કોણ છે વિજયપત સિંઘાનિયા, જાણો તેમના વિષે બધું જ

કોણ છે વિજયપત સિંઘાનિયા (Who is Vijaypat Singhania) : રેમંડ બ્રેંડ આજે ઘર ઘર સુધી પહોંચી છે, તો તેની પાછળ જે માણસની મહેનત રહી છે, તે છે વિજયપત સિંઘાનિયા. આમ તો વિજયપત આજકાલ પોતાના દીકરા સામે પોતાના હક્કના ઝગડાને લઇને ચર્ચામાં છે.

રેમંડ બ્રેંડ આજે ઘર ઘર સુધી પહોંચી અને દેશના સૌથી મોટા ટેક્સટાઈલ બ્રેંડસ માંથી એક બન્યું, તો તેની પાછળ જે માણસની મહેનત રહી તે છે વિજયપત સિંઘાનિયા. થોડા વર્ષો પહેલા સુધી રેમંડ ગ્રુપના ચેરમેન એમેરીટસ રહી ચુકેલા વિજયપત આજે દીકરા સામે પોતાના હક્કના ઝગડાને લઇ ને ચર્ચામાં છે.

મોંઘા શોખ માટે ઓળખાતા હતા વિજયપત :

વિજયપત સિંઘાનિયા આજે પોતાના દીકરા વિરુદ્ધ એક ફ્લેટના ઝગડાને લઈને કોર્ટ પહોચ્યા. વિજયપત એક સમયમાં પોતાના રજવાડી અંદાજ અને ઠાઠ બાઠ માટે ઓળખાતા હતા. વિજયપતને વિમાન, હેલીકોપ્ટરનો શોખ હતો અને ઘણી વખત પોતાનું વિમાન પણ પોતે જ ઉડાડતા હતા. વિજયપત સિંઘાનિયાના નામે ૫૦૦૦ કલાકનો ફ્લાઈટ એક્સપીરીયંસ નોંધાયેલો છે.

૬૭ ની ઉંમરમાં પોતાના નામે નોંધાવ્યો છે વર્ડ રેકોર્ડ :

ઓછા લોકોને એ ખબર હશે કે વિજયપતના નામે ૬૭ વર્ષની ઉંમરમાં હોટ એયર બલુનમાં દુનિયામાં સૌથી ઊંચું ઉડાડવાનો રેકોર્ડ નોંધાયેલો છે.

જયારે એયર ફોર્સએ એયર કમોડોરની રેન્કથી કર્યા સન્માનિત :

વિજયપત સિંઘાનિયાએ વર્ષ ૧૯૯૪ માં ઇન્ટરનેશનલ એરોનોટીક ફેડરેશન દ્વારા આયોજિત એયર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો. આ રેસમાં તેમણે ૩૪ હજાર કી.મી. નું અંતર ૨૪ કલાકમાં પાર કર્યુ. તેમની આ જીત ઉપર ભારતીય વાયુ સેનાએ એયર કમોડોરની માન્ય રેન્કથી એમનું સન્માન કર્યું હતું.

આમ શરુ થયો દીકરા સાથે ઝગડો :

વિજયપત માટે મુશ્કેલી ઉભી થવાનું ત્યારે શરુ થયું જયારે તેમણે ૨૦૧૫ માં રેમંડ ગ્રુપના કંટ્રોલિંગ સ્ટોક (૫૦% થી વધુ શેર) પોતાના ૩૭ વર્ષના પુત્ર ગૌતમ સિંઘાનિયાને આપી દીધા. પારિવારિક ઝગડાને પૂરો કરવાના ઉદેશ્યથી વર્ષ ૨૦૦૭ માં થયેલા સમાધાન મુજબ વિજયપતને મુંબઈના માલાબાર હિલમાં આવેલા ૩૬ માળના જેકે હાઉસમાં એક ઘર મળવાનું હતું. તેની કિંમત બજારની ગણતરીએ ઘણી ઓછી રાખવામાં આવી હતી. પાછળથી કંપની ગૌતમ સિંઘાનિયા ના હાથમાં આવી ગઈ તો તેમણે બોર્ડને કંપનીની આટલી કિંમતી સંપત્તિ ન વેચવાની સલાહ આપી.

હવે તે કોર્ટના એ આવેલા આદેશ હેઠળ દીકરા વિરુદ્ધ પગલા ભરવાનું વિચારી રહ્યા છે, જેમાં ૨૦૦૭ ના કાયદા હેઠળ મૂળભૂત જરૂરિયાતો પૂરી ન થઇ શકવાને કારણે પોતાના દીકરાને ભેંટમાં આપવામાં આવેલી સંપત્તિ પાછી લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.