કોણ છે નાયલ નાસર? જેની સાથે પ્રેમ કરી બેઠી છે અબજપતિ બિલ ગેટ્સની દીકરી, કર્યા લગ્ન.

દરરોજ કરોડો કમાવવા વાળા પિતાની દીકરીએ કોની સાથે કર્યા લગ્ન, જુઓ કેવો દેખાય છે બિલ ગેટ્સનો જમાઈ

માઈક્રોસોફ્ટના સંસ્થાપક અને અબજોપતિ બિલ ગેટ્સની સૌથી મોટી દીકરી જેનીફર ગેટ્સે લગ્ન કરી લીધા છે. જેનિફરે મિસ્રના રહેવાસી તેના 30 વર્ષીય ઘોડેસવાર પ્રેમી નાયલ નાસર સાથે લગ્ન કર્યા છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં જ બંનેએ સગાઈ કરી હતી. જેનીફર અને નાસરના લગ્ન પ્રસંગે શનિવારના રોજ બપોરે ન્યુયોર્કમાં એક રિસેપ્શન પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું.

લગ્નમાં બિલ ગેટ્સ ઉપરાંત જેનીફરનીમાં મેલીંડા પણ પહોચી હતી. બિલ ગેટ્સ અને મેલીંડા આ વર્ષે ઓગસ્ટમાં જ એક બીજાથી અલગ થયા હતા. નાસર અને જેનીફરે વર્ષ 2017 માં પહેલી વખત તેના સંબંધ જાહેર કર્યા હતા. જેનીફર તેના પાર્ટનર નાસરની જેમ જ એક ઘોડેસવાર છે અને એક વખત તેણે જણાવ્યું પણ હતું કે તે સ્પોર્ટ્સના કારણે જ એક બીજાની નજીક આવ્યા હતા.

બિલ ગેટ્સ અને તેની દીકરી જેનીફર વિષે તો લોકો ઘણું બધું જાણતા હશે, પણ દુનિયાના સૌથી શ્રીમંત કુટુંબના જમાઈ નયેલ નાસર વિષે કદાચ કોઈ જાણતા હશે. શિકાગોમાં રહેતા નાસરના માતા પિતા મિસ્રના છે. નાસરના જીવનની શરુઆતનો સમય કુવેતમાં પસાર થયો છે, જ્યાં તેના માતા પિતા એક આર્કિટેક્ચર અને ડીઝાઈન ફર્મના માલિક છે. નાસરને એક ભાઈ છે, જેનું નામ શરાફ નાસર છે.

નાસર હાલ કેલીફોર્નીયામાં રહે છે અને એક મિશ્રના એક પ્રોફેશનલ ઘોડેસવાર છે. તે અત્યાર સુધીમાં ઘણી મોટી મોટી સ્પર્ધામાં ભાગ લઇ ચુક્યા છે. નાસરે 2013, 2014 અને 2017 માં ઇન્ટરનેશનલ ફેડરેશન ફોર ઇક્વેસ્ટ્રીયન સ્પોર્ટ્સ (FEI) વિશ્વ કપ ફાઈનલ માટે ક્વાલીફાઈ કર્યા હતા. તે FEI વર્લ્ડ ઇક્વેસ્ટ્રીયન ગેમ્સ (2014) માં પણ ભાગ લઇ ચુક્યા છે. અંગ્રેજી, ફ્રેંચ અને અરબી ભાષા બોલવા વાળા નાસર તેની પત્ની જેનીફરની જેમ સ્ટેનફોર્ડ યુનીવર્સીટી માંથી ગ્રેજયુએટ છે.

જેનિફરે જ્યાં 2018 માં હ્યુમન બાયોલોજીમાં ડીગ્રી પ્રાપ્ત કરી હતી. અને નાસર 2013 માં ઇકોનોમીક્સમાં ગ્રેજયુએટ થયા હતા. એક પ્રોફેશનલ સ્પોર્ટ્સ પર્સનાલીટી હોવા ઉપરાંત નાસર બિજનેસમેન પણ છે, જે નાસર સ્ટેબલ્સ LLC નામની કંપની ચલાવે છે. સેન ડીએગો કાઉંડ (કેલીફોર્નીયા) આવેલી આ કંપનીની સ્થાપના વર્ષ 2014 માં થઇ હતી.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.