કોણ છે અનંત અંબાણીનું દિલ ચોરવા વાળી રાધિકા મર્ચન્ટ, ઇશાના લગ્નમાં આગળ વધી વધીને લીધો હતો ભાગ

હાલમાં જ દેશ અને એશિયાના સૌથી પૈસાદાર બિઝનેસમેનની દીકરી ઈશા અંબાણીના લગ્ન થયા હતા. આ રોયલ લગ્નમાં દેશ જ નહિ વિદેશો માંથી પણ મોટી મોટી વ્યક્તિઓ પધાર્યા હતા. લગ્ન માટે ઈશાના સંગીતને ઘણું સમાચારોમાં ચગાવ્યું. તમને જણાવી દઈએ કે ઈશાના લગ્નમાં કોઈ બીજું પણ હતું જેણે પોતાની તરફ દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. લગ્નમાં ડાંસ પરફોર્મસ થયું હતું. જેમાં અંબાણી પરિવારનું રાધિકા મર્ચન્ટ સાથે રીલેશનશીપ કન્ફર્મ થયું. ઈશાની સંગીત સેરેમની કોઈ બોલીવુડ ફિલ્મથી ઓછી ન હતી. તેના ફેમીલી ડાંસ વિડીયોએ દેશ આખાના લાખો લોકોના દિલ જીતી લીધા.

આ વિડીયોમાં રાધિકા મર્ચન્ટ, અનંત અંબાણી, નીતા અંબાણી, મુકેશ અંબાણી, ઇશા અંબાણી, આનંદ પીરામલ, આકાશ અંબાણી અને શ્લોકા મહેતા સાથે ‘જબ તક હે જાન’ ના ટાઈટલ ટ્રેક ઉપર ડાંસ કરતા જોવા મળતા હતા. અંબાણી પરિવાર સાથે ડાંસ કરતા લોકોને એ વાતનો અણસાર મળી ગયો હતો, કે રાધિકા મર્ચન્ટ વહેલી તકે અંબાણી પરિવારનો ભાગ બનવાની છે. રાધિકા મર્ચન્ટ ઇશાના લગ્નને લઈને ઘણી એકસાઇટેડ હતી અને તેમણે લગ્નના તમામ ફંક્શન્સમાં આગળ વધી વધીને ભાગ લીધો.

જણાવી દઈએ કે આ વર્ષે જુનમાં શ્લોકા મહેતા અને આકાશ અંબાણીની સગાઈ થઇ, તે સમયે શાહરૂખ ખાનએ અનંતને પૂછ્યું હતું, શું તારી કોઈ ગર્લફ્રેન્ડ છે? તે સમયે રાધિકા સ્ટેજ ઉપર અનંત સાથે જ ઉભી હતી. તે દરમિયાન શાહરૂખ ખાનએ અનંત અંબાણીનો ફોન પણ ચેક કર્યો હતો, જેથી તેમાં રાધિકાનો નંબર દેખાઈ જાય અને તેનું રીલેશનશીપ કન્ફર્મ થઇ જાય. શાહરૂખ ખાન ખરેખર અંનતની મશ્કરી કરી રહ્યો હતો, અને તેની પાસેથી રાધિકા મર્ચન્ટનું નામ કઢાવવા માંગતા હતા.

આમ તો અનંતએ રાધિકાનું નામ ન લીધું, પરંતુ વાતો વાતોમાં અનંતએ જાહેર કરી દીધું કે રાધિકા મર્ચન્ટ તેના માટે સ્પેશ્યલ છે. ત્યાર પછી શાહરૂખ ખાને આકાશ અને શ્લોકા મહેતાની સગાઈમાં રાધિકાના ડાંસ પરફોર્મસને ૧ થી ૧૦ સુધીના સ્કેલ ઉપર નંબર પણ આપવા માટે કહ્યું હતું, જેની ઉપર અનંતનો જવાબ હતો ૧ મીલીયન. અર્થ સ્પષ્ટ છે લાંબા સમયથી રાધિકા અનંતના દિલમાં સ્થાન બનાવી ચુકી હતી, અને તેના ઉપર માત્ર ઔપચારિકતા પુરતું જ બાકી હતું.

અને આ દિવસોમાં અનંત અને રાધિકાનો એક ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યો છે. આ ફોટામાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લીલા રંગના ડ્રેસમાં જોવા મળી રહ્યા છે. કોણ છે રાધિકા મર્ચન્ટ અને શું કરે છે, તે દરેક જાણવા માંગે છે. એશિયાના સૌથી પૈસાદાર માણસ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીનું દિલ ચોરવા વાળી કોઈ વિશેષ જ હશે.

તો આવો જાણી લઈએ અનંત અંબાણીના પ્રેમ રાધિકા મર્ચન્ટ વિષે. તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટ વીરેન મર્ચન્ટની દીકરી છે, જે એંકર હેલ્થકેયરના સીઈઓ અને વાઈસ ચેરમેન છે. રાધિકા અને અનંત લાંબા સમયથી દોસ્ત છે. તેનો દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ. રાધિકા મર્ચન્ટ ન્યુયોર્ક યુનીવર્સીટીમાં ભણેલી છે. પાછા ભારત આવ્યા પછી તેણે ઇન્સ્પ્રાવા જોઈન્ટ કર્યુ. તે એક રીયલ એસ્ટેટ ફર્મ છે, જે ફાઈન ટેસ્ટ વાળા લોકો માટે હોલીડે હોમ બનાવે છે.

ન્યુયોર્ક માંથી પોલીટીક્સ અને ઇકનોમિક્સમાં ડીગ્રી મેળવ્યા પછી તેમણે ઇન્સ્પ્રાવા ટીમમાં ખાસ કરીને સેલ્સ એકઝીકયુટીવ જોઈન્ટ કર્યુ. રાધિકાને ટ્રેકિંગ અને સ્વીમીંગ ઘણું પસંદ છે. કોફીની તે દીવાની છે. એક ઈન્ટરવ્યુંમાં રાધિકાએ કહ્યું હતું, કે હું ઇચ્છતી હતી કે હું એવી કંપની જોઈન્ટ કરું, જેમાં રીયલમાં કંટ્રીબ્યુશન કરી શકું.

રાધિકા મર્ચન્ટ પોતાના કામને લઈને વિશેષ એકસાઈટેડ છે, અને તે જીવનમાં ફૂલ્લી એન્જોય કરવામાં વિશ્વાસ ધરાવે છે. રાધિકા મર્ચન્ટ સાથે નીતા અંબાણી અને મુકેશ અંબાણીની અંડરસ્ટેન્ડિંગ પણ ઘણી સારી છે. અમે આશા રાખીએ છીએ કે મોટા ભાઈ આકાશ અંબાણીના શ્લોકા મહેતા સાથે લગ્ન અને નાની બહેન ઈશા અંબાણીના લગ્ન પછી તેઓ વહેલી તકે અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્નના ખુશખબર સંભળાઈ દે.