કોણ કહે છે કે ખુશ રહેવા માટે લગ્ન કરવા જરૂરી છે, લગ્ન વિના ખુબ જ ખુશ છે આ 5 ફિલ્મ સ્ટાર્સ.

લગ્ન વિના પણ ખુબ જ ખુશ છે બોલિવૂડના આ 5 ફિલ્મ સ્ટાર્સ, જાણો લિસ્ટમાં કોણ કોણ છે.

લગ્ન એક એવી વસ્તુ છે, જેને દરેકના જીવનમાં એક પડાવના રૂપમાં ક્યારે ને ક્યારે પાર કરવી જ પડે છે. તમે ઘણા લોકોને બોલતા સાંભળ્યા હશે કે અમે સિંગલ જ ઠીક છીએ, પરંતુ વાસ્તવિકતા એ છે કે ઉંમરનો એક પડાવ પાર કરી લીધા પછી તમારે હમસફરની જરૂર રહે છે. એક એવા હમસફર જેને તમે દિલની વાત કરી શકો અને જેની સાથે સુઃખ દુઃખ વહેચી શકો.

આમ તો ઘણા લોકો એવા પણ હોય છે, જે લગ્ન કર્યા વગર પોતાનું જીવન આનંદમય પસાર કરી લે છે. ઘણા બોલીવુડ સેલીબ્રેટીઝ તેના ઉત્તમ ઉદાહરણ છે. ફિલ્મી જગતમાં થોડા કલાકારો એવા છે. જે લગ્ન કર્યા વગર જ ઘણા ખુશ છે. આજની આ પોસ્ટમાં અમે તમને એવા જ થોડા કલાકારોથી માહિતગાર કરાવીશું.

સલમાન ખાન :-

સલમાન ખાન બોલીવુડના એલીજીબલ બેચલર કહેવામાં આવે છે. ૫૩ વર્ષના થયા પછી પણ આજે સલમાન ખાન કુંવારા છે. ફેંસ આજે પણ પ્રાર્થના કરે છે કે સલમાન ખાન લગ્ન કરી લે, પરંતુ સલમાનની વધતી ઉંમરને જોઇને એવું લાગે છે કે હવે તેને લગ્ન કરવાની ઈચ્છા નથી રહી. તે લગ્ન કર્યા વગર જ એક આનંદમય જીવન પસાર કરી રહ્યા છે. આમ તો તેનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું પણ વાત જયારે લગ્નની આવી તો બધી અફવા ખોટી નીકળી.

અક્ષય ખન્ના :-

અક્ષય ખન્ના પણ બોલીવુડના જાણીતા કલાકાર છે. અક્ષય ખન્ના પણ બોલીવુડની ઘણી ઉત્તમ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. અક્ષય ખન્ના સ્વર્ગસ્ત અભિનેતા વિનોદ ખન્નાના દીકરા છે. એક સમયમાં મુખ્ય કલાકાર તરીકે કામ કરવા વાળા અક્ષય ખન્ના હવે સાઈડ રોલ સુધી મર્યાદિત રહી ગયા છે. અક્ષય ખન્નાની પણ ઉંમર ઘણી થઇ ગઈ છે. એટલું જ નહિ તેના માથાના વાળ પણ ઉડી ગયા છે. પરંતુ હજુ સુધી તેમણે પણ લગ્ન નથી કર્યા.

મુકેશ ખન્ના :-

મુકેશ ખન્નાને કોણ નથી જાણતું. મુકેશ ખન્ના શક્તિમાન સીરીયલમાં શક્તિમાનનો રોલ નિભાવતા હતા. મુકેશ ખન્ના નાના પડદાની સીરીયલો સાથે સાથે ઘણી બોલીવુડ ફિલ્મોમાં પણ જોવા મળી ચુક્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે 62 વર્ષ પાર કરી ચુકેલા મુકેશ ખન્ના હજુ સુધી કુંવારા છે અને આનંદ પૂર્વક પોતાનું જીવન પસાર કરી રહ્યા છે.

તુષાર કપૂર :-

આગળનું નામ બોલીવુડના હીરો અને ડેલી સોપ ક્વીન એકતા કપૂરના ભાઈ તુષાર કપૂર, પોતાના જમાનાના પ્રસિદ્ધ હીરો જીતેન્દ્રના દીકરા હોવા છતાં પણ તુષાર ફિલ્મોમાં કાંઈ વિશેષ કમાલ ન દેખાડી શક્યા. અમ તો કાંઈક ફિલ્મોમાં તેનો અભિનય વખણાયો હતો. ૪૩ વર્ષના તુષાર કપૂર આજે પણ કુંવારા છે. તેને એક દીકરો છે. જે IVF ટેકનીકથી થયો છે.

ડીનો મોરિયા :-

ડીનો મોરિયા એક જાણીતા કલાકાર અને મોડલ છે. ડીનો બોલીવુડની થોડી જાણીતી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. ડીનો રાજ, ગુનાહ, પ્યાર મેં કભી કભી અને અક્સર જેવી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. ડેશીંગ અને હેન્ડસમ હોવા છતાં પણ ડીનો ૪૪ વર્ષની ઉંમરમાં કુંવારા છે. એક સમયમાં બોલીવુડ અભિનેત્રી બિપાશા બાસુ તેની ગર્લફ્રેન્ડ હતી, પરંતુ ડીનોનું સિંગલ હોવાથી કોઈ ફરક નથી પડતો, તે સિંગલ રહીને પણ પોતાનું જીવન એન્જોય કરી રહ્યા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.