4 કલાકમાં જેવી રીતે તબાહ થયો આખો પરિવાર, જાણીને રુવાંડા ઉભા થઇ જશે.

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં એક ચકિત કરી દેનાર ઘટના સામે આવી છે. અહીં નિમોનિયાથી પીડિત પતિની હાલત બગડતી જોયા પછી, એક ગર્ભવતી મહિલાએ ચોથા માળથી કૂદકો માર્યો. પાડોસી તેને લઈને હોસ્પિટલ પહોંચ્યા.

ત્યાં લોહીથી લથપથ મહિલાનું ઓપરેશન કરી ગર્ભસ્થ શિશુને બચવાનો પ્રયાસ કરવામાં આવ્યો. મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો પરંતુ પોતે દમ તોડી દીધો. આના ત્રણ કલાક પછી બંને માસુમ આંખ ખોલ્યા વિના આ દુનિયાથી ચાલ્યા ગયા. પછી થોડા સમય પછી વેન્ટિલેટર પર ચાલી રહેલા પતિનું પણ મૃત્યુ થઇ ગઈ.

કોલાર પોલીસ અનુસાર, ઘટના સ્વરૂપ સાંઈનાથ નગરમાં થઇ છે. અહીં મુલતાઇના રહેવા વાળા 37 વર્ષના મનોજ ગોહે પોતાની પત્ની ગાયત્રી સાથે રહેતો હતો. મનોજ કાર ફાઈનેંસનું કામ કરતા હતા. બંને જણાએ 10 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા.

12 નવેમ્બરે મનોજ ખાંસી અને તાવની સારવાર કરાવવા હોસ્પિટલ પહોંચ્યા. ડોક્ટરોએ તફલીફ વધારે વધવાના કારણે તેમને દાખલ કરી લીધા.

ગાયત્રીને સાત મહિનાનો ગર્ભ હતો. એટલા માટે મનોજે તેમને હોસ્પિટલ આવાની ના પાડી હતી. સોમવારે બોપોરે લગભગ દોઢ વાગ્યે ગાયત્રીએ હોસ્પિટલમાં રહેલ દિયર તરુણને ફોન કર્યો. પતિની હાલત વિષે પૂછ્યું તો દિયરે જણાવ્યું ભાભી તમે હોસ્પિટલ જાવ.

તરુણે મનોજના પાડોસીને જણાવ્યું તે કારથી ગાયત્રીને હોસ્પિટલ લઇ આવે. આ વચ્ચે ગાયત્રી એક નિર્માણાધીન બોલ્ડીંગની ચોથા માળ પર પહોંચી અને લગભગ 40 ફૂટ ઉંચાઈથી કૂદકો મારી દીધો.

ગાયત્રીના મોટા ભાઈ નરેશે જણાવ્યું કે લગ્નના 10 વર્ષ પછી પણ ગાયત્રીને કોઈ સંતાન થયું નહોતું. આ વર્ષ તેણે ગર્ભધારણ કર્યું. ઘરમાં ખુબ ખુશીનો વાતાવરણ હતું. ગાયત્રીને સાત મહિનાનો ગર્ભ હતો, તે પણ જોડિયા.

નરેશે જણાવ્યું કે ગાયત્રીએ પોતાના જોડિયા બાળકોને જન્મ આપ્યો. એક દીકરો અને એક દીકરી. બાળકોને જન્મ આપતા જ ગાયત્રીની મૃત્યુ થઇ ગઈ. તેના થોડા સમય પછી બાળકોની પણ મૃત્યુ થઇ ગઈ. ગાયત્રીના મૃત્યુના સમાચાર મળવા પહેલા મનોજનું પણ મૃત્યુ થઇ ગયું.

તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.