શ્રી કૃષ્ણની પત્ની સત્યભામાએ પૂછ્યું – મારા અને સીતામાં સૌથી સુંદર કોણ, શ્રીકૃષ્ણએ આપ્યો આવો જવાબ.

શ્રીકૃષ્ણના હ્રદયમાં તો રાધા રાણીનો વાસ હતો, પરંતુ તે ઉપરાંત તેમની આઠ રાણીઓ બીજી પણ હતી. રુકમણી તેમની પટરાણી હતી અને બીજી પત્નીઓ હતી જાંબનંતી, સત્યભાના, કાલિંદી, મિત્રબિંદા, સ્ત્યામ ભદ્રા અને લક્ષ્મણા. એ બધી રાણીઓ શ્રીકૃષ્ણના હ્રદયની નજીક હતી. તેમાંથી સત્યભામા ને પોતાની સુંદરતાનો થોડો વધુ જ ઘમંડ હતો. તેને લાગતું હતું કે આખા જગતમાં માત્ર એક તે જ છે. જે ઘણી સુંદર છે. તેને એ વાતનો અહંકાર હતો અને તેના અહંકારને શ્રી કૃષ્ણ એ ખુબ ચાલાકીથી તોડ્યો હતો. તેની સાથે સાથે ગરુડ અને સુદર્શન ચક્રના અહંકારને પણ શ્રીકૃષ્ણ એ તોડી દીધો હતો.

સત્યભામા એ પૂછ્યો પ્રશ્ન :-

શ્રી કૃષ્ણ દ્વારકામાં પોતાની પત્ની રાણી સત્યભામા સાથે બિરાજમાન હતા. તે સમયે સત્યભામા એ કટાક્ષમાં હસતા હસતા શ્રી કૃષ્ણને પૂછ્યું કે તમે ત્રેતાયુગમાં રામ તરીકે અવતાર લીધો હતો અને તે સમયે તમારી પત્ની સીતા બની હતી. શું તે મારાથી પણ વધુ રૂપવતી હતી. શ્રીકૃષ્ણ સત્યભામાનો પ્રશ્ન સાંભળીને કાંઈક કહેવાના હતા કે ગરુડ એ પણ એક પ્રશ્ન ઉભો કરી દીધો અને કહ્યું કે પ્રભુ શું કોઈ આ સંસારમાં છે. જે મારાથી પણ વધુ ઝડપથી ઉડી શકતું હોય. સુદર્શન એ કહ્યું કે મારા જ કારણે તમે કેટલી વખત દુશ્મનોનો નાશ કર્યો છે. શું કોઈ મારાથી પણ શક્તિશાળી છે? ત્રણે પ્રશ્નોથી પ્રભુ જાણી ગયા કે તેમનામાં ઘમંડ આવી ગયો છે. જે કોઈ પણ જવાબ આપવાથી જશે નહિ પરંતુ તેમને દેખાડવું પડશે.

શ્રી કૃષ્ણને એક યુક્તિ સુજી, તો તેમણે ગરુડને કહ્યું કે તું હનુમાન પાસે જા અને કહે જે રામ અને સીતા માતા તેમની દરબારમાં પ્રતીક્ષા કરી રહ્યા છે. ગરુડ દેવ તરત એ સાંભળીને જતા રહ્યા. શ્રી કૃષ્ણ એ સત્યભામાને કહ્યું કે તમે સીતાના રૂપમાં તૈયાર થઇને સામે આવજો. સાથે જ સુદર્શન ચક્રને આદેશ આપ્યો કે તમે મહેલના પ્રવેશ દ્વાર ઉપર ચોકી કરજો અને ધ્યાન આપજો કે મારી આજ્ઞા વગર કોઈ મહેલમાં પ્રવેશ ન કરે. સુદર્શન એ આદેશ તરત માની લીધો અને પ્રવેશ દ્વાર ઉપર ઉભા રહી ગયા. ત્યાં કૃષ્ણ રામના રૂપમાં આવી ગયા.

હનુમાનની મદદથી તોડ્યું બધાનું ઘમંડ :-

ગરુડ દેવ હનુમાનજી પાસે પહોચ્યા અને કહ્યું કે હે વાનર શ્રેષ્ઠ પ્રભુ રામ અને સીતા તમને દ્વારકા દરબારમાં બોલાવી રહ્યા છે. તમે મારી સાથે ચાલો હું તરત તમને પહોચાડી દઈશ. હનુમાનજી એ સહજ ભાવથી કહ્યું કે તમે આગળ જાવ ભાઈ હું આવું છું. ગરુડ દેવ એ વિચાર્યું કે હનુમાનજી ઘરડા છે, ખબર નહિ ક્યાં સુધીમાં પહોચશે. મેં તો પ્રભુની આજ્ઞાનું પાલન કરી દીધું હવે તેમને જયારે આવવું હોય ત્યારે આવશે. એવું વિચારીને તે દ્વારકા પહોચ્યા તો જોયું કે હનુમાનજી ત્યાં પહેલેથી બિરાજમાન છે. ગરુડનું માથું શરમથી ઝુકી ગયું.

હનુમાનજી આગળ વધ્યા તો કૃષ્ણને રામ અવતારમાં જોઈને પ્રણામ કર્યા. શ્રી કૃષ્ણ એ કહ્યું કે હનુમાન તમે અંદર કેવી રીતે આવી ગયા. શું કોઈએ તમને દ્વાર ઉપર રોક્યા નહિ. તેની ઉપર હનુમાનજી એ મોઢા માંથી સુદર્શન બહાર કાઢીને મૂકી દીધું. હનુમાનજી એ કહ્યું કે પ્રભુ તમને મળવા માટે મને કોઈ કેવી રીતે રોકી શકે છે. ચક્ર એ થોડો પ્રયાસ કર્યો હતો એટલા માટે મેં તેને મોઢામાં જ દબાવી લીધો. ભગવાન હસવા લાગ્યા.

આવી રીતે તુટ્યો સત્યભામાંનો અહંકાર :-

સત્યભામા હજુ પણ સીતાના રૂપમાં હનુમાન સામે બેઠા હતા. હનુમાનજી એ તરત શ્રી કૃષ્ણને કહ્યું કે હે પ્રભુ તમને તો હું ઓળખું છું. તમે શ્રી કૃષ્ણ છો અને મારા પ્રભુ રામ પણ, પરંતુ માતા સીતાના સ્થાન ઉપર તમે કઈ દાસીને આટલું સન્માન આપી દીધું કે તે તમારી સાથે સિંહાસન ઉપર બિરાજમાન થયા. એટલું સાંભળતા જ સત્યભામાની આંખો ભરાઈ આવી અને તેનો ઘમંડ તૂટી ગયો. સાથે જ સુદર્શન અને ગરુડ પણ શરમાઈ ગયા અને તેને સમજાઈ ગયું કે તે ઘમંડમાં આંધળા બની ગયા હતા. સીતામાં કોઈ બીજા નહિ ત્રેતાયુગમાં રાધાનું રૂપ હતા.