જાણો આ દુલ્હને પાકિસ્તાનમાં પોતાના લગ્નમાં કેમ પહેર્યા ટામેટાના ઘરેણાં

મિત્રો, આપણી આ દુનિયા ઘણી વિચિત્ર છે અને અહીં રહેતા લોકો એનાથી પણ વધારે વિચિત્ર છે. એવામાં આજકાલ મીડિયા ઉપર એવા ઘણા બધા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે જાણીને આપણને નવાઈ લાગે છે કે, આવું પણ થતું હશે? તો અમુક કિસ્સા વિષે જાણીને આપણે પોતાનું હાસ્ય રોકી નથી શક્તા, અને અમુક કિસ્સા એવા પણ હોય છે જે જાણીને આપણેને ધૃણા પણ ઉપજે છે.  અને આજે અમે તમારી સામે એક એવી બાબત રજૂ કરવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો.

આમ તો તમે બધા જાણતા જ હશો કે, આજના વર્તમાન સમયમાં મોંઘવારી ઘણી જ વધી ગઈ છે. અને તેમાં પણ ખાસ કરીને ડુંગળી અને ટમેટા ઉપર તેની અસર વધુ જોવા મળે છે, કેમ કે તે વસ્તુ લોકોની પાયાની જરૂરિયાતો માંની એક છે.

થોડા સમય પહેલા પાકિસ્તાન સાથે ભારતના સંબંધો વધુ ખરાબ થઇ ગયા છે, જેને કારણે ભારત તરફથી પાકિસ્તાનને આપવામાં આવતી સવલતોમાં કાપ મૂકી દેવાનો નિર્ણય સરકારે લીધો છે. આ કારણે પાકિસ્તાનમાં મોંઘવારીએ માજા મૂકી છે, અને ત્યાં ડુંગળી ૨૪૦ રૂપિયે કિલોના ભાવે વિચાઈ રહી છે, અને ટમેટા પણ ૩૦૦ રૂપિયા ઉપર વેચાઈ રહ્યા છે.

તમને જાણીને નવાઈ લાગશે કે, આર્થિક રીતે ખરાબ સ્થિતિ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનમાં જયારે એક દુલ્હને લગ્નમાં સોનાને બદલે ટમેટાના ઘરેણા પહેર્યા હતા. અને તેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર જોત જોતામાં ધમાલ મચાવવા લાગ્યો.

પાકિસ્તાની દુલ્હનનો આ વિડીયો પાકિસ્તાની પત્રકાર નાયલા ઇનાયતે બહાર પાડ્યો છે, જે આ પહેલા પણ આવા વિડીયો બહાર પાડી ચુક્યા છે. આ વિડીયો સાથે નાયલાએ ટ્વીટ કર્યું, ટમેટાના ઘરેણા, જો તમને લાગે છે કે તમે તમારા જીવનમાં બધું જ જોઈ લીધું છે.

વિડીયોમાં દુલ્હન જણાવી રહી છે કે, તેના લગ્નમાં ટમેટાના ઘરેણા પહેરવાનો નિર્ણય કેમ લીધો? તે જણાવે છે કે, જેમ કે તમે જાણો છો કે સોનું ઘણું મોંઘુ છે અને ટમેટાના ભાવ પણ આસમાન ઉપર છે. એટલા માટે અમે ટમેટાના ઘરેણા પહેરવાનો નિર્ણય લીધો. દુલ્હન એવું પણ કહેતા સાંભળવા મળી શકે છે કે, તેના માતા પિતાએ દહેજમાં ટમેટાની ત્રણ પેટી આપી છે. તો કાંઈક આવું ચાલી રહ્યું છે પાકિસ્તાનમાં.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.