જાણો કોણ છે યક્ષ-યક્ષિણી, જેમની પૂજા કરવાથી થાય છે દરેક ઈચ્છાઓ પુરી

રહસ્યમયી શક્તિઓના સ્વામી હોય છે યક્ષ-યક્ષિણી, તેમની પૂજાથી પુરી થઇ શકે છે દરેક ઈચ્છાઓ. તંત્ર શાસ્ત્ર અનુસાર આ બ્રહ્માંડમાં ઘણા લોક છે. દરેક લોકોમાં અલગ અલગ દેવી દેવતા છે. પૃથ્વીથી આ દરેક લોકોનું અંતર અલગ અલગ છે. માન્યતા છે કે, નજીકના લોકમાં રહેવાવાળા દેવી દેવતા જલ્દી પ્રસન્ન થાય છે, કારણ કે સતત યોગ્ય દિશા અને સમય પર કોઈ વિશેષ મંત્રની સાધના કરવા પર તેમના સુધી તરંગો જલ્દી પહોંચે છે. આ કારણ છે કે, યક્ષ યક્ષિણીની સાધના જલ્દી પુરી થાય છે, કારણ કે તેમના લોક પૃથ્વીની નજીક માનવામાં આવ્યા છે.

કોણ હોય છે યક્ષ અને યક્ષિણી? યક્ષ યક્ષિણીનું વર્ણન અનેક ગ્રંથોમાં મળે છે. તેમને ભગવાન શિવના સેવક માનવામાં આવે છે. તેમના રાજા યક્ષરાજ કુબેર છે, જે ધનના સ્વામી છે. આ કુબેર રાવણના ભાઈ પણ છે. ધર્મ ગ્રંથો અનુસાર યક્ષ યક્ષિણીઓ પાસે રહસ્યમય શક્તિ હોય છે.

8 યક્ષિણી હોય છે મુખ્ય : જે રીતે ધર્મ ગ્રંથોમાં 33 દેવતા જણાવવામાં આવ્યા છે, તે જ રીતે 64 યક્ષ અને યક્ષિણીઓ પણ હોય છે. તેમાંથી નીચે જણાવેલ 8 યક્ષિણીઓ મુખ્ય માનવામાં આવે છે. આવો જાણીએ તેમના નામ અને કઈ યક્ષિણીની સાધના કરવાથી કયું ફળ મળે છે.

(1) સુર સુંદરી યક્ષિણી : આ યક્ષિણી સિદ્ધ થયા પછી સાધક (સાધના કરનાર) ને એશ્વર્ય, ધન, સંપત્તિ વગેરે પ્રદાન કરે છે.

(2) મનોહારિણી યક્ષિણી : આ યક્ષિણી સિદ્ધ થવા પર સાધના કરનારના વ્યક્તિત્વને એવું સમ્મોહક બનાવી દે છે કે, દરેક વ્યક્તિ તેના સમ્મોહનમાં મોહિત થઈ જાય છે.

(3) કનકાવતી યક્ષિણી : કનકાવતી યક્ષિણીને સિદ્ધ કરવા પર સાધના કરનારમાં તેજસ્વીતા આવી જાય છે. તે સાધના કરનારની દરેક ઈચ્છાને પુરી કરવામાં મદદરૂપ થાય છે.

(4) કામેશ્વરી યક્ષિણી : તે સાધના કરનારને પુરુષત્વ આપે છે, અને દરેક ઈચ્છાઓ પુરી કરે છે.

(5) રતિ પ્રિયા યક્ષિણી : સાધક અને સાધિકા જો સંયમિત થઈને આ સાધનાને સંપન્ન કરી લે, તો નિશ્ચિત રીતે તેમને કામદેવ અને રતિ સમાન સૌંદર્ય મળે છે.

(6) પદ્મિની યક્ષિણી : તે પોતાના સાધના કરનારને આત્મવિશ્વાસ અને સ્થિરતા પ્રદાન કરે છે, અને હંમેશા તેને માસનિક બળ આપીને પ્રગતિ તરફ અગ્રેસર કરે છે.

(7) નટી યક્ષિણી : નટી યક્ષિણીને વિશ્વામિત્રએ પણ સિદ્ધ કરી હતી. તે પોતાના સાધના કરનારની સંપૂર્ણ રૂપથી સુરક્ષા કરે છે.

(8) અનુરાગિણી યક્ષિણી : તે સાધના કરનાર પર પ્રસન્ન થવા પર તેને નિત્ય ધન, માન, યશ વગેરે આપે છે, અને સાધના કરનારની ઈચ્છા થવા પર મદદ કરે છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.