ, મિકેનિકલ એન્જીનીયરીંગમાં કામ કરે છે.

આઈએફએસ (ઈંડિયન ફોરેન સર્વિસ) : આઈએફએસ વિદેશી બાબતોને લઈને કામ કરે છે અને વિદેશ મંત્રાલયમાં પોતાની સેવા આપે છે. આઈએફએસ અધિકારી યુપીએસસી ક્લિયર કર્યા પછી ત્રણ વર્ષની ટ્રેનિંગ પછી આઈએફએસ ઓફિસર બને છે. આઈએફએસ અધિકારી ડિપ્લોમેસી સાથે જોડાયેલી બાબતોમાં કામ કરે છે, અને દ્વિપક્ષીય બાબતોને હેન્ડલ કરે છે.

આઈએફએસ અધિકારીનો પગાર : આઈએફએસ અધિકારીના પગારની વાત કરીએ તો તે વિભિન્ન સંરચનાઓના આધાર પર હોય છે. જેમ કે જુનિયર સ્કેલ, સિનિયર સ્કેલ, સુપર ટાઈમ સ્કેલ. પગારમાં અલગ-અલગ પગારના બેંડ હોય છે. આઈએફએસ અધિકારી પણ એચઆરએ (મૂળ અથવા આધિકારિક આવાસના 40%) ના હકદાર હોય છે. સાથે જ એમને ડીએ, ટીએ પણ મળે છે. એમાં કેબિનેટ સેક્રેટરી, અપેક્સ, સુપર ટાઈમ સ્કેલના આધાર પર પગાર વધતો જાય છે.

આઈપીએસ અધિકારીનો પગાર : આઈપીએસ અધિકારીઓને પણ પીએફ, ગ્રેજ્યુટી, હેલ્થકેયર સર્વિસીસ, આજીવન પેંશન, નિવાસ, સર્વિસ ક્વાર્ટર, પરિવહન, ઘરેલુ કર્મચારીઓ, અભ્યાસની રજા અને અન્ય સેવાનિવૃત્તિ સુવિધાઓ આપવામાં આવે છે. એમાં આઈજી, ડીઆઈજી, એડીજી, એસપીના આધાર પર પગાર મળે છે.

મિત્રો હવે જો પાવરની વાત કરીએ તો એક IAS નો પાવર વધારે હોય છે, કારણ કે તે જિલ્લાના માલિક હોય છે. બધા વિભાગ એમની નીચે હોય છે. એમની આજ્ઞા વગર IPS અધિકારી પણ ગોળી ચલાવવાનો આદેશ નથી આપી શકતા.